ગઈકાલે કેહવામાં આવ્યું ધર્માંતરણ પર લખો યાર … બહુ હોટ છે અત્યારે ..અને આજે સવાર સવારમાં કચ્છમાં જવાનું થયું … ગાડી માં ટાઈમ જ ટાઈમ મળી ગયો ….સવાર ના ૬.૧૫ છે ભોંભાખળુ થયું છે ….રેડિયા માં તાકડે જ રઘુપતિ રાઘવ રાજારામ ચાલુ થયું …..લો ઈશ્વરે કહી દીધું ધર્માંતરણ શું અને કેમ …!!!
ધર્મ એ મારા મતે કોઈ પણ મનુષ્ય ની બહુ જ આંતરિક બાબત છે ….ધર્મ એ શરીર થી જોડાયેલી વસ્તુ નથી એની સાથે એના આત્મા ના જોડાણ છે ….અને એ જોડાણ ત્યારેજ થાય જયારે ઊંડાણ આવે …
આપણે બહુ ફ્રીક્વન્ટલી બોલીએ છીએ મારી ને મુસલમાન બનાવીશ તો સાલો કાંદા ખાશે ….બળજબરી કે લાલચથી તમે શરીર વટલાવો ,મન કદાચ લાલચ ને વશ થાય પણ ખરું ..!
પણ આત્મા નું શું ..? મને તો કોઈ વટલાવે તો શું પામે ..? મહાદેવ ની શક્તિ ,ઠાકોરજી ની ભક્તિ અને મહાવીર ની અહિંસા …..લો આવો વટલાવવા….મારી રોજ ની મંદિર જવા ની ટેવ , યુરોપ ગયો ધંધા ના કામે ,નવું નવું હતું ચારે બાજુ એટલે ચાર દિવસ રખડ્યો મજા કરી ધંધો કર્યો , એક સાંજે કંટાળ્યો એકલો હતો ભગવાન યાદ આવ્યા .. એક કેથાડરલ દેખાયું ,બારણું ખોલી ને ઘુસી ગયો મોટો હોલ દસ પંદર જણા બેંચ પર બેઠા હતા ફાધર કઈક જર્મન માં બોલતા હતા … હું પણ ત્યાં બેઠો દ્વાદશ અક્ષરી મંત્ર મન માં રટવાનો ચાલુ કર્યો …મન ને ગજબ ની શાંતિ મળી , બે પાંચ ફોટા પડી અને પોણો કલાકે ફ્રેશ થઇ ને બહાર આવ્યો ….બીજા ચાર દિવસ ક્યાય જતા રહ્યા ..
આ દેશ સદીઓ થી જુદી જુદી રીતે અને પરંપરા ને લઇ ને જીવતો આવ્યો છે , હિંદુ કોઈ ધર્મ છે જ નહિ એ આ પેહલા પણ મેં ગઈ વગાડી ને કીધું એમ, હિંદુ જીવન કેમ જીવવું એ શીખવાડતી અને સમજાવતી પદ્ધતિ છે ,એક પરંપરા છે … એટલે કોઈ ને તમે વટલાવી ને હિંદુ બનાવો એ વાત પાયા માંથી જ ખોટી છે …હા તમે કોઈ ને હિંદુ કેમ જીવે છે અને હિંદુ પધ્ધતિ થી જીવન જીવવા ના ફાયદા કેટલા અને કેવા છે એ બતાવી અને હિંદુ પધ્ધતિ થી જીવન જીવતો કરી શકો …….
ધર્મ તો તમારું જીવન પાટે ચડે પછી જીવન માં સમજણ અને સુખશાંતિ આવે ત્યાર પછી નક્કી કરવા ની વાત છે,કે મારે ક્યા માર્ગે હવે આગળ વધી અને પરબ્રહ્મ, પરમાત્મા ને પામવું છે ..
