Parents are always poor than children. ..!!!
વડીલ મિત્ર એ શીખવાડેલી આ વાત …. !!!કોઈ પણ વાત ને સામાન્યત: ક્રોસ કરવાની અને થોડું ઊંડા ઉતરવા ની આદત … એટલે તે વડીલ મિત્ર ને જ કહ્યું સમજાવો . …
તેમના શબ્દો માં તારા પપ્પા મમ્મી હમેશા તારા કરતા ગરીબ જ હોય છે. … કેમ કે આજે જીવન ના અઠ્યાવીસ માં વર્ષે અત્યારે તારી જે આવક કમાણી છે. …તે જ રકમ તારા પપ્પા એ એમના જીવન ના અઠયાવીસ માં વર્ષે જોઈ પણ નોતી અને વિચારી પણ નહિ હોય ….. ….!!
હા અત્યારે તેમની પાસે મિલકત ચોક્કસ તારા થી વધુ હશે …..પણ તે માલ મિલકત ને તેમની ઢળતી ઉમર ખાઈ જશે અને તારી પાસે ચડતા દિવસો છે ……ને એમના ઢળતા ….. છેવટે એમની મિલકત તારી થશે અને તારી પણ તારી પોતાની એટલે તું તારા માં બાપ કરતા વધારે રૂપિયા વાળો થયો કે નહિ ?
મારે કાન પકડવા પડ્યા હા કાકા તું સાચો … પછી જે વાત કીધી એનો અમલ બહુ જ અઘરો છે પણ કોશિશ ચોક્કસ કરાય …!!!!
દીકરા હવે એકલા રૂપિયા કમાયે નહિ ચાલે માં બાપ ના શોખ ઈચ્છાઓ જરૂરિયાતો અને તેમની આકાંક્ષા ને સમજો ઓળખો … !!!!અને તેને પૂરી કરવાનો પ્રયત્ન કરો …!!! બાયડી છોકરા ની અને પોતાની ઈચ્છા શોખ તો આખું ગામ પૂરું કરે માં બાપ ના કરો ત્યારે સાચા બેટમજી … !!!
માંબાપ ને એમની ગરીબી ક્યારેય ના બતાડતો … !!!
જોરદાર ઝાપટ પડી હતી ત્યારે….. નવી ગાડી લીધા નો નશો સાલા ડોકરા એ ઝાટકે ઉતારી નાખ્યો હતો .. !!!પણ આજે જીવન ના ચુમાલીસ માં વર્ષે બે છોકરા ના બાપ થયા પછી કાકા અક્ષરશ: સાચા લાગે છે …!!!!
મધર ડે અને ફાધર ડે ના કાર્ડ મોકલવા કે ફોન કે ફેસબુક પર વિશ મુકવી બહુ જ સેહલી છે પણ કાકા એ કીધેલી એક પણ વસ્તુ કરવી બહુજ અઘરી છે ભલે જન્મ્યા ત્યાર થી માં બાપ ની સાથે જ રેહતા હો….!!
Parents ..હમેશા એવુજ ઈચ્છતા હોય કે તેમના સંતાનો તેમના થી આગળ જ જાય………અને જો ન જાય તો તેમની પરવરીશ માં ખામી …. પણ એ આગળ જવાના આશીર્વાદ ને ઘણા લોકો મૂરખ કહે છે … કોલેજ માં હતા ત્યારે કેટલાક મિત્રો … જવાદે ને બે યાર મારો બાપો તો સાવ …@#××× અને છોકરીયો … મારી માં તો સાવ નકામી છે .. અડધા ઘર નું કામ મારી પાસે કરાવે છે અને તોડાઈ નાખે છે…………હવે એ બધા ખંડેરો ને ખબર પડી કે એની માં તેને આવનારી જિંદગી માટે તૈયાર કરતી હતી અને બાપો તને રૂપિયા કેમ બચાવાય એની
ટ્રેનીગ આપતો હતો … !!!
પેલું લગભગ બધા બેસણા માં વાગતું ગીત … !!!
ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો ….
અલ્યા જીવતા હતા ત્યારે યાદ રાખાવતા ને … પછી પાછો કે પછી બે ચાર મહિના આ ગીત ની કોલર ટયુન રાખે ..
With this note …
Wishing all of you happy mother’s day. … and please pray for me so that i can do at least something for my parents specially for mom .
– શૈશવ વોરા