વિરલ એકદમ સુનમુન થઇ ગયો , એણે આવી કોઈ પરિસ્થિતિ નો વિચાર સુધ્ધા નોહતો કર્યો .. જો હમણાં ડીએમ આવશે ,અને જે કહે ચુપચાપ સાંભળી લેજે , સામો ના થતો , એ તારા ડેડી છે અને નીરજાને તારા કરતા વધારે પ્રેમ કરે છે … ડીએમ અત્યારે પાગલ થઇ ગયા હશે ,હજી જો ડીએમને ખબર પડશે કે નીરજાએ સુસાઇડનો ટ્રાય કર્યો તો એ તને ગોળી મારતા નહિ અચકાય , વિરલ તારા બાપની ઓકાત તને ખબર નથી , ખાલી રૂપિયા નહિ બેટા, કોઈ લેવલ બાકી નથી આ દેશમાં કે જેને ડીએમ ટચ ના કરી શકે એમ હોય .. ચુપચાપ મીનાબેનની પાછળ સંતાઈ જજે..જેટલી ગાળો કે માર પડે એ હવે તારે સહન કર્યે જ છૂટકો છે ….
ડીએમ ઉર્ફે દિનેશ મોદી …એક હજાર કરોડની લીક્વીડીટી અને દસ હજાર કરોડની પ્રોપર્ટી ધરાવતો માલેતુજાર હતો ..એની પત્ની મીના ઉર્ફે મીનાક્ષી ..એક જમાનામાં રૂપનો કટકો કેહવાતી.. પણ લોકો એવું કેહતા કે ડીએમ ને બે હાથમાં લાડવા છે ઘેર મીના અને બહાર વસુ .. કેહવત સાળી આધી ઘરવાળીની છે , પણ ડીએમ એ તો સાળી નથી તો સાળાવેલી ને અડધી ઘરવાળી બનાવી દીધી …..
ડીએમની એક જ દુખતી કે નબળી નસ હતી એની દીકરી નીરજા .. જે દિવસે નીરજા જન્મી એ દિવસથી ડીએમ એ પાછું વાળીને ક્યારેય નોહતું જોયું અને એ વાત એના મગજમાં એકદમ ઘર કરી ગઈ હતી..કે મારો પૈસો નીરજા ના પગલે છે.. નીરજાનો પડ્યો બોલ ઝીલતો ઘરમાં ક્યારેક મીના અટકાવે તો દસ ગણું કરીને ડીએમ લાવે .. ખુબ પૈસો અને ખુબ સ્વતંત્રતા … અને આ બને વસ્તુઓ એ નીરજા ને હવે એક બહુ મોટી એકલતા ની ખીણમાં ધકેલી દીધી હતી ….નીરજા એ પણ બાપની જેમ ઘણું બધું રૂપિયાથી ખરીદવાની કોશિશ કરી હતી …
રૂમમાં વસુંધરા એ પૂછ્યું શું થયું બેટા ..?આજે હવે મને વાત કર .. આટલા વર્ષમાં અમે ક્યારેય તમારા ફેમીલીમાં કશું બોલ્યા નથી .પણ બેટા તું આવું એકસ્ટ્રીમ સ્ટેપ લેવા સુધી પોહચી જાય તો હવે અમે ચુપ ના રહી શકીએ ..તું એકલી ડીએમ અને મીનાબેનની દીકરી નથી તું અમાર્રી પણ દીકરી છે , અને મને ભગવાને ક્યાં દીકરી આપી છે ..?? મારે તો જે ગણ એ તું જ છે નીરજા , મારા દીકરા તને કઈ થાય તો યાદ રાખ આ તારી વસુમામી નહિ જીવે … બોલ મારા બેટા શું થયું હતું ..?? નીરજા કઈ ના બોલી ..વસુંધરા આગળ ચલાવ્યું ..નીરજા મારા બેટા દીકરા મોઢું ખોલ .. ક્યારેક તો મોઢું ખોલ આમ ચુપ ના રહે , ડીએમ આવતા હશે બેટા .. વિરલને મારી નાખશે ડીએમ .. બેટા નીરજા તને ખબર છે ને ડીએમની ગાડીમાં રીવોલ્વોર હોય છે બેટા , અને ડીએમ નો ગુસ્સો અને તારા માટેનો પ્રેમ બેટા બંને આંધળા છે …વસુંધરા નીરજાને બેટા બેટા કરતી રહી પણ નીરજા એ એક હરફ ના ઉચ્ચાર્યો , તું બોલ નહિ તો તારા ભોલુમામાને કહું કે વિરલ ને લઈને ક્યાંક ભાગી જાય .. બેટા અમારે તો નીરજા અને વિરલ બને જોઈએ .. તમારા વિના મારા સ્મિતનું દુનિયા માં કોણ છે ..?? બેટા બોલ … નીરજા કઈ બોલી જ નહિ નીચું જોઈ રહી,વસુંધરા કાલાવાલા કરતી રહી પણ નીરજા ટસ ની મસ ના થઇ, એના મોઢા પરની કરડાકી જોઈ અને CONT..5
No Comments