કાલે સરખેજ નો રોજો જોવા નો મોકો મળ્યો …..
ધ્રાંગધ્રા ના પત્થરો સાથે વાત કરવા નો અવસર મળ્યો …!!!
ગુજરાત ના લગભગ જેટલા સ્થાપત્યો છે જેવા કે મોઢેરા નું સૂર્યમંદિર રાણકી વાવ અડાલજ ની વાવ થી લઇ ને જુનાગઢ નો ગઢ બધાજ લગભગ બધાજ સ્થાપત્યો આશરે છસ્સો થી આઠસો વર્ષ જુના છે તેમાં ધ્રાંગધ્રા ના પીળા પત્થરો નો બહોળા પ્રમાણ માં ઉપયોગ છે ક્યાંક આરસ માં પણ કારીગરી જોવા મળે છે ……
પત્થર સાથે જયારે પણ વાત કરી છે ત્યારે દરેક સવાલ નો તેણે સાચો જવાબ જ આપ્યો છે , તે પણ સંપુર્ણ બિનસાંપ્રદાયિક અને પ્રમાણિક થઇ ને …!
કોઈ કે તેને ઈશ્વર બનાવી ને પૂજા કરી છે…. તો કોઈ કે તેની ઈમારત બનાવી ને તેની વચ્ચે બેસી ને અલ્લાહ ની ઈબાદત કરી છે …..
બિચારો ધ્રાંગધ્રા નો પત્થર …!!! એના ના નસીબ માં તો સાક્ષી તરીકે જોવા જ નું આવ્યું …..!!!
અને આવતા જતા ટોળા માંથી માણસ શોધવાનું કામ જ આવ્યું….!!!
કોઈ કે તેને મેહનત કરી કંડાર્યો અને કોઈ કે તેના નાક કાન કાપ્યા….!
બારસો પંદરસો વર્ષ નું આયુષ્ય તો પણ બાપડો અને બિચારો …..!!
તો પછી ખાણ માં શું ખોટો હતો ?
ઘાટ ઘડિયા જુજવા ….
અંતે તો હેમ નું હેમ ….
શુભ રાત્રી
– શૈશવ વોરા