બાઅદબ બામુલાઈઝા હોશિયાર …
દિલ્લી કી નઈ સીએમ કિરણ બેદી તશરીફ લા રહે હૈ …
જીવન ની છેલ્લી લડાઈ લડી અને દેશને કૈક આપી જવા માટે ની કટીબધ્ધતા કિરણ બેદી ના ભાજપ માં જોડાવા ના નિર્ણય માં દેખાય છે ..ચાલીસ ચાલીસ વર્ષ ની બેદાગ કારકિર્દી અને સંપૂર્ણ સ્વચ્છ ગેરરાજનૈતિક કારકિર્દી , હિન્દુસ્તાન ના ૧૯૭૨ ની બેચના પેહલા મહિલા આઈપીએસ, જીવન માં પેહલી વાર કિરણ બેદી રાજકારણ ના અખાડા માં કુદ્યા ,ભાજપ માં જોડાઈ ને ચુંટણી લડશે ….કદાચ દિલ્લી ની જનતા નું કન્ફયુઝન દુર થઇ ગયું કોને મત આપવો …
બાઈસ પીરો કો ચોખટ દિલ્લી ..કેટલી બધી ઓથોરીટી દિલ્લીમાં , કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર , …..
ગઈ ચુંટણીમાં તો શીલા દીક્ષિત ધોળેધરમે પણ ના જોઈએ, એના માટે દિલ્લી ની જનતાએ કેજરીવાલ અને ભાજપ ને ખોબલે ખોબેલે મતો આપ્યા , આ વખતે થોડું કન્ફયુઝન હતું …કેજરીવાલ ને બીજો ચાન્સ આપવો કે નહિ..?
પણ કિરણ બેદી ના ભાજપ માં જોડવા થી વાદળા હટી ગયા …મોદી + બેદી = ભાજપ ની સરકાર
બહુ ભારે પડ્યું કેજરીવાલ ને અન્ના ને છેહ આપી અને સામ્યવાદી ની તરજ પર કામ કરવાનું ..એક વાત તો નક્કી છે કે નરેન્દ્ર મોદી જેટલું નસીબ વાળું કોઈ નથી .. કિરણ બેદી ને ભૂતકાળ માં કોઈ રાજકીય પક્ષ બાકી નોહતો પોતાના તરફ ખેંચવામાં … પણ લોટરી લાગી નરેન્દ્ર મોદી ના ભાજપ ને ….
અધૂરા માં પૂરું જયાપ્રદા કેજરીવાલ ની સામે ચુંટણી લડશે , એ કદાચ જીતશે નહિ પણ કેજરીવાલ ને ફીણ ચોક્કસ પાડી દેશે ,અને બાકી નું કામ કદાચ શાઝીયા ઇલ્મી કરશે , કોંગ્રેસ ,કે માયાવતી કે સમાજવાદી પાર્ટી તો ખોવાઈ ગયા છે …
બહુ જ રસિક થતો જાય છે દિલ્લી નો જંગ ,દેશ એક નિશ્ચિત દિશા તરફ ગતિ કરી રહ્યો છે એવું ચિત્ર ઉભું થાય છે …નરેન્દ્ર મોદી ગુજરાત માં હતા એના કરતા ઘણા જુદા લાગે છે હવે ધીમે ધીમે … સંઘ નો કોઈ એક સમજેલો વિચારેલો એજન્ડા કામ કારી રહ્યો હોય એવું પ્રતીત થાય છે અને કુદરત સાથ આપી રહી છે.. આજ ની બીજી ઘટના લેન્ડીગ રેટ માં ૦.૨૫ % નો ઘટાડો કર્યો અને શેરબજારે જબરજસ્ત ફટાકડા ફોડી અને વધાવ્યું ૮૦૦ પોઈન્ટ નો એક દિવસ માં ઉછાળો …
બંધારણ ની કોઈ પણ કલમને કાઢી નાખવી હોય તો લોકસભા અને રાજ્યસભા માં ૨/૩ મેજોરીટી રાષ્ટ્રપતિ પદે અડવાણીજી અને દેશ ની ૧૫ વિધાનસભા માં બહુમતી જોઈએ …
ઘણા નજીક આવતા જાય છે મોદી સાહેબ આ કંડીશન ની …જોકે હજુ ઘણી મેહનત બાકી છે પણ જે રીતે આગળ જાય છે …મુશ્કિલ છે પણ નામુમકીન નથી …
જોઈએ આગળ શું થાય છે …
શુભ રાત્રી
શૈશવ વોરા