બજેટ ૨૦૧૫..
એક પછી એક પોઈન્ટ લઉં છું …થોડો લાંબો આર્ટીકલ છે બ્લોગ પર જઈને ધીરજ પૂર્વક વાંચજો…
૧ પર્સનલ ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ ..૮૦ સી ની લીમીટ માં કોઈ ફેરફાર નહિ … ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ માં ઇન્વેસ્ટમેન્ટ કરો તો પચાસ હજાર મજરે મળે , એટલે ટોટલ ૮૦ સી ના એક લાખ પચાસ હજાર અને બીજા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ના પચાસ હજાર , બે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના ,વત્તા ત્રીસ હજાર નું મેડીક્લેમ નું પ્રીમીયમ બાદ મળે , બે લાખ ત્રીસ હજાર બાદ મળે …અત્યારે બે લાખ પચાસ હજાર સુધી કોઈ ટેક્ષ નથી .. બે લાખ નું ઇન્વેસ્ટમેન્ટ અને ત્રીસ હજાર ની મેડીક્લેમ નું પ્રીમીયમ વતા બેલાખ પચાસ હજાર ની આવક કુલ મળી ને ચાર લાખ એશી હજાર ની આવક થાય તો ટેક્ષ નહિ લાગે…
પર્સનલ ટેક્ષ પે કરતા માણસ ની વાત કરું તો આ બજેટ તમને બચત ફોર્સફૂલી કરવા પ્રેરે છે ટેક્ષ ભરો ક્યાં તો બચત કરો અને જો તમારી આવક ટેક્ષેબલ નથી તો વધુ કમાવ અને ટેક્ષ બચાવા માટે પણ બચત કરો … છેલ્લા દસ વર્ષ ના બજેટ થી જુદું બજેટ જુના બજેટ માં લોન લો ખર્ચા કરો અને લોન ના વ્યાજ તમને બાદ મળે .. બચત એ શું ..?? આવું કૈક મોરલ આવતું…. આખો યુટન …..ખર્ચા નહિ બચત કરો… કારણ બતાવ્યું ૩૬ ટકા બચત નો રેશિયો હતો ત્યાંથી ૨૯ ટકા પર આવી ગયો…. બચત કરો એક જ વાત નીકળી ને આવે છે ..અને મેડીક્લેમ મોત૫ઓ રાખો જેથી માંદગી ના સમય માં કામ લાગે…..
૨ કોર્પોરેટ ટેક્ષ ઘટાડ્યો , ૫ ટકા ઓછો કર્યો … બહુ લાંબો ફેર નથી આવતો કોર્પોરેટસ ને આટલા ઘટાડા થી પણ એક પોઝીટીવ સિગ્નલ મોકલ્યું કોર્પોરેટ સેક્ટર ને કે અમે તમારી જોડે છીએ ..પાંચ ટકા પ્રોફિટ નો સીધો વધારો થાય ,પણ કોઈ કંપની એ પ્રોફિટ નો વધારો બતાડશે નહિ … એ પણ નક્કી
૩ કુલ આવક ની ૬૧ ટકા આવક સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટેટ ગવર્મેન્ટ ને આપી અને પોતાની પાસે ૩૯ ટકા જ રાખ્યા … બહુજ મોટું સ્ટેપ છે.. મુખ્યમંત્રી તરીકે ભોગવેલી કડકી ની પીડા કદાચ નરેન્દ્ર મોદી એ સરભર કરી છે …લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા સ્ટેટ ને આપી દીધા ….!!!!!! આટલા બધા રૂપિયા સ્ટેટ ને આપવા નું બોલ્ડ સ્ટેપ લેવા માટે ખરેખર છપ્પન ની છાતી જોઈએ … પોતાના ખીસા ના રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટ ને આપી દીધા ….સલામ બોસ ..
