ધાબુ અને ધાબા પર ની ઊંઘ…….!!!વર્ષો વીતી ગયા એ એક ઊંઘ ની સવાર ને ..!
લાઈન બંધ એ ખાનપુર ના ધાબા અને પ્રેમાળ અડોશ પડોશ …. નદી પર થી આવતો મસ્ત મંદ મંદ ઠંડો પવન ….. નહવડાવી ..નાઈટ ડ્રેસ પેહરાવી અને મમ્મી બધાને ધાબે લઇ જાય અને વેહલા પાથરેલી ઠંડી થયેલી પથારી માં નાના ભાઈ બેન સાથે તોફાન મસ્તી કરતા, સુતા પેહલાની પ્રાથના ગાતા, આકાશ ના તારા ગણતા વેહલી પડે સવાર ……!!!
ઓ ઈશ્વર ભજીયે તને …!!
મોટું છે તુજ નામ … !!
ગુણ તારા નિત ગાઈએ ..!!
શુભ રાત્રી
– શૈશવ વોરા