અત્યાર સુધી મીનાબેન ચુપચાપ હતા , દોડી અને એ બંને પાસે ગયા અને રડવા માંડ્યા .. ડીએમએ રીતસર ધક્કો માર્યો ..આઘી ખાસ અને તું રડીશ નહિ , નાટક ના કર , મને આ બધું તારા લાડકાના કારસ્તાન લાગે છે …પેહલી વાર મીનાબેનએ મોઢું ખોલ્યું અને થોડા દર્દ અને ચીસો પડતા બોલવાનું ચાલુ કર્યું આટલા વર્ષોથી તો હું ચુપ છું તારો લાડકો અને મારી લાડકી … ડીએમ બંધ કરો આ બધું , તમને કહી કહી ને થાકી … વિરલને કઈ મેં એકલીએ નથી જણ્યો , અને આ નીજુ ને તમે એકલાએ .. આ બંને છોકરા આપણા છે ડીએમ ,આપણા .. બંધ કરો આ બધું , ક્યાં સુધી તમે આ બધું કરશો અને મારી પાસે કરાવશો ..?? મારે તો આ બે છોકરા મારી બે આંખ છે , હવે તો એક કામ કરો તમે મને જ મારી નાખો મારાથી જ નથી જીવાતુ આવી રીતે ડીએમ , દીકરો મારો અને દીકરી તમારી .. તમને ક્યાં ભાન છે કે એક માંને દીકરી કેટલી વહાલી હોય..?? એકદમ ડીએમ ચુપ થઇ ગયો મીનાનું આવું સ્વરૂપ જોઈ ને … વસુંધરા એ હિમત કરી બોલવાની… ડીએમ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન રીવોલ્વોર કે અતિશય લાડ પ્રેમના હોય ક્યારે દીકરી જોડે એના મિત્ર થઇને વાત કરો ….બોલ નીરજા શું થયું હતું ..?? ડીએમને થોડો નરમ જોઇને નીરજા બોલી …શું શું નોહતું થયું એમ પૂછો ..?? શું નથી થયું મારી સાથે ..?? સ્કુલમાં હતી ત્યારે હું ટાઈમ થતી , તો પણ વિરલ મારા ક્લાસના છોકરાને કહી દેતો અને બધા છોકરા મને ચીડવતા …ત્યારનો આ તમારો છોકરો મારો લોહી પીવે છે …વસુંધરા સહેજ આંખો ઝીણી કરીને બોલી બેટા નીરજા વિરલ તારાથી છ વર્ષ નાનો છે એને શું ભાન હોય ..?? તું ખોટું બોલે છે .. સરખી વાત કર શું થયું હતું ..?? ડીએમ સહેજ ખસિયાણો પડી ગયો એના માટે આવું કન્વરશેશન તદ્દન નવું જ હતું ,વસુંધરાએ પકડી રાખ્યું …તું જુઠ્ઠું બોલે છે નીરજા , ક્યારે થયું હતું બોલ આવું નીરજા ..?? હું એઈઠથમાં હતી ત્યારે ..?? વસુંધરા બોલી નીરજા તું આઠમાં ધોરણમાં હતી ને ત્યારે તો વિરલ બીજા ધોરણમાં હતો એને શું ભાન હોય બોલ ..?? વિચાર શું થયું હતું ..?? મને ખબર નથી પણ મારા ક્લાસના પેલા દેવમએ એને સ્કુલ બસમાં પૂછ્યું હતું અને એણે હા પાડી હતી .વસુંધરા બોલી નીરજા થોડી સેન્સીબલ વાત કર બેટા …એ બાળક વિરલે કઈ બીજી વાતમાં હા પાડી હશે અને તે પકડી લીધું …બીજું શું કર્યું હતું …વિરલે ?? વસુંધરાને આજે નીરજાના મનમાં જેટલા કાંટા હતા એ બધા જ કાઢી નાખવા હતા …નીરજા બોલ તો … વસુમામી આખી ક્લાસના બધા છોકરા મારા માટે અફવા ઉડાવતા … કે હું એની જોડે ચાલુ છું …પણ હકીકત એ છે કે મેં ક્યારેય કોઈ છોકરા સાથે એ ઇન્ટેન્સથી વાત જ નથી કરી …અને કોઈ પણ છોકરી ક્લાસમાં મારી સાથે વાત કરવા તૈયાર નોહતી , વસુંધરા બોલી …નીરજા બેટા તારે આ વાત તો તારે મને કે તારી મમ્મીને ત્યારે કેહવી જોઈતી હતી … અત્યારે આટલા વર્ષે શું છે ..?? બેટા નીરજા આ છોકરાની જાત જ એવી હોય છે ,, છોકરો ચૌદ વર્ષ નો થાયને એટલે એને એની માંબેન સિવાય દુનિયાની તમામ સ્ત્રીમાં એ શરીર સુખનો આનંદ શોધતો થઇ જાય .. એમાં વાંક કુદરતનો છે …CONT..7
No Comments