4 ગોલ્ડ બોન્ડ .. પેપર ગોલ્ડ ની વાતો વર્ષો થી થાય છે , સ્કીમ ખરેખર સારી છે પણ હિન્દુસ્તાન ના બૈરા ને પેપર ગોલ્ડ આપો ગીફ્ટ માં તો ઓછા માં ઓછા દસ દિવસ ધણી ને ભૂખ્યો રાખે …. મારા પિયર લગન માં જાઉં તો શું તારું પેપર ગોલ્ડ નું ભૂંગળું ગળામાં પેહરી ને જઈશ ..? બસ ત્યાં જ ખાટલે ખોળ આવે બાકી બીજું બધું ગોલ્ડ તો સરકારી નોકરો ના ભ્રષ્ટાચાર અને રાજકારણી ના કાળા નાણા થી લેવાયેલું છે અને લોકર માં સડે છે ,કાળા નાણા થી લેવાયેલું છે , એટલે એ તો પેપર ગોલ્ડ માં ના કન્વર્ટ થાય .. ફ્લોપ જશે આ સ્કીમ ….!!!!!
5 રીટસ ની આવક ,ભાડું ,કેપિટલ ગેઇન નહિ લાગે ,આ બધું ઇન્કમટેક્ષ માં બાદ મળે, પણ હજી જનતા ને રીટસ શું છે એનું જ ભાન નથી .. મેં આખો આર્ટીકલ લખ્યો છે લીંક મુકું છું .. http://shaishavvora.com/reits/ રીટસ ને પ્રમોટ કરવું જરૂરી છે
6 જીએસટી ૨૦૧૬ થી લાગુ કરીશું … બહુ મોડા છો જેટલી સાહેબ …જલ્દી કરો .. જેટલું મોડું કરશો એટલું વધારે નુકસાન છે ..ઈઝ ઓફ બીસનેઝ માટે ..!!!
7 વેલ્થ ટેક્ષ કાઢ્યો … બહુ જ સારું કર્યું , આજ સુધી દર વર્ષે એક હજાર કરોડ વેલ્થ ટેક્ષ મળતો એટલે ભારત ની ટોટલ વેલ્થ મોટા માણસો પાસે ફક્ત પચાસ હજાર કરોડ જ હતી એવું થાય …તદ્દન જુઠી વાત છે પણ આજ સુધી કોઈ સરકારો એ વિચાર્યું નહિ બસ જે ટેક્ષ આવે છે એ લઇ લો … તાલીયા.. ક્લેપ્સ .. વેલ્થ ટેક્ષ કાઢવા માટે….!!!
8 જીડીપી ને ૭.૪ % સુધી લઇ જવાનો … બહુ જ રીયાલીસ્તિક આંકડો અને હન્ડ્રેડ પર્સન્ટ એચીવેબલ ચોક્કસ આ ટાર્ગેટ એચીવ થાય … સાલું બહુ કેહવાય અત્યાર સુધી ની બધી સરકારો આ પોઈન્ટ પર ફેંકતી હતી અને આ સરકાર જેને લોકો ફેંકુ કહે છે એમણે સંપૂર્ણ વાસ્તવિક ફિગર આપી ..વાહ ..!!!!
9 નાના યુનિટો અને નાના ઉદ્યોગકારો માટે વીસ હાજર કરોડ નું ફંડ એલોકેટ કર્યું … ઘણા ધંધા ડેવલોપ થાય જો જેન્યુન ડીસટ્રેબ્યુશન થાય આ રૂપિયા નું તો ….મને એક નાના વેહપારી તરીકે ખુબ ગમ્યું …!!!!
10ગાર ને હમણાં ખીંટી પર લટકાવ્યું …સારી વાત છે પેહલા આપણા પગ મજબુત કરો … પછી બીજા સામે લડીશું ..!!!!!
11 એફએમસી અને સેબી ને વિલય કરો …. સરસ બહુ બધું જુદું રાખી અને વધારે હેરાન થવા નું … ઝાઝા ગુમડે વધારે પીડા ..!!!!!
12 સર્વિસ ટેક્ષ વધાર્યો … બહુ લાંબો ફેર નથી પાડવા નો કકળાટ થવા નો પણ ચાલે કોસ્ટ ઓફ બીઝનેસ વધે પણ ૧૨.૩૬ % નો ૧૪ % થાય તો શું ફેર પડે , આજ ના પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા નો ફર્ક વધારે પડશે આપણી લાઈફ પર….!!!
