પાંચ સાલ કેજરીવાલ ….
તદ્દન ખોટી વાત ..કેજરીવાલ ચોક્કસ ના રહે પાંચ વર્ષ દિલ્લી માં …અત્યાર થી જ એમેણે બધા મંત્રાલય બીજા ને સોપી દીધા અને મનીષ ને ઉપમુખ્યમંત્રી બનાવી પરોક્ષ રીતે કમાન સોપી દીધી ….હવે એમનું ટાર્ગેટ ફક્ત અને ફક્ત નરેન્દ્ર મોદી ની ગાદી …
એમનું મુખ્યમંત્રી બન્યા પછીનું પેહલું રામલીલા મેદાન પર નું ભાષણ , એક જબરજસ્ત રાજકીય પરિપક્વતા દેખાઈ , સાથે સમય અનુસાર ભારતીય રાજકારણી ની જેમ અમે પલ્ટી મારીશું એમ પણ કહી દીધું …અને એજ ભાષણ માં પલ્ટી ઉપર પલ્ટી મારી પણ ખરી …
એક વાક્ય બોલ્યા નરેન્દ્ર મોદી માટે … હંમે વીઆઈપી કલ્ચર કો ખતમ કરના હૈ …યુરોપ મેં તો કઈ દેશો કે પ્રધાનમંત્રી સામાન્ય બસ મેં આતે હૈ ..હમ નહિ ચાહતે હૈ કી દિલ્લી કે લોગો વીઆઈપી મુવમેન્ટ કી વજહ સે ટ્રાફિક મેં ઘંટો તક રુકના પડે … ઈશારો સાફ હતો …મોદી સાહેબ પર હતો …અને પછી પલ્ટી મારી પોતે લાલ બત્તી નહિ વાપરે …ટૂંક માં મોદી સાહેબ ને ધક્કો મારી ને ધરમ કરાવવા ની વાત …
બીજો એક પોઈન્ટ સરકારી ગાડી અને બંગલો …પલ્ટી મારી એ પણ લોકો ને નામે , , ,તમે લોકો આવશો તો મારે નાના ઘર માં બેસાડવા ક્યાં ..? બાકી મારે તો ખાલી ચાર પાંચ રૂમો જ જોઈએ છે …સરસ બહુ સરસ ..!!! અને મારા મંત્રીઓ ગાડી વિના બાપડા બિચારા જશે ક્યાં …કામ કરવું હોય તો ગાડી તો જોઈએને ….
ઓ ત્તેરી ….પેહલા એમ કીધું પ્રધાનમંત્રી બસ માં જાય અને હવે તમારા ટુંણીયાટ મંત્રીઓ માટે તો ગાડીઓ તો જોઈએ ને …
કિરણ બેદી ને મોટીબેન કીધા અને અજય માકન ને સારા મિત્ર ગણાવ્યા …વાહ …અને મેં શપથ નથી લીધા મારા એક એક કાર્યકરે શપથ લીધા છે મુખ્યમંત્રી ના … ..જશ વેહચ્યો પણ કઈક નવું બોલે એવું અપેક્ષિત હતું …મારા જેવો તો એમ જ બોલે અલ્યા જલસા તમે કરો અને મજુરી અમારી ..?
દિલ્લી ના વ્યાપારીઓ ને અપીલ કરી ટેક્ષ ભરજો ભાઈસાબ ..નહિ તો હું બધું મફત ક્યાંથી આપીશ..?તમને હેરાનગતિ નહિ થવા દઉં અને તમારા ટેક્ષ ના રૂપિયા કોઈ ખાઈ ના જાય એનું હું ધ્યાન રાખીશ …એ યાદ આવ્યું પેલું જનતા ની તિજોરી પર કોઈ નો પંજો હું નહિ પડવા દઉં મિત્રો…મારા સાડા છ કરોડ …હા એ જ કરી ને નકલ …જેને ગાળો આપી એની જ નકલ .
છેલ્લે પાછુ ગીત ગાયું એ પણ પ્રદીપ નું …ઇન્સાન કા ઇન્સાન ….સેક્યુલર હોવા ની છાપ ઉભી કરી..પણ જોઈએ હવે એમનું સેક્યુલારિઝમ બાટલા હાઉસ એન્કાઉન્ટર જેવું નીકળે છે કે નહિ …!!!
દુનિયાભર ની વસ્તુઓ મફત આપવી છે કેજરીવાલ ને અને બીજા બધા રાજકારણીઓ ને …ક્યાં થી લાવશો ..? લંડન થી હવે કઈ ના મળે ….આલિયા ની ટોપી માલ્યા ને …એવું ના થાય હવે.
