


ડીઝાઇન બેબી …
વર્ષો થી આ કન્સેપ્ટ ચાલ્યો આવે છે …છોકરા ને કૈક કારણસર પેદા કરવાનો ..પેદા થયો ના હોય એ પેહલા એના માટે ના ટાસ્ક તૈયાર હોય …મારો છોકરો તો આમ કરશે ..મારો છોકરો તો તેમ કરશે ….મારો એક કોલેજ મિત્ર મને એક વાર ક્યાંક બહાર મળી ગયો વર્ષો પેહલા ,જયારે મારી વાઈફ પ્રેગ્નેટ હતી, ત્યારે એ મિત્ર એ મને સવાલ પૂછ્યો હતો શું આવવાનું છે ..?? મેં કીધું મને તો દોસ્ત ખબર નથી જે આવે તે ..
તો સામેથી જવાબ આવ્યો મારે તો બાબો જ આવવાનો છે …આપડે તો દવા કરાવી છે ..બાબો આવે એની ..વારસદાર તો જોઈએ જ ,ચલ તારે છોકરી આવે તો આપણે નક્કી … મેં વાત ને ત્યારે હસી કાઢી અને હું ત્યાં થી રવાના થઇ ગયો .
અમને તો ઈશ્વરે દીકરી નું વરદાન આપ્યું …પેલી પાર્ટી ક્યાંક છ મહિના સુધી દેખાઈ નહિ અને મેં એની પરવા પણ ના કરી પછી એક બીજા એક મિત્ર થ્રુ ખબર પડી કે દવા ની કોઈ અસર ના થઇ અને એના ઘેર પણ દીકરી જ જન્મી હતી ….
પેહલા તો અમે બંને મિત્રો ખુબ હસ્યા …કે આટલું એ ભણેલો એનો બાપ ભણેલો , પણ બાબો આવે એવી દવા કરાવે છે ..? ઈડીયટ ..સાલો .પછી મેં પેલા દોસ્ત ને કીધું એનો ફોન નબર આપ …મેં ફોન લગાડ્યો અને પેહલા તો મેં એને વધામણી આપી દીકરી જન્મ ની પણ બીક નો માર્યો મને પૂછે નહિ કે તારે શું આવ્યું ,એટલે મેં સામે થી કીધું કે મારે ત્યાં પણ બેબી આવી છે દોસ્ત …
પછી શૈશવ વોરા અસલી રંગ માં આવ્યો …મેં કીધું તારા બાપે કેટલી મિલકત મૂકી તારા માટે ..? એટલે પાર્ટી થોથવાઈ ..ફરી બીજો સવાલ ટોપા તું કેટલું કમાયો ?અને કેટલું ભેગું કર્યું ..?મને કહે એટલે …એણે કઈ જવાબ ના આપ્યો આપ્યો..એટલે મેં આગળ ચાલવ્યું .. ઘોડીના તારો બાપ અને તારી સાત પેઢી ભેગી થશે ને તો પણ તમે લોકો આવી મેન્ટાલીટી રાખશોને તો ઊંચા નહિ આવો …તારે વારસદાર જોઈતો હતો ને, પેહલા એ કહે તે વારસો કયો ઉભો કર્યો છે..? કે જે વારસો તું તારી આવનારી પેઢી ને આપવા માંગે છે …તારો બાપ જલાલુદીન મોહમદ અકબર છે..? કે તારો દાદો પૃથ્વીરાજ ચૌહાણ નો વારસદાર છે …કઈ સલ્તનત કે રાજ તમે ઉભા કર્યા છે ..?ગામડે સો બસો વીઘા જમીન સિવાય છે શું તારે ત્યાં ..? દોસ્ત તું પણ તારા બાપ નો દીકરો જ છે ને …અને કયો વારસો તે ઉભો કર્યો અને સાચવ્યો બોલ તો જરા ….તદ્દન સાઈલેંટ …સન્નાટો … કોઈ અવાજ નહિ સામે થી બકરી બરફ ગળી ગઈ , સામે ઉભેલો મિત્ર પણ જોઈ રહ્યો મારું આ રૂપ ….પછી હું થોડો શાંત પડયો …દોસ્ત આ જમાના માં દીકરો દીકરી બધું એક જ છે જે છે એ ભગવાને આપ્યું છે ..અને એને સારી રીતે ઉછેરો એ બહુ છે …સામે થી કશું બોલ્યા વિના ફોન કપાયો …..
આવીજ મનોવૃત્તિ ના માં બાપો કન્યા ભ્રૂણહત્યા ના ગુના કરે છે …..
લોકો ને પોતે શું કર્યું છે ..કે કરવાનું છે એની ખબર નથી અને મારો છોકરો કે હવે તો છોકરી પણ શું બનશે ..કેમ બનશે એની ખબર હોય છે, અને પછી એ બાળક ને એવું મંતરી નાખે કે છોકરું બધું જ ભૂલી જાય … cont-2
FOR MORE PLEASE CONNECT TO www.shaishavvora.com
Page-2
મેં ઘણા એવા દીકરા ના બાપ જોયા છે , જે દીકરો મોટો થશે અને સારા દિવસો આવશે એની આશા માં પોતે નેટ નવરા બેસી ને આખી જીંદગી કાઢી હોય …અલ્યા જે કરવાનું છે તે તું જ કર ને તારા છોકરા ને તો જે કરવાનું છે એ એજ કરશે એમાં તારું રતીભાર નહિ ચાલે …ખોટું ડીઝાઇનીંગ કરવા નું
બંધ કર ને યાર …અમને શું કામ તું આવા લવારા કરીને લોડ આપે છે દોસ્ત ……
જયારે પેલો ઘોડો એવું બોલ્યો હતો કે તારે દીકરી આવે અને મારે દીકરો આવે ત્યારે આપણે નક્કી …મારું મગજ તો ત્યારે જ ગયું હતું કે ભાઈ તું ઓકાત માં રહે …. તારા ઘેર હજી ગાડી નથી આવી હું બકા અને હું ….જવા દો નથી મગજ ખરાબ કરવું યાદ કરીને ……પણ હજી આપણો સમાજ સુધરતો નથી …લગન ને હમેશા એક આર્થિક જંપ લેવા માટે વાપરે છે …
દીકરી ના કેસ માં પણ એવું જોવા મળે કે રૂપાળી અને ચબરાક છોકરી હોય તો એને વધારે ફાટવા દેવા માં આવે અને પેલી બીજી થોડી ઝાંખી પડે .. એને ક્યાંક અન્યાય થતો હોય છે પણ દુનિયા માં કાળા ના નસીબ કાળા નથી હોતા ..ઘણી વાર એવું બંને કે બહુ રૂપાળી ક્યાંક એવી છપ્પન ના ભાવ માં જાય અને પેલી આછી પાતળી સારે ઠેકાણે જાય..
અને આ ભણતર ના જમાના માં તો ભણતર અને ગુણ જ લોકો જોતા થયા છે ….કોઈ ને બીજી બધી વધારા ની પડી નથી …નવી પેઢી જોડે મારી સારી ફ્રેન્ડશીપ છે … એ લોકો એમના દિમાગમાં એટલા બધા ક્લીયર છે ,એમની કેરિયર માટે અને એમના જીવનસાથી માટે કે કદાચ આવનારા વર્ષો માં બહુ મોટું સામાજિક ધ્રુવીકરણ આપણને આપણી લાઈફ માં જોવા મળશે …..
બેક ટુ ડીઝાઇન બેબી …વધારે કાલે ..
શુભ રાત્રી
શૈશવવોરા