કેવી અફવા ચાલી ..!!! અને આપણામાં ના જ કેટલાક બેવકૂફ ,ડફોળ ,ગેલ્સપ્પા .મૂરખ … શું કેહવું ..?? કઈ પણ જોયા જાણ્યા વિના આખા અમદાવાદને મેસેજ ફોરવર્ડ કર્યો … બુદ્ધિ નામનું કોઈ તત્વ જ નહિ ..?? બસ મેસેજ આવ્યો તો ફોરવર્ડ કર્યો …લે ભાઈ લેતો જા ..તું આગળ જવાદે .. પણ કેમ ..? શું કામ..? ખાલી વાંચી જવાનું ,અને કેહવાનું કે મેં તો ફોરવર્ડ કર્યો …..પણ ગર્દભ તારી માં એ તને જણ્યો પછી એણે તને ભણાયો અને તારા બાપે તને ગણાયો … અલ્ટીમેટલી તું ભણેલો ગણેલો કેહવાયો , છતાં પણ તું આ મેસેજ ફોરવર્ડ કરે ..??અલ્યા વિકૃત છે કે શું ..?? ના વિકૃત નહિ બીમાર છે … અને આવા બીમાર લોકો અમદાવાદ માં બહુ જ વસે છે …
યાદ કરો એ ધમાલ અને કોમી હુલ્લડો ના દિવસો ..શું ફરતું હતું બજાર માં ..?? “ પડીકા “ અમુક ઇડીયટના નામ જ એ દિવસોમાં “પડીકા માસ્તર” પડી ગયેલા … રોજ નવી અફવા લઇ ને આવે ઝકરિયા ચાર સ્ટેબિંગ થયા , એ “પડીકું” કામ ના કરે તો બીજું ગરમાગરમ “ પડીકું ” ખુલે ,પીત્તળીય બંબા પર બે જણાને ઉભા ઉભા કાપી નાખ્યા , હજી કઈ ચેહલ પેહલ નથી ,ખોલો ત્યારે નવું” પડીકું “…ઝાપડાની પોળે જોરદાર પથ્થરબાજી થઇ , કઈ અસર થઇ , લો બીજા થોડા “ પડીકા “ઓર ખોલે …જોર્ડન રોડ પર કર્ફ્યું નાખી દીધો …વડ વાળી પોળે બસ્સો માણસો બંદુકો લઇ ને નીકળ્યા છે …પંચ ભાઈ ની પોળ આખી રાત ના વારા કાઢ્યા છે લોકોએ … પોલીસ તો હડતાલપર છે …..
અને નતીજો શું આવે .?? આ બધા “ પડીકા ” નું ..??.ભાગાદોડી , ચાર પાંચ ફોન થાય અને રીલીફ રોડ અને ગાંધી રોડની બધી દુકાનોના શટરો ફટાફટ પડે ,અને પોત પોતાના સ્કુટરો લઈને બધા દુકાનદારો જાય ભાગ્યા ..અને બિચારી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરે કે શું કરે ,અને એ ભાગાદોડીમાં ક્યાંક કોઈ એ એકાદો ઈંટકડો ઉપાડી અને કોઈને ઠોકયો કે મારી , અને ચાલુ સામસામે ….પછી ટાયર બળે , ટીયર ગેસ આવે અને એકાદી એએમટીએસની બસ બળે …બધું સામસામે આવે અને ગોળીબાર થાય અને ખરેખર કર્ફ્યું નખાય ત્યારે પેલા મહાત્મા પડીકા માસ્તરનો જીવ હેઠો બેસે , હાશ ..!!! અને પાછો કહે જોયું હું નોહતો કે`તો , આ તો મારું નામ તમે બધા એ ભેગા થઇ ને પડીકા માસ્તર પાડ્યું છે બાકી મારી એક એક વાત સાચી જ હોય છે …
બસ આવાજ પડીકા માસ્તરો હજી પણ જીવે છે અને વોટ્સ એપ પર એકાદ બીમાર વિકૃતે આવો મેસેજ ટાઈપ કરીને મુક્યો અને પડીકા માસ્તરોએ એ મેસેજ ફેરવ્યો …