છોકરા ને મફત વાઈ ફાઈ માટે એના બાપ પાસે થી જ ટેક્ષ વધારે લેવો પડે …દિલ્લી ના ચાલીસ હજાર કરોડ ના બજેટ માંથી શું વીસ હજાર કરોડ ખવાઈ જતા હતા..?કોલેજો ઉભી કરી દેવાશે ચલાવશે કોણ..?રૂપિયા ક્યાંથી લાવશો ..?સ્વીસ બેંક માં તો કઈ રહ્યું નહિ ..પંદર લાખ ખાતા માં આવશે એ તો હવે કેહવત થઇ ગઈ …. જનતા તો બિચારી ઠેર ની ઠેર આવશે …
કેજરીવાલ ની વાતો ઉપરથી એમની આર્થિક નીતિઓ મોટેભાગે સામ્યવાદીઓ ની નીતિ લાગે છે ….આર્થિક નીતિ ની ગાડી વીસ વર્ષ સુધી પેહલા, બીજા, અને ત્રીજા ગીયેર માં ચલાવી અને હવે દિલ્લી ની ગાડી રીવર્સ ગીયેરમાં ગઈ ….અને જો આવું થયું તો સત્યાનાશ વળી જશે દિલ્લી નું …
દિલ્લી ને ભાન માં આવતા બે વર્ષ જશે પણ દિલ્લી ના ભોગે સાહેબ ભાન માં આવી જતા હોય તો દિલ્લી ની કુરબાની વસુલ છે ….
દિલ્લી ને પૂર્ણ રાજ્યો નો દરરજો આપવાની વાત છેડી …ભાઈ જો દિલ્લી પૂર્ણ રાજ્ય થાય ને તો બધાજ રાજ્યો ની જેમ દિલ્લીએ પોતે કમાઈ ને પોતે ખાવું પડે …તો પછી આ દેશ માં સૌથી સસ્તું પેટ્રોલ ને ડીઝલ અને ઈલેક્ટ્રીકસીટી ના મળે દિલ્લીને અને દુનિયાભર ના ટેક્ષ દિલ્લી પર આવે,જે આપણી ઉપર છે તે ….
આ તો કેન્દ્ર સરકાર માટે દિલ્લી એ પોતાની રાજધાની છે માટે દિલ્લીને દેશ નું નાક ગણી ને દિલ્લી માં ખર્ચો કરે છે …બાકી જો કેન્દ્ર સરકાર ના મંત્રાલયો દિલ્લી માંથી કાઢી નાખો તો દિલ્લી માં મકબરા સિવાય બચ્યું છે શું ..? કયો ઉદ્યોગ કે કોર્પોરેટ ઓફિસો દિલ્લી માં છે ..? એકલી હરામખોરી જ છે જુના જમાના થી દિલ્લી ના ખાલી ઠગ જ વખણાય છે …દેશ ની રાજધાની માઈનસ દિલ્લી શું બચે ..? ફક્ત ટુરીઝમ બાકી રહે …જે આગ્રા માં છે એ જ દિલ્લી બચે તાજમહાલ વિના ….કેજરીવાલ ને ટુરિસ્ટ ગાઈડ બનવું પડે .
દુનિયા ના બધા દેશો ની લગભગ બધી રાજધાનીઓ પોતાની કેન્દ્ર સરકાર પાસે છે ..કોઈ પણ દેશે પોતાની રાજધાની છુટ્ટી નથી મૂકી, અને મુકાય પણ નહિ …વિપક્ષ માં રહી ને માંગણી કર્યા કરવી એ ઠીક છે , પણ એ મુદ્દા ને મોટા કરીને જો આગળ વધશે અને જો આનન ફાનન માં મોદી સાહેબે પૂર્ણ રાજ્ય આપી દીધું તો દિલ્લીવાસીઓ ગયા કામથી ખરી મોંઘવારી ના દિવસી આવશે ..ઇલેક્ટ્રિકસીટી ૩ રૂપિયે યુનિટ દેશ માં ક્યાય નથી …ભો ભારે પડવાની છે …
પણ આ બધા માં એક મોરલ બહાર આવ્યું ઈલેક્શન મેનીફેસ્ટો માં જેમ ફાવે એમ વચનો નહિ અપાય અને જનતા પણ બધું મફત માં માંગતી બંધ થશે ..
હજી આપણા મગજ માં માંથી એ જતું જ નથી કે લંડન ના રાણી નું રાજ ગયે પાસઠ વર્ષ થઇ ગયા ..રાણી ના અધિકારીઓ તો મારી મારી ને ટેક્ષ લેતા હતા …એટલે એ ટેવ હજી આપણને ગઈ નથી એટલે જ્યાં સુધી માર ના પડે ત્યાં સુધી ટેક્ષ નથી ભરતા અને સગવડો એવી રીતે માંગીએ છીએ કે રાણી પાસે માંગતા હોઈએ …
બસ આજ વાત આ રાજકારણીઓ ને ખબર છે અને હવે કેજરીવાલ ને પણ ખબર પડી ગઈ છે એટલે એ પણ હવે આપણને રમાડ્યા કરશે …
આપડે રમતા રહીશું …મારા જેવો કોઈક લખતો રેહશે ..તમારા જેવો વાંચતો રેહશે અને પછી જેવા હતા તેવા …
Wishing you all happy Sunday evening
– શૈશવ વોરા