મીનાબેન સતત બોલતા રહ્યા ..તમે કાચા પડ્યા,તમારા દીકરાનો વિશ્વાસ જીતવામાં ,પણ હજી સમય છે વિરલ ઉપર ગુસ્સો કરવાને બદલે નીરજા અને વિરલ ને સાથે બેસાડો ,કાલે નાથદ્વારાથી ચાલો ત્યાંથી આપડે ચાર જ ફક્ત , જયપુર જતા રહીએ , ચાર જણા સાથે સમય વિતાવીએ .. ગાંડાવેડા બંધ કર મીના પરમદિવસે મારે સીએમ ના બંગલે ડીનર છે …. મીનાબેન એ નિસાસો નાખ્યો … બસ આ જ તકલીફ છે ને તમારી ડીએમ તમારે રોજ કઈ નું કઈ હોય છે … ખબર છે આવી રીતે કેટલા વર્ષો ગયા ..??મીના હવે ઈનફ થયું છે તે અને વસુએ બહુ મને હલાવ્યો છે .. આજે આ ટોપિક પર હું વાત નહિ કરું મને સખત માથું ચડ્યું છે …હું ભોલુ ના બેડરૂમમાં જાઉં છું … જાગતો હોઉં તો ખીચડી ખાઈશ નહિ તો કાલે વેહલા સવરે પાંચ વાગે નીકળીશું .. અરે પણ હજી તો સાડા આઠ જ થાય છે ડીએમ , જમી લો ને .. ડીએમ એ કીધું ના પાડીને ….બસ આટલું બોલી અને ડીએમ ઉપર ના માળે ભોલુ ના બેડરૂમમાં સુવા જતો રહ્યો …
મીનાબેન વસુંધરા પાસે ગયા બોલ્યા … વસુ ભોલુ જોડે વાત થઇ ..? હા મીનાબેન મેં વાત કરી એ લોકો નાથદ્વારા પોહચી ગયા છે ,મેં બધી વાત કરી છે અને નીલેશ વિરલ સાથે વાત કરતો જ હશે બધું શાંત પડી જશે ધીમે ધીમે ….ક્યારે જમવું છે આપણે બેન ..? એટલે હું મહારાજ ને એ પ્રમાણે કહું .. બને એટલું જલ્દી સવારે વેહલું ઉઠવાનું છે , ડ્રાઈવરોને પણ કહી દેજો એટલે એ લોકો વેહલા ઉઠે .. અરે મીનાબેન એ બધા ટેવાયેલા છે , ડીએમ ની જોડે દર પૂનમે નાથદ્વારા જાય છે ….છતાંય હું કહી દઉં છું …
નાથદ્વારામાં વિરલ અને નીલેશ ઉર્ફે ભોલુ જમી અને દામોદરધામના ધાબે બેઠા , સારી ઠંડક હતી …. ભોલુએ વાત ઉખેળી , અમદાવાદમાં થયેલી બધી વાત એને એની પત્ની વસુંધરા સાથે ફોન પર થઇ હતી ,ડીએમની મદદથી જ નીલેશ આગળ આવ્યો હતો , એનો ધંધો ઘણો બધો ડીએમ ઉપર ડીપેન્ડ હતો , અને વાર તેહાવરે ભીડ આવે ત્યારે નીલેશ ડીએમ પાસેથી બે ચાર કરોડ રૂપિયા લાવતો , કે ડીએમની ગેરેંટી વાપરતો ,પણ નીરજા અને ડીએમ ના છાપે ચડવાના કાંડ પછી એ અને વસુ કંટાળ્યા હતા , કોઈ જો પરમેનેન્ટ સોલ્યુશન મળતું હોત તો શોધવાની ફિરાકમાં હતા , અને આજે મોકો મળ્યો હતો , અને એ અને વસુ મોકો ચૂકવા નોહતા માંગતા , એટલે એણે વિરલ સાથે વાત આગળ વધારવાનું નક્કી કર્યું ..બોલ વિરલ શુપ્રોબ્લેમ છે તને નીરજાથી ..? જો ભોલુમામુ મને કોઈ પ્રોબ્લેમ નથી એની લાઈફ છે એને જે કરવું હોય તે કરે મારે શું ..? હું તો બચપનથી જ ટેવાયેલો છું ,આખુ અમદાવાદ મને પેલી ..નો ..ભાઈ… થી બોલાવતું … શું કહું મામુ એવા એવા નામથી મને લોકો બોલાવે છે , સ્કુલમાં હતો ત્યારથી નીરજા ક્યારેય કોઈ છોકરી સાથે નોહતી બેસતી , હમેશા છોકરાઓ જ એની આજુબાજુ ફરતા હોય , પણ બેટા તું સ્કુલમાં ગયો ત્યારે તો એ બહુ મોટી હતી .. એ જ તો તક્લીફ હતી ને હું મોટો હોત તો બધા હરામીઓને મારી મારીને પતાવી દીધા હોત.. પણ એક વાત કહું મામુ બહુ જ લાઈફ સ્પોઈલ કરી નીરજાએ …કેટલા બધા અફેર કર્યા છે …મને તો હવે શરમ આવે છે, એને મારી બેહન કેહતા …CONT..12
No Comments