13 પેન્શન ફંડ … સારી વાત છે , પણ બહુ ટાઈટ નજર રાખવી પડે નહિ તો પેન્શન ફંડ પર , આ પેન્શન ફંડ ભવિષ્યમાં આવનારી કોઈ સરકાર ખાઈ જાય અમેરિકા ની જેમ તો બહુ મુશ્કેલી થાય ભવિષ્ય માં …!!!
14 મેક ઇન ઇન્ડિયા માં હથિયારો થી લઈને પ્લેન દેશ માં જ બનાવો …. અને પછી એક્ષ્પોર્ટ કરો…બહુ સારી વાત ..પણ ટેકનોલોજી લાવવા માં જો વધારે રૂપિયા ખર્ચાય તો બહુ ભારે પડે આ જુગાર ..પણ રમ્યા વિના છૂટકો જ નથી ….
15 ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રી ને ઉપર લાવો …. મારો પ્રિય વિષય ….જખ મારી ને કરવું પડશે મનમોહનસિંહ ની નીતિ ને આગળ લાવવા ની વાત ….
16 ૨૦૨૨ સુધી માં બધા ને ઘર … એફોરડેબલ હાઉસિંગ માં મળેલી નિષ્ફળતા ને ઢાંકવા માટે રીટસ ને વધારો … ઓછા માં ઓછા ૪ કરોડ ઘર બનાવવા પડે …મોટું ટાર્ગેટ છે .. નિશાન ચૂક માફ નહિ નીચું નિશાન ..!!
17 પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ ..લગભગ નિષ્ફળ જાહેર કરી અને પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જ જોર …સપૂર્ણ મુડીવાદી નીતિ … સાહેબ ના મિત્ર બરાક ખુશ થઇ જશે …!!!!
18 પાંચ અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ નખાશે …. ક્યારે ..??? સાહેબ ..? જલ્દી કરો …!!! બહુ મોડું થયું છે ..દોડો ..દોડો …દોડો ..
19 કોલ બ્લોકસ ની હરાજી થયા પછી ની અંદાજીત આવક વિષે બિલકુલ ચુપકીદી … તમારી રાજનૈતિક સુઝબુઝ પર શક ના થાય સાહેબ …!!!!
20 ગાંધીનગર નું ગીફ્ટ સીટી ને બને એટલી ઝડપ થી આગળ વધારવું …. ચુપચાપ ગુજરાત ને એક મોટી ભેટ ધરી દીધી … સાહેબ જલ્દી કરો તમારી પાસે હવે ચાર જ વર્ષ છે …. મારે ગાંધીનગર ના ગીફ્ટ સીટી ના પચાસ માળ ના ડાયમંડ ટાવર ના પચાસમાં માળે બેસી ને કોફી પીવી છે …. ભલે દસ હજાર ની એક કોફી કેમ ના હોય પણ મારે પચાસ માં માળે બેસી ને કોફી પીવી છે … ક્યારે પીવડાવશો ..?? તારીખ આપો ..??
21 કાળા નાણા ને નાથવા માટે ની વાતો કરી અને બહાર લાવવા ની વાતો કરી વીડીઆઈએસ જેવી સ્કીમ ની અપેક્ષા છે ….લાવો તો જલ્દી બહાર આવે કાળા નાણા અને સીસ્ટમ માં આવે તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર બહુ નિર્ભર ના રેહવું પડે ….
22 બેનામી જમીનો પર એક કડક કાયદો લાવવો છે … આશા અમર છે પણ નિરાશા નક્કી છે …
બધી જ બેનામી જમીનો ના માલિકો લગભગ લાલ બત્તી વાળી કે પીળી બત્તી ની એમ્બેસેડર ગાડી માં ફરે છે… આવો કાયદો પાસ થાય અને અમલ થાય તો લોકો નો ઈશ્વર પર નો ભરોસો ઉઠી જશે અને તમારા મંદિર દિલ થી બનશે … ચમચાગીરી માટે નહિ…
ઓવર ઓલ દિશા અને દશા બદલનારું બજેટ છે ,કમાવ બચાવો અને સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરો ….
બોટમ લાઈન આવી ગઈ …
શુભ રાત્રી
શૈશવ વોરા