પડઘમ વાગવા ના ચાલુ થઇ ગયા છે ૨૬ મી જાન્યુઆરી ના …
શરણાઈ ના સુર છેડાયા છે ને ,નોબતો વાગી રહી છે ,આંગણે રૂડો અવસર આવ્યો છે ને , મોદી સાહેબે આમંત્રણ મોકલ્યું અને માસીના દીકરાના લગન હોય અને હું ના હોઉં … એવું તો કેવી રીતે બને ..? મારે તો જવું જ પડે તમતમારે બિલકુલ ચિંતા ના કરો હું અને તમારા મિશેલ ભાભી ચોક્કસ આવી જઈશું ..એવો સંદેશો ઓવલ ઓફીસ માંથી સાઉથ બ્લોકમાં આવી ગયો … હૈયે હરખ ના હાર બંધાઈ ગયા , મોટા ભાઈ ભાભી આવે એ પેહલા નાના ભાઈ પણ વાઇબ્રન્ટ માં આંટો મારી ગયા અને બધું પાકું કરી ગયા ,અને આડોશી પાડોશી ના પેટ માં તેલ રેડાયું… આવડો મોટો માણસ એક ફોનથી આવી ગયો ..મારું બેટું બહુ કેહવાય….
પણ જેટલો મોટો જણ આવે એને સાચવવો એ મોટો માથા નો દુખાવો છે …એમના અંગરક્ષકો એ કીધું કે અમારા રાજા આવશે પણ તમારે એમની ઉપર થી હવાઈ જહાજ નહિ ઉડાડવા ના …એ તમારી ગાડી માં નહિ બેસે , એમને અમે લોકો જ રક્ષણ પૂરું પાડીશું …વગેરે વગેરે ..રોજ નવું કૈક લફરું ઉભું કરે છે … અમેરિકન સિક્યુરીટી એજન્સી …
ભાઈ તમે મોટા માણસ ખરા પણ અમારે પણ કઈ આત્મસન્માન જેવી વસ્તુ ખરી કે નહિ ..? તમે કહો એટલે અમારાથી રાજપથ ને અને રાયસીના હિલ્સને , નોફ્લાઈંગ ઝોન ડીકલેર ના થાય ….અમારી સેનાની ત્રણે પાંખો એમના કર્તવ બતાવે છે પરેડમાં , અને નો ફ્લાઈંગ ઝોન ડીકલેર કરો તો મીગ અને સુખોઈ ને શું અમારે તબેલા માં મુકી રાખવા ના ..? ૨૬ જાન્યુઆરી સિવાય તો અમે એમ પણ એમને બહુ કામ માં લેતા નથી …..
ચોપાટ બિછાઈ છે ભારત નું મીડિયા દિલ્લી ની ચુંટણી માં બીઝી છે , જીમ કેરી આવી ને ગયા અને આદત પ્રમાણે અહી થી સીધા ઇસ્લામાબાદ થઇ ને જ પાછા ગયા ..અને એનો જવાબ કદાચ જી પાર્થસારથી ને વિદેશ મંત્રાલય માં સલાહકાર તરીકે ગોઠવી અને ૨૬ જાન્યુઆરી પેહલા આપવામાં આવશે… પાકિસ્તાન માં રાજદૂત તરીકે રહેલા પાર્થસારથી એક હાર્ડ લાઈનર તરીકે જાણીતા છે … અને અમેરિકા ના ડબલ સ્તાન્દર્દ નો એક મક્કમ જવાબ હશે …. મોદી સાહેબ પાસે થી એક અપેક્ષા રખાય કે જેમ ગુજરાત માંથી કોમી તોફાનો ને દેશવટો આપ્યો એમ પાકિસ્તાન નામ ના શુળ માંથી છુટકારો અપાવે … થોડું વધારે પડતું છે પણ …માસી ના દીકરા જયારે એક ફોન થી આવે જ છે ત્યારે કૈક કુકરી રમતી મુકવા જેવી ખરી ….