શૈવ ,વૈષ્ણવ ,સનાતન ,જૈન ,બુદ્ધ ,ઇસ્લામ ,ક્રિશ્ચિયન ….ઓપ્શન ઘણા છે ..ધર્મ તો આત્મા ને પરમાત્મા તરફ લઇ જવા ના રસ્તા નું નામ છે … ઇસ્લામ બુતપરસ્તી ની ના પાડે , તો આપણા હિન્દુસ્તાન માં પણ મૂર્તિ પૂજા ને ના માની અને ફક્ત એકેશ્વર વાદ ને માનનારો મોટો વર્ગ છે …
ક્રીશ્ચિયાનીટી આત્મા ના અસ્તિત્વ ને સ્વીકારે છે, ચર્ચાઓ પણ કરે છે, પરમ પિતા ને પામવાની અને મળવાની વાત છે , પણ કન્ફયુઝન ઘણા છે એટલે ફાઈનલી મરી જાવ અને કબર માં સુઈ જાવ કયામત ના દિવસે તમને રૂબરૂ ભગવાન મળી જશે ,
આ જ વસ્તુ ઇસ્લામ માં છે ,પણ કોઈ નક્કર રસ્તો નથી બતાવતા ,અને ઇસ્લામ માં ચર્ચા કે વિચાર ની પરમીશન નથી અને અત્યાર ના સંજોગો માં કઈ નવો વિચાર ઇસ્લામ ના અનુયાયી માટે એટલે મોત , અમે કીધું એ ફાઈનલ બસ …..નહિ તો મારી નાખીશું .. તમને અમે મારીએ તો અમને જન્નત મળે કે ખુદા મળે .
જયારે ભરતખંડ માં એક સારી એવી વિચારધારા ડેવલપ થઇ …એની શરૂઆત પેહલા વિચાર ,પછી તર્ક ,મનન ,ચિંતન ,ધ્યાન ,યોગ અને પછી સમાધિ અને છેલ્લે મોક્ષ ..હવે આ જે રસ્તો છે અને આવા બીજા ઘણા રસ્તાઓ આપણા ઋષિ મુનીઓ એ શોધી અને આપણને આપ્યા છે ,આવું ઝીણું કામ બીજે ક્યાય થયું નથી , બુધ્ધીઝમ માં પણ ઘણા રસ્તા છે ,ભૂતાન અને જાપાન ના લામાઓ એ પેઢીઓ ના ભોગ આપ્યા છે બ્રહમાંડ ના રહસ્યો ને ઉજાગર કરવા અને બ્રહ્મ ને શોધવામાં , ઓવરઓલ અધ્યાત્મિક ઉત્થાન માટે પૂર્વ બાજુ જ જોવું પડે ..
હવે અત્યારના રાજકીય સીન ની વાત કરીએ સંઘ , વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પરિવર્તન ના નાના નાના ગતકડા કરી અને શિયાળા ઠંડીમાં ગરમી લેવા તાપણા કરે છે , વિશ્વ હિંદુ પરિષદ ને જાન માં કોઈ જાણે નહિ ને હું વર ની ફઈ જેવો ઘાટ છે … અને સંઘ ને તો જે કઈ ચાલી રહ્યું હોય એમાં ટિપ્પણો કરી ને છૂટી જવાની આદત , હેરાન પરેશાન થાય બિચારા નરેન્દ્ર મોદી…!