હવે આ મેસેજ નું એનાલીસીસ કરીએ પેહલા તો આ મેસેજ લખનારો વિકૃત નોન ગુજરાતી છે …કેમકે લખે છે અમદાવાદ માં રેહશે એ લોગો ને જાણવા નું કે …આખી વાક્ય રચના જ ખોટી છે … હિદી નું ગુજરાતી થયું હોય એવું લાગે છે ..પછી ઘર ની બદલે ધર લખ્યું છે એટલે ધ અને ઘ નો ફર્ક ખબર નથી વિકૃત ને , આગળ લખે છે ૩૦૦ માણસો ફરે છે … ૧૦-૧૦ ના ગ્રુપમાં એટલે ૩૦ ગ્રુપ કે ટોળકી થઇ …અને એકલા માણસ જોઇને મારી કાઢે છે … લે ત્રીસ
ટોળકી હોય અને એ પણ દસ દસ જણાની તો તો રોજ ના ત્રીસ માણસ મરવા જોઈએ , આગળ વિકૃત લખે છે કે નંબર પ્લેટ વિનાની ગાડી માં આવે છે …હે વિકૃત નબર પ્લેટ વિનાની ગાડી પણ એક ગાડી માં દસ જણા કેવી રીતે આવે ..?? કઈ ગાડી છે કે જેમાં દસ દસ જણા સમાય …?? અને એ પણ પાછા મડર કરવા માટે આવેલા …!!!! શું ?? મડર .. મર્ડર નહિ હો ભાઈ …!! રતન તાતા “મડર” કરવા માટે એકાદી નવી ગાડી બનાવી આપો … પેલા બાઈક વાળા માટે નેનો બનાવી આપી … બિચારા એક ગાડી માં દસ જણા સમાતા નથી , અને હા હો સસ્તી રાખજો કેમ કે ત્રણસો એ ત્રણસો બિચારા બાંગલાદેશી છે ..!!!!!!!! એમને બિચારા ને તમે કોઈ હાઈ એન્ડ ની મોડીફાઇડ કરેલી જેગુઆર ના આપતા … નહિ તો “મડર ” કરવા આવે એ પેહલા જ એમનું હાર્ટ ફેઈલ થઇ જશે ….પાછો વિકૃત આગળ લખે છે કે છોકરીઓ નો રેપ કરે છે અને પછી મારી નાખે છે … તો રાતે ફરવાનું બંદ કરો શું કરો …? “બંદ” કરો ..બંધ કરો નહિ …!!! તારી માં ને કુતરા પૈણે … સાલા વિકૃત્યા આ તે કઈ દિલ્હી છે …?? ગુજરાત છે બકા ….અહિયાં આવા વિચાર આવે ને એ પેહલા તો એની માં અને બેહન જ એને ઘરમાં જ કુટી ઘાલે …મારી નાખે …કોઈ ગુજરાતી તો આવું કરી જ ના શકે સિવાય કોઈ જેનેટીકલ ડિફેક્ટ હોય …
અચ્છા આગળ એવું લખે છે કે એકાંત માં જવાનું ટાળો અને પછી તરત જ લખે છે કે દસ જણા હોય ત્યાં પણ જવાનું ટાળો … અલ્યા વિકૃત તું ખરેખર વિકૃત છે બોસ્સ , મગજ નું ક્યાય બેલેન્સ નથી … તારો મોબાઈલ ફોન અને તું બંને બેલેન્સ વિના ના છે …કયો મોબાઈલ વાપર્યો હશે આ વિકૃત સુવ્વરે ..?? ગુજરાતી ટાઈપીંગ માટે ..?? જે વાપર્યો હોય તે …
નરોડા પોલીસે એક ને તો ઝાલ્યો છે આ મેસેજ ફેરવવા માટે , અને તપાસ ચાલુ છે , ભાટ ગામ લખ્યું એટલે નરોડા પોલીસ સ્ટેશન જ લાગે .. ખેંચી કાઢજો સાલા ને અને જાહેર માં મારજો એટલે બીજો કોઈ વિકૃત અટકે આવી અફવા ફેલાવતા …
અને એકાદ પડીકા માસ્તર ને પણ પોલીસ સાથે સાથે ઝાલે ને તો મજા પડે આ વોટ્સ એપ માં આવેલા બધા મેસેજ ને લોકો આંખ બંધ કરીને ફોરવર્ડ કરે છે એમાં થોડો સુધારો આવે …
ચાલો શુભ સંધ્યા સૌને
શૈશવ વોરા .