પ્રાણી સૃષ્ટિ અને મિત્રો……
આજે સવાર થી કલેકટીવ વર્ક ના દ્રશ્યો નાના નાના જીવો માં જોયા મજા મળી ગઈ ..મંદિર માં બહુ બધી કીડીઓ ભેગી થઇ ને સાકાર નો દાણો ખેચી જતી હતી …અને લાડુ ના ટુકડા ને ખેચતી હતી … ક્યાંક વાંચ્યું હતું કે કીડી એ એક માત્ર જીવ એવો છે કે જે પોતાના વજન કરતા ડબલ વજન ઉપાડી શકે ….
એટલે મારું વજન અત્યારે કોઈ પૂછે તો એશી કિલો અને કાંટા પર પન્ચાયાસી કિલો …. આપણે બધા ને આજ કાલ વજન બે પ્રકાર ના હોય છે …કોઈ ને કેહવાના અને અસલી વજન ….કમર માં પણ એવું હોય ..કમર ની સાઈઝ માં પણ એવું કરીએ પેહલા નાની સાઈઝ નું પેન્ટ ટ્રાય કરીએ પછી એક સાઈઝ મોટી લઈએ ….
પાછો કીડી પર આવું … ટૂંક માં મારે એકસો સીતેર કિલો વજન ઉપાડવું પડે ….ઉકલી જવાય બીજું કઈ ના થાય ….કીડી ને એનું કામ કરવા દો ભાઈ …….એક સામટી ઘણી બધી કીડી કામે લાગી હોય.. મધમાખી માં પણ એવું હોય …એક રાની અને બાકી બધી મજુર …. માણસ જાતે આ મોડેલ ને બહુ વર્ષો ચલાવ્યું …. એક રાજા અને બાકી ના નોકર …. હજી પણ ઘણી બધી જગ્યા એ આ જ મોડેલ ચાલે છે ….મેનેજમેન્ટ ની ભાષા માં પીરમીડલ સ્ટ્રક્ચર ….ઉપર બોસ અને નીચે કામ કરતી જનતા ….
પ્રાણી જગત માંથી આપણે બહુ બધું લીધું છે …. બીજો સીન મારા ઘર ના એક્વેરિયમ માં જોયો … એક માછલી એ બચ્ચા મુક્યા છે … એટલે આખું એક્વેરિયમ મેં ખાલી કરી નાખ્યું …ખાલી બે પેરન્ટ ફીશ અને બચ્ચા રાખ્યા છે …. આજે પાણી બદલવા અંદર પાઈપ ઉતારી ….આખા એક્વેરિયમ માં ફેલાયેલા બચ્ચા ભેગા થઇ ને હુમલો કરવા ની મુદ્રા માં આવી ગયા …અને પેરેન્ટ ફીશ આજુ બાજુ ગોઠવાઈ ગઈ …. પ્રોટેક્ટ કરવા માટે …… આપણે લોકો પણ આવું જ કૈક કરીએ છીએ જેવી સ્કુલ કોલેજ માં બબાલ થાય આખી ગેંગ એકશન માં આવી જાય …કોણ હતો …?કયો હતો …? એની તો ….?
થોડી નજર આપની આજુ બાજુ ની પ્રાણી સૃષ્ટિ પર નાખીએ ને તો બહુ મજા આવે … કાગડો અને કાગડી પેલા કોયલ ને મારવા જાય અને બીજી બાજુ થી એના ઈંડા પેલી લુચ્ચી કોયલ પાડી નાખે અને પોતાના ઈંડા ગોઠવે ….કોઈ આજુબાજુ ના કાકી ,માસી,મામી , કે ફુઈ યાદ આવે આવા …? તમારા ઘર માં તમારા છોકરા નું જે થવું હોય તે થાય પણ તમારા ઘર માં તમારા છોકરા ને બાપડા બિચારા કરી નાખે…..
સ્કુલ કોલેજ ના મિત્રો માં તો લગભગ બધાજ પ્રાણી તમને દર્શન આપે ……કોઈ શિયાળ જેવો મિત્ર તદ્દન લુચ્ચી …કોઈ મોર જેવો દેખાય રૂડો રૂપાળો અને પછી લોચા વાળો નીકળે એકદમ ફત્તુસ , કોઈ હાથી જેવો આખો દિવસ ખાધા કરે , કોઈ બળદ જેવો .. જરાક પણ બુદ્ધિ નો ઉપયોગ ના કરે , કોઈ સાંઢ જેવો બધા ને મારતો ફરે , કોઈ વાંદરા જેવો અટકચાળો , કોઈ ગધેડા જેવો આખો દિવસ બાપા ના ડફણા ખાય , કોઈ શાહમૃગ જેવો બીકણ , કોઈ શેરદીલ બધું જ લુટાવે , કોઈ ઘોડા જેવો આખો દિવસ ભટક્યા કરે, કોઈ ઉંટ જેવો આડો બધા ને નડે , કોઈ ઘુવડ જેવો ટગર ટગર જોયા જ કરે કઈ બોલે નહિ , કોઈ કુતરા જેવો વફાદાર પણ સાલો ગમે ત્યારે બચકું ભરે , કોઈ ચકલો જેવો આખો દિવસ ચી ચી ચી કર્યા જ કરે , કોઈ ભેંસ જેવો .. જયારે પૂછ ઉપાડે ગોબર જ કરે કઈ ને કઈ ગંદકી એંના મગજ માંથી નીકળે ,કોઈ બકરી જેવો બિચારો કાયમ વગર વાંકે શહીદ થાય ,કોઈ કબુતર જેવો કાયમ ફફડ્યા કરે એ એ ના કરાય બે રેહવા દે યાર …..,કોઈ સુગરી જેવો હોય એના ચોપડા નોટો બધું જ એકદમ મસ્ત હોય , જોકે આ બધું પ્રાણી જગત ને મિત્રો માટે લખું છું ત્યારે એક સરસ કવિતા યાદ આવે મનહર છંદ માં લખાયેલી કવિ શ્રેષ્ઠ ની કવિતા યાદ આવે છે , મને ચોક્કસ લાગુ પડે છે એટલે શેર કરું છું …
ઊંટ કહે આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડાભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકીકૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકાભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
– દલપતરામ
પ્રાણી સંગ્રહાલય ની સેર કરવા જાવ તો
સ્કુલ કોલેજ ના મિત્રો ને સરખાવતા જજો વધારે મજા આવશે જોવા ની અને મને કયું પ્રાણી બનાવો છો એ કેહતા રેહજો …
શુભ રાત્રી
-શૈશવ વોરા