કેવું સરસ વાક્ય …સાચો દીકરો દુનિયા આખી ને પ્રેરણા આપીને ઘેર પાછો આવે …..
આવા કેટલા લોકો છે આપણા પ્રવાસી ભારતીયો માં ..? આંગળી ના વેઢે ગણાય એટલા… બાકી ના બધા કેવા..? વાત કરવા જેવી ખરી કે નહિ ..? પેલું ગીત યાદ છે ખરું ..? ગગો એનો મુંબઈ ગામે …વિનુભાઈ નાગજી નામે ….લ્યો લીંક મુકું …
https://www.youtube.com/watch?v=k7gSVxXrdB8 ,
મને તો ઝળઝળિયાં આવ્યા , તમને શું થશે …? તે યાદ છે કરી કોઈ દી ધરાર તારી મા ને ? મલક આખા માં ભટક્યો, ઘણું કામ્યો , પણ તારી કમાણી ના કેટલા રૂપિયા તારા માં બાપે ભાળ્યા ..? કેટલા મંદિરે હાથ પકડી ને તારી માં ને લઇ ગયો તું એનઆરઆઈ ..? માં બાપ ની ઠાઠડી નો ભાર કોને કેહવાય એને તને ક્યાં ખબર છે..? ખાલી તારી માં ની વેદના નો અનુભવ કરવો હોય ને ,તો એક દિવસ પુરતો તારા પેટે પાંચ કિલો નો પત્થર બાંધી ને ફરજે ,બીજે દિવસે ચાલી પણ નહિ શકે તું …અને તારી માં એ તો પથરા તને નવ નવ મહિના તને પેટ માં રાખ્યો …!!!
પેલી વેગાસ ની નાઈટ ક્લબો માં રાતો ની રાતો કાઢી ,રેડ ,વ્હાઈટ ,અને બ્રાઉન બધા કલર ના દારૂ પીધા , એક જ જીંદગી છે કશું જ મારે બાકી નથી રાખવું , અને ના રાખ્યું ….પેલીની પેન્ટી માં પાંચ ભરાવ્યા અને બ્રાં માં બે ડોલર ……..રક્ષા બંધને તારી બેહને એર મેઈલ કરેલી રાખડી ને કબાટે બાંધી , ઇન્ડિયા આવ્યો ત્યારે હજાર રૂપિયા અને બે સાડી આપી દીધી …. વાહ વાહ વેહવાર પૂરો કર્યો ….પણ એ બચારી ઘેલા સોમનાથ કે અંબાજી ના મંદિરે જઈ ને તારા માટે કગરતી …ભગવાન મારો ભાઈ ત્યાં પરદેશ માં એકલો છે સાચવજે …. એની દુવાઓ નો તે શું બદલો આપ્યો … હજાર રૂપિયા .!!! મૂરખા એક ફોન કર્યો હોત ને રક્ષાબંધને … તો આખે આખું મેહસાણા કે કાઠીયાવાડ એ બાપડી ગજવી મુકતે …. મારા ભાઈનો પરદેશ થી ફોન આવ્યો …ફોન આવ્યો ….તારું અમેરિકન ડ્રીમ પૂરું થયું પણ માં બાપ અને ભાઈ બેન ના રહ્યા અને તારા પેટ ના જાણ્યા ડોમ માં રેહવા ગયા તે ફરી ને પાછા જ ના આવ્યા …. હવે તું ને તારી ડોશી …ખાવ ગોળીઓ અને એકલા એકલા તમારા એકદંડિયા મેહલ માં જીવો …૯૧૧ કરો ડાયલ ….. માંદા થાવ ત્યારે , અને મારો ફાંકા કે અમારે ત્યાં તો બહુ સારી સર્વિસ ….અભાગિયા ગંગા જળ કે તુલસીદલ તારા નસીબ માં ક્યાં ..?
આ બધો ઉભરો છે.. જોયેલું અને જાણેલું છે … જેને પણ આ પાઘડી પોતા ની માથે પેહરવી હોય તેને છૂટ છે .. અને ખરેખર આમાં તમે તમારી જાત ને જોતા હોય તો ક્યાંક પાછું વળી ને જો જો , ડોલર ના રૂપિયા ઘણા બધા થાય, પણ માં બાપ કે ભાઈ બેન ફરી ના થાય ….બહુ ઇન્ડિયા આવીને ઇન્ડિયા ની ગંદકી ને ગાળો આપી , વધારા માં અમારા માનનીય પ્રધાન મંત્રી એ જાહેર માં કીધું કે મારે જાજરૂ બનાવવા છે , તે બનાવો ક્યાં ના છે , જાજરૂ જોડે બાથરૂમ અને એમાં સાબુ અને બધી ગંદકી ભેગી કરી ને નાખો પાઈપ લાઈન થી નદીમાં , અને પછી ગંગાશુદ્ધિ કરણ ની મીનીસ્ટ્રી બનાવો ….
