ભારત નુ ઓસ્ટ્રેલીયા સાથે ન્યુકિલયર ડીલ થયુ…
જે ન્યુકિલયર ડીલ માટે આખે આખી સરકાર નો ભોગ આપ્યો હતો અને એ ડીલ ને કેવી કચરા ના ટોપલા મા નાખવી પડી ….. એ ડીલ માં જેવી હલકાઇ હતી અેવી આમા ના હોય તેવી આશા….
સખત એનર્જી ના દુકાળ થી આખે આખુ ભારતવર્ષ પિડાય છે…. કોલસો ખાણો મા રહ્યો નથી … જળ વિદ્યુત એટલી છે નહિ .. ન્યુકિલયર એનર્જી સિવાય રસ્તો જ નથી બચ્યો …બધા ને કહીએ છીએ અમારા દેશ મા કારખાના નાખો પણ ચલાવશો શેના થી …. ???
ન્યુક્લિયર એનર્જી નો સૌથી મોટો ખતરો અકસ્માત નો છે. . દેશ નો કોઇ ખુણો વસતી વિના નો નથી.. અને કોઇ પણ ન્યુકિલયર રિએકટર સખત રેડિએશન વાળુ પાણી છોડે…આ બધુ કયા નાખશું? કરાર ઘણા થાય છે પણ આવા પાયા ના સવાલો માં આવી ને અટકે છે … અમેરિકા
એરિઝોના ના રણ મા દાટે છે રેડિએશન વાળો કચરો અને રશિયા સાયબેરિયા મા … આપણે કયાં દાટવો આ કચરો… ??? બીજો મોટો પ્રાણ પ્રશ્ન છે અકસ્માત નો … એક પણ અકસ્માત ચેરનીબલ જેવો આપણે ત્યાં બે પાચ કરોડ જિંદગી લઇ ને જાય અને આવનારી પેઢી કેટલી પતાવે એનો કોઇ અંદાજ નથી..
એક પોઝીટીવ દલીલ છે. ટ્રોમ્બે નુ રિએકટર આપણુ પોતાનુ બનાવેલુ છે…અને આટલા વરસો થી સલામત છે. ..તો ભાભા ઍટોમીક ની ઉપર જ ભરોસો મુકી જાતે જ બનાવો ….ખાલી બહાર થી યુરેનીયમ ખરીદવા નુ …
ખાટલે મોટી ખોડ ત્યાં જ આવે છે સારી કવોલિટી નુ યુરેનીયમ મારા વાલા એકે આપવા તૈયાર નથી…અમેરિકા ,રશિયા ફ્રાન્સ કે ઓસ્ટ્રેલીયા ….
બધા ને આપણે ત્યાં અણુ મથકો બનાવા છે … અને અકસ્માત થાય તો ખાલી ૫૦૦ કરોડ રૂપિયા આપી ને છુટી પડવુ છે… બે કરોડ જિંદગી ની કિંમત ફક્ત ૫૦૦ કરોડ .. ઓછા મા ઓછી પાંચ હજાર એકર તો જમીન જ આવો એક અકસ્માત વાંઝણી કરી મુકે … અને બીજુ માલ નુ નુકસાન જુદુ એક અંદાજ પ્રમાણે કોઇ પણ અણુમથક નો અકસ્માત જો ચેરનીબલ લેવલ નો હોય તો એક લાખ કરોડ રુપિયા થી ઓછુ નુકસાન દેશ ને ના પડે.. એના થી વધે પણ ઘટે નહી….
અણુમથકો ને બાંધી અને સાચવવા નો પણ મોટો પ્રોબ્લેમ છે…. કરારો થાય છે પણ એટલે જ અમલ થતો નથી…વાત અહિયા આવી ને અટકે છે… એટલે સોલાર એનર્જી પર જોર નાખ્યું ..પણ સખત મોંઘી પડે છે. . પવન ચકકી ઓ પણ વાયેબલ નથી થતી ….અને દેશ ની પાવર ની ભુખ સખત વધતી જાય છે ….
જોઇએ ચતર સુજાણ સાહેબ શું રસ્તો કાઢે છે.. સરદારજી તો લમણા લઇ લઇ ને થાકી ગયા…
શુભ રાત્રી
– શૈશવ વોરા