વિસર્જન અને સર્જન …..
આજે અનંતચૌદશ મોટે પાયે દેશભર માં ગણપતિ નુ વિસર્જન…
મારો સવાલ એક જ છે … શુ તમે આ ગણપતિ ની મૂર્તિ નુ સર્જન કર્યું હતુ …?? મને બહુ બધા મેસેજ પેલી વિસર્જિત કરેલી ગણપતિ ની મૂર્તિ ઓ ના આવ્યા… કંઇક લખો ……. સાલુ શું લખુ … જે વસ્તુ નુ તમે સર્જન નથી કર્યુ એનુ વિસર્જન કરવા ઢોલ નગારા સાથે જાવ છો ..!! રૂપિયા આપી ને ખરીદેલી વસ્તુ વપરાઇ જાય પછી તો ગારબેજ જ થાય ને….એના આ જ હાલ હવાલ હોય કંઇ થોડા જિંદગીભર કોઇ સાચવે … જો તમે પોતે આ જ મૂર્તિ બનાવી હોય તો….? એકદમ સાચવી ને સરસ રીતે એને વિસર્જિત કરત… આ તો મોજ મજા પતી……એટલે જેમ ખાધા પછી ડીસપોઝેબલ પ્લેટ કચરા મા જાય તેમ મૂર્તિ ઓ પણ કચરા મા જાય છે……અહિયા શ્રધ્ધા કે આસ્થા નો સવાલ જ નથી… એકદમ મોજ મજા અને આનંદ પ્રમોદ ની જ વાત છે..
અમે નાના હતા ત્યારે મલ્લા માતા ની મૂર્તિ બનાવતા ….. નદી ના પટ મા જતા માટી અને કાંપ લાવતા અને તેમાથી મૂર્તિ બનાવતા ….. અને નવરાત્રી ના નવ દિવસ પછી એનુ એ જ નદી મા વિસર્જન કરતા ….. તારુ તને પાછુ…. નદી ની માટી અને કાંપ નદી મા પાછા જતા ….આ તો જંગલી વેડા …. પ્લાસ્ટર ઓફ પેરીસ ની મૂર્તિ બનાવે પેલા ગુલબાઇ ટેકરા વાળા … હુ રૂપિયા આપુ ખરીદુ….અને ફેંકુ નદી માં …..એમાં બિચારી નદી નો શુ વાંક ?? વગર વાંકે પેલો પીઓપી નો કચરો નદી એ ઢસડી ને દરિયા સુધી લઇ જવાનો …..
જો કે નદી ને તો આપણે માતા કહીએ છીએ … એટલે વાધો નહિ.. આમ તો ભારત મા લગભગ બધી મા ઓ ઢસરડા જ કરતી હોય છે… અને માં ઓ બિચારી અને બાપડી જ હોય છે …એટલે બિચારી નદી માતા પણ આ કચરો ઢસડી જશે….
બહુ દુખ થાય છે….આ વાચી ને કોઇ ભકત ને એની મા પર દયા આવે તો સાબરમતી મા ના ફેકતો , તારી દસ દિવસ ની મજા ની સજા તારી નદી માતા કેટલા દિવસો ભોગવશે .. .હવે તિતાલી વેડા છોડ અને તારા ગણપતિ ને અને આવતા વરસે માટી ના ગણપતિ બનાવજે…..ભઇલા
– શૈશવ વોરા