અલ્યા કૈક ક્યાંક તો માપ રાખો ….. આ શેહરો ના શેહરો ઉભા કર્યા, ગામડા ભાંગ્યા અને જે હોય એ બધું મહાત્મા ગાંધી ને નામે ચાલવવા નું …. ગાંધીજી પાછા દેશ માં આવ્યા ને સો વર્ષ થયા એટલે પ્રવાસી ભારતીય દિવસ ઉજવો …. પચાસ સો કરોડ પુરા કરો … એ ૨૨૦૦ માંથી કેટલા એન આર આઈ મારા ઉપર ના સવાલો નો જવાબ આપી શકશે ..? દોસ્તો ભગવાન આદિ શંકરાચાર્ય એ પણ સન્યાસ લીધો હોવા છતાં પણ પોતા ની માતા નો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા હતા ….
આમાં ના કેટલા એ એમની માં ને સાચવી છે ..? જે મા ને નથી સાચવતો એ માતૃભુમી ને શું સાચવશે ..? ખોટા રૂપિયા બગાડો નહિ … આવવા વાળો તો ચુપચાપ આવી ને પોતાને કામે વળગે છે….. હું એક એવા કાકા ને પણ ઓળખું છું કે જે પોતાના મરણ પથારીએ પડેલા બાપ ની સામે ભર વૈશાખ ના તડકા માં અમેરિકા થી આવી અને ગામડે સતત ત્રણ મહિના વગર એસી એ બેઠા રહ્યા અને બાપ નો પડ્યો બોલ ઝીલ્યો , અને ઉપરવાળા એ એમને વળતર પણ આપ્યું એમનો દીકરો વહુ આજે અમેરિકા માં જોઈન્ટ ફેમીલી માં સાથે રહે છે ….કરનારા બોલતા નથી …
જેના નામે આ ભવાડો ચાલે છે એ મોહનદાસ સો વર્ષ પેહલા ભારત ના કાંઠે ઉતર્યા ત્યારે સહેજ પણ અવાજ નોહતો કર્યો ,એકદમ મૃદુભાષી એ મોઢ વાણીયો આવી ને કામે લાગી ગયો અને પોતાનું કામ કરી અને એક્ઝીટ લઇ લીધી ……
દોસ્તો એક હકોકત એ છે કે નવા વસેલા દેશ સિવાય ગમે ત્યાં જાવ તો તમે સેકન્ડરી સીટીઝન જ કેહાવવા ના … અને નવા વસેલા દેશો માં પણ ક્યાંક તો એવી ઘણી બધી જગ્યા કે નોકરી છે કે જ્યાં તમને પ્રવેશ નથી , બરાક ઓબામાં બસ્સો બર્ષ પછી પેહલા આફ્રિકન મૂળ ના અમેરિકન પ્રમુખ બની શક્ય છે …..હજી એશિયન મૂળ ના માણસ નો અમેરિકા ના પ્રમુખ બનવા નો વારો આવતા કદાચ બીજા સો વર્ષ જાય તો નવાઈ નહિ …..
ઉપર કાઢેલી ભડાસ એવા એન આર આઈ માટે છે કે જે ઇન્ડિયા આવે છે પણ એમને સંડાસ જઈ ને પૂછડું પાણીથી ધોવા ની બદલે કાગળિયાં જોઈએ છે ..અને જ્યાં ને ત્યાં નાક ના ટેરવા ચડાવતા ફરતા હોય છે અને પોતે ચંદ્ર કે મંગળ પર થી આવેલા એલિયન જેવું વર્તન કરતા હોય છે ……
આ જ દેશ ના લોકો ના ટેક્ષ ના રૂપિયા ની સબસીડી લઈને તમે વીસ અને ત્રીસ રૂપિયા ની ફી કોલેજ ની ભરી ને એન્જીનીયર કે ડોકટર થયા એ પછી તમને એ દેશે સ્વીકારયા છે ….અત્યારે પેમેન્ટ સીટ પર અમને અમારા છોકરા ભણાવતા આંખ માં લોહી ની ધાર નીકળે છે …..ધણી બાયડી બંને તૂટી મરે છે ત્યારે એક છોકરા ની કોલેજ ની ફી ભરાય છે …..અહિયાં આવી બે પાંચ વર્ષ રહી ને તમારા દેશ માટે કઈ કામ કરી જશો તો ….નહિ તમારો જન્મારો અભડાઈ જાય …
નાસા માં જિંદગી આખી કામ કરી અને ભારત માં પાંચ સાત વર્ષ રહી ને ઈસરો ને ગાઇડન્સ આપશો તો જીવન બરબાદ નહિ થાય ….
છેલ્લે એટલું જ કહીશ કે અમે તો જીવનભર તમારા માટે ગર્વ લીધો કે અમારા ભાઈ ભાંડું એનઆરઆઈઓ એજ અમારી સૌથી મોટી મૂડી છે … ક્યારેક ઈચ્છા થાય તો ભારત નામની આંધળી માં ની લાકડી પકડી જજે મારા વીરા ……
અને તારા માટ ભાનડરડા ને રમાડી જજે ….વાલા ….
ભારે હૈયે …