આટલા બધા કકળાટ માં ઇન્સોરંસ બીલ લટકી ગયું સંસદ માં ,પેલા બરાક ઓબામાં ૨૬ મી જાન્યુઆરી એ આવે છે બીજા ઘણા કામ સંસદ માં બાકી છે પણ અહિયાં કોને પડી છે ..? માયા મુલાયમ ને તો કઈ મળવું જોઈએ , પેલા સામ્યવાદી અને મમતા બેન ને દરેક વાત માં રીસકો ચડે અને સંસદ માથે લે … પણ તમે તો કૈક સમજો વરની ફઈઓ ….!! પણ આ વખતે ફૈબા ને મજા આવી ગઈ છે જે ઘર માં મેં ના પડી ત્યાં ત્યાં જ તમે લગન લીધા આના કરતા મારા જેઠ અડવાણી શું ખોટા હતા .. ? બસ આવો સરસ મોકો ક્યારે મળે તમે કહો..! હું તો આ લગન માં જો વાંધા ,ડખા ઉભા કરું મારા પિયરયા ઓ ને તો ખબર પડી દઉં કે પ્રસંગ માં ઘર ના માણસ ની કીમત ના કરો તો શું થાય …?? એટલે નરેન્દ્ર મોદી ને હેરાન કરવાની કરવાની અને કરવાની ..?ચુંટણી વખતે અને સત્તા માં આવ્યા પછી પણ અમને કોઈ પૂછતું જ નથી લો આવી જાવ …હવે જુઓ અમે શું કરીએ ..? શિવસેના બળતા માં ઘી નાખે આવો મોદી સાહેબ લાવો અમિત શાહ ને વચ્ચે હવે જોઈએ શું તોડી લો છો …સંઘ સર ચાલક સત્તા ઉપર અમે સતત હાવી છીએ એમ જત્તાવા… હિંદુ રાષ્ટ્ર ની અઠવાડિયે એકાદી ટાપસી પુરાવે … એટલે મોદી સાહેબ અને એમના સિપાસલારો તાપણા પર પાણી રેડ્યા કરે અને મીડિયા ને મુદ્દા મળી જાય …
બાકી કોઈ અત્યાર ના સંજોગો માં ચાન્સ નથી કે હિન્દુસ્તાન નો મુસલમાન કે ક્રીશચન વટલાઈ જાય અને તમારા માં ભળી જાય .. હું પેહલા પણ આ સવાલ પૂછી ચુક્યો છું , ફરી એકવાર સવાલ …વટલાઈ ને પાછા આવેલા… બ્રાહ્મણ માંથી મુસલમાન અને ફરી પાછો બ્રાહ્મણ થયેલા મુસલમાન ને શું અત્યારની પેઢી ના બ્રાહ્મણો બસ્સો વર્ષ પછી પોતાની જ્ઞાતિ માં લેશે …?બધા ના ભવા અને નાક ચડી જાય છે .. તો પછી આ ધર્માંતરણ કે પછી એને નવું નામ આપો માતાંતરણ નો મતલબ શું ..? સમાજ માં વર્ગ વિગ્રહ ની ખાઈ તો યથાવત જ રેહવા ની છે …પેહલા મારી ને મુસલમાન બનાયો હવે પાછો લાવો .. મુસલમાન બનાયો ત્યારે ક્યાં હતા ..? શું બધા ઇસ્લામ ના ગુણ જોઈ ને જ મુસલમાન બન્યા હતા ..? કે ક્રિશ્ચિયન બન્યા હતા ..?ક્યાંક તલવાર ની ધાર હતી તો ક્યાંક આપણા પોતાના ,પોતાની જાત પર રીવાજો અને પરંપરા ના નામે થતા જુલ્મો કારણભૂત નોહતા ..? બાવીસ વર્ષ નો છોકરો મરી ગયો જોડે વીસ વર્ષ ની વહુ ને ઢોલ નગારા સાથે સતી ના નામે ચિતા પર નોહતી ચડાવી ..? સમાજ ના એક મોટા વર્ગ ને આપણા બાપદાદાઓ એ ઉપેક્ષિત નોહતો રાખ્યો ..? તારા થી આ થાય અને ના થાય નહિ તો ભગવાન નારાજ થાય એમ કરી ને વર્ષો સુધી બીવડાવી અને જાત જાત ના ક્રિયા કાંડ અને રીત રીવાજો માથે નાખ્યા ,શું આ બધું ધર્માંતરણ માટે નું કારણ નોહતું ..? મુસલમાન થાવ એટલે સલામતી અને રીત રીવાજો માંથી છુટ્ટી ..આવું કઈ હતું એ વાત સાચી નહિ ..? નમાજ તો હજી ખુલ્લા મેદાન માં સાથે જ પઢાય છે કોઈ પાંચસો રૂપિયા નો વી આઈ પી પાસ કોઈ મસ્જીદે રાખ્યો હોય તેવું સાંભળ્યું નથી …
