ગણેશ ચતુર્થી … લોકમાન્ય તિલક ધ્વારા ચાલુ કરવા માં આવેલી પરંપરા એ આખા દેશ મા ધુમ મચાવી દીધી.. છેલ્લા એક દસકા માં બહુજ ફેલાયો આ તેહવાર ….ગુજરાત માં વડોદરા થી આગળ આ તેહવાર નોહતો.. આદિદેવ માં ગણેશ ની ગણના થાય ….જો કે હમણા થોડા નવા દેવી દેવતા પણ ઉમેરાયા છે… જેમાં દશામાં ટોપ પર છે…. સિતેર ના દાયકા માં જે દબદબો સંતોષી માતા એ ભોગવતા તે દબદબો દશામાં અત્યારે ભોગવી રહયા છે…અને બીજી એનટરી સાંઇબાબા ની છે…
નવરાત્રી નો ઘેર ઘેર લેવાતો ગરબો ભુલાયો છે … અથવા ઓછો થયો છે … કારણ જોઇએ તો થોડી વધારે પડતી ટેકનીકાલીટી ઘુસી હતી ગરબો ઘેર લેવા માં…. ઘેર ગરબો લીધો હોય તો ફલાણુ તો જ કરવુ જ પડે અને આમ ના થાય અને તેમ જ થાય… ઉપવાસ એકટાણાં અને બીજા વધારા ના રીત રિવાજો ઘુસી ગયા …જેને કારણે મોટા ભાગ ના ઘરો મા ગરબો ઘેર લેવાની પરંપરા જતી રહી… તેહવાર મજા કરવા અને આનંદ કરવા માટે હોય છે….એની બદલે જો સટેરસ આપે તો એ તેહવાર ઓછો થાય …
ગણપતિ ના કેસ મા દસ દિવસ મોજ જ કરવા ની એટલે વધુ લોકપ્રિય થઇ ગયો આ તેહવાર ….
બીજી વાત કરીએ તો ક્રિસમસ ની ….જાન મા કોઇ જાણે નહી ને હું વર ની ફુઇ … એવો ઘાટ છે… દુર દુર સુધી ક્રિશ્ચિયનિટી જોડે નો સંબંધ ના હોય પણ થર્ટ ફર્સ્ટ તો ઉજવવા ની જ … કેમ તો કે દારુ પિવાય ….એક જ તેહવાર જેમા દારુ પિવા ની છુટ જાણે જીસસ કહી ને ગયા …જેમ કૃષ્ણ જુગાર રમવાનુ કહી ગયા….આખુ મલક ઘેલુ થાય ને રોડ પર નાચે ….અને પોલીસ મારી ને ઘેર કાઢે ત્યારે જાય … નવા તેહવાર અને નવા ભગવાન …કેમ જરુર પડી..??
એક ની એક પરંપરા થી જનતા કંટાળે છે … ખાસ કરી ને વધુ તકલીફ મા જીવતો લોઅર મિડલ કલાસ અને લોઅર કલાસ …ભગવાન એવાજ હોવા જોઇએ જે ફળ આપે પ્રસાદ આપે …એટલે જયારે જુના ભગવાન ફળ ના આપે કે આપવા મા વાર લગાડે એટલે નવા ભગવાન કે મંદિર પકડાઇ જાય….અને જો કાગ નુ બેસવુ ને ડાળ નુ પડવુ થાય પત્યું ….નવા ભગવાન કે માતાજી હિટ… લાઈનો લાગી જાય….
સમય ની સાથે દરેક ભગવાન ના એજન્ટો જો થોડો ફેરફાર કરતા રહે તો દુકાન ચાલે …ભગવાન પણ ચાલે … આઉટડેટ જલદી ના થાય …બાકી કોમ્પીટીશન ફુલ છે …. ગણેશ નો ફાળો લઇ ગયા નવરાત્રિ માં હવે ના દેખાતા..
હશે ત્યારે જેન જેમા મજા આવે તે તે કરે…. કાલે પારણા નો દિવસ … દોડો સવાર થી… મિછછામી દુકડમ…બધાને અને પાછા લોકો ના કાલ થી લોહી પીવા ના ચાલુ … ગણેશ એક વિઘ્ન હરે તો બીજુ પકડાવાનુ એ પણ નવરા ના રેહવા જોઇએ..
શુભ રાત્રી
– શૈશવ વોરા