અત્યારે માસીયાઈ ભાઈ તો એમની ગરજે આવે છે …ભારત સરકાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ વધારતી જાય છે , છેલ્લા ત્રણ વર્ષ થી કોઈ મોટી શસ્ત્રો ની ડીલ થઇ નથી, એટલે ભારત સરકાર ના ખિસ્સા માં અત્યારે ગરમી છે , એટલે માસી ના દીકરા ને એની ફેક્ટરીનો જુનો ભંગાર તમને બે પૈસા સસ્તા માં આપવો છે પછી પાછળ થી પેલા તમારા આઝમખાન ના કાકા બાપા ના ભાઈ ને પણ માલ પકડાવશે ,,,એટલે સાહેબ તો તમે ઠેર ના ઠેર.. પાછા પેલા જુના મિત્ર પાસે ..આવારા હું …ટે… ણ… ન ..ટ …ઘરબાર નહિ સંસાર નહિ મુઝસે કિસી કો પ્યાર નહિ … ગીતડાં ગાતા ગાતા જવું પડે …
આજે લુસિયાના ના ગવર્નર બોબી જિન્દાલે સ્પષ્ટ શબ્દો માં કહી દીધું કે મારો બાપ અને માં અહિયા અમેરિકા આવ્યા ત્યારે એમનું અમેરિકન ડ્રીમ પૂરું કરવા આવ્યા હતા અમેરિકન બનવા આવ્યા હતા ,કઈ ઇન્ડો અમેરિકન બનવા નહિ …લો ઉજવો પ્રવાસી ભારતીય દિવસ ..સગો ભાઈ કહેં છે તુ ને હું ભાઈ નહિ અને માસી નો દીકરો દોડતો આવે …બોલો શું વિચારવું ..?પેલા ઘર વાપસી વાળા ને ખબર ન હોય તો કહું જિન્દાલે વર્ષો પેહલા ઘર વાપસી કરી લીધી છે એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવી લીધો છે …..અને આવનારા અમેરિકન પ્રમુખ ના ઈલેક્શન માં રીપબ્લીકન પક્ષ તરફથી પ્રમુખપદ ના ઉમેદવાર ના બહુ મોટા દાવેદાર ગણાય છે ….
જીમ કેરી વાઇબ્રન્ટ ગુજરાત માં કહી ને ગયા કે શીતલ મારી આસિસ્ટન્ટ છે અને રાજીવ વર્મા ને અમે રાજદૂત તરીકે ભારત મોકલવાના છીએ .. તે હેં જીમ ભાઈ કેરી ભાઈ આ શીતલબેન અને રાજીવભાઈ એ બંને પણ અમેરિકન જ હશે ને થોડા ઇન્ડો અમેરિકન હશે ..???
સાલું ગમે તેટલું કરો પણ તમને મોટા કે મજબુત તો નહિજ થવા દે આ જાલિમ દુનિયા …ત્રણ દિવસ આવશે અને જતા રેહશે……પેલા જીગ પીંગ આવી ને ગયા …એમ .
બધું છોડો અને ધર્મ થી અને દિલ પર હાથ મૂકી ને કહો કે સાહેબ જે દિવસે પ્રધાનમંત્રી નહિ હોય ત્યારે તમે એમને વિઝા આપશો કે પછી પથ્થર ઉપર પાણી .. જેવા હતા તેવા ..? રાજીવ વર્મા ને પાછા બોલાવી ને નેન્સી પોવેલ ને જ મોકલશો ને..? પાકિસ્તાન માં પડેલા તમારા લશ્કર ને કેહ્શો કે લખવી અને હાફીઝ સઈદ ને લાદેન ની જેમ ઠેકાણે પાડી દો …
વાતો કરતા અને ભાષણ કરતા તમને સરસ આવડે છે …અને હવે તો અમને પણ ટેલીપ્રિન્ટર પરથી જોઈ જોઈને અંગ્રેજી વાંચતા ફાવી ગયું છે … ભલે ઈઝ ની બદલે ઇજ અને પીઝા ની બદલે પીજા બોલીએ,પણ હવે અમે પણ તો અંગ્રેજી માં ભાષણ કરી ને તાળીઓ પડાવીશું, અમે પણ હા હો એકદમ તમારી જેમ …
કેરી ભઈ તમે સબ કા સાથ સબ કા વિકાસ બોલો તો અમે પણ મોટા ભઈ જેમ બોલીશું યસ વી કેન …
આવી જ જાવ એની … XXX તો ……XXXX
શુભ રાત્રી
શૈશવ વોરા