આપણે હજી સુધર્યા છીએ પણ વધુ સુધારવા ની જરૂર છે , ભગવાન ને બહુ બાંધી ના રાખો એમાં ને એમાં જ આ મોકાણો થઇ છે , છે એટલા કોપીરાઈટ ને પુરા કરી અને મંદિરો ને ખોલી નાખો …
હિન્દુસ્તાન ના મુસલમાન પાસે થી “રામ” શબ્દ આપણે લઇ લીધો પણ “હરામ” શબ્દ તો ફારસી ઉર્દુ બધા માં છે જ … જરૂર “હરામ” માં થી “હ” ને કાઢી ને “રામ” ને ફરી એસ્ટાબ્લીસ્ટ કરવાની …
સારા માં સારો રસ્તો એક જ છે તેત્રીસ કરોડ દેવી દેવતા ભેગા બે બીજા વધારા ના અપનાવી લો ..! અલ્લાહ અને જીસસને … પણ એમાં જોખમ છે આપણા ધર્મગુરુઓ ની દુકાન બંધ થઇ જાય છે ..ફાયદો જોતા નથી એ ડોબાઓ .. ત્યારે જે ૧૨૦ કરોડ લોકોમાંથી ખાલી સો કરોડ નું તમારું માર્કેટ છે બાપજીઓ ,એમાંથી જો તમે ધર્મગુરુ ઓ સમજે તો છસ્સો કરોડ નું તમારું માર્કેટ થાય …તમારા સો કરોડ માંથી સમજો કે દસ ટકા એ લોકો ખેચી ગયા તો પણ બીજા વધેલા પાંચસો ફરોડ માંથી દસ ટકા લોકો ને તમે ખેચી લાવો એટલે જુના સો કરોડ માંથી નેવું કરોડ અને નવા પચાસ કરોડ લોકો ટોટલ એકસો ચાલીસ કરોડ લોકો ……તો તમારો માર્કેટ શેર કેટલો બધો વધી જાય .. પચાસ કરોડ લોકો તમારી પાસે આવે સો કરોડ ની બદલે એકસો ચાલીસ કરોડ લોકો થઇ જાય … અત્યાર ના માર્કેટ માં સીધો ચાલીસ ટકા નો વધારો થાય … અને એમનેમ આ ચાલીસ ટકા માર્કેટ નો વધારો જોઈતો હોય તો ઓછા માં ઓછા ત્રીસ વર્ષ જાય અને મેહનત કેટલી ..?
જલદી કરો ધર્મગુરુઓ દરેક મદિર માં જીસસ મુકો અને એક ખૂણે લોબાન નો ધૂપ ચાલુ કરો … ગ્લોબલ માર્કેટિંગ ગોઠવો .. માર્કેટ શેર વધશે ..આવક વધશે … ટાપુ ના ટાપુઓ તમે લઇ શકશો, વિચારો હવાઈ માં કે કુકેત માં તમારા આશ્રમો હશે ….અને ઉપર થી આવા મતાંતર અને ધર્માંતરણ રાજકારણીઓ ના ગતકડા ને તો તમે ક્યાય છેદ ઉડાડી શકો એમ છો ….ગોઠવો ઇન્ટરનેશનલ માર્કેટિંગ .
ગજબ ના એસ એમ એસ ફરતા થયા છે આ માતાંતરણ ના … હું માનું કે જેને તમે અત્યારે વટલાવશો એ તો જે હતો એજ રેહવા નો એના સંતાનો જન્મે , એ નવા ધર્મ માં ભળશે ….બાકી હિંદુ રાષ્ટ્ર માટે તો બંધારણમાં ફેરફાર કરવા પડે એ માટે બંને સદન માં બે તૃતીયાંશ બહુમતી ,પંદર વિધાનસભા માં બહુમતી અને એલ કે અડવાણી ને રાષ્ટ્રપતિ બનાવવા પડે , રાહ જુઓ આમનું આમ ચાલશે તો વાંધો નહિ આવે ૨૦૧૭માં બધું થઇ જશે ……ઝારખંડ જીત્યા અને કાશ્મીર માં અટક્યા ..
શૈશવ વોરા