બધું કલીયર થયું છે ..??
૨૬ મી નવેમ્બર સાલ ૨૦૦૮ ….સ્થળ મુંબઈ આવો જ ઢળતી સાંજ નો એ સમય ટીવી સામે બેઠા રહ્યા હતા …ખાવાનું ગળે ઉતરતું અટકી ગયું હતું ભર્યા ભાણે જમ્યા વિના આખો દેશ ઉભો થઇ ગયો હતો … કોણ ત્રાટક્યું ..? કેમ ..? કેટલા જણા છે …? શા માટે આ હુમલો થઇ રહ્યો છે ..? કેટલા બધા સવાલો એક સાથે મન માં આવ્યા … બેબાકળું થયેલું મીડીયા સાચવી સાચવી ને રીપોર્ટીંગ કરતુ રહ્યું …તાજ હોટેલ ભડકે બળી … વીટી સ્ટેશન પર લોહી ની નદીઓ વેહવા લાગી લાશો ના ઢગલા થયા …ઓફ ડયુટી કે ઓન ડયુટી જે જવાનો હાજર હતા તેમણે મોરચો સંભાળ્યો … ઝીંક લીધી મુંબઈ પોલીસે …બધું ક્લીયર કરતા ચોવીસ કલાક નીકળ્યા …..
છ વર્ષ પછી પણ બધું કલીયર થયું છે …? ના નથી થયું ….. એ આતંકવાદીઓ ને બોટ માં છેક મુંબઈ સુધી કોણ લાવ્યું ..? પાકિસ્તાન થી ..? શું એ બધા ને મુંબઈ ની ભૂગોળ ખબર હતી …? તો પછી તેમને તાજ હોટેલ સુધી કોણ લઇ ગયું ..? હિન્દુસ્તાન ના કોસ્ટલ ગાર્ડ અને નેવી ઊંઘી ગયા હતા ..? શું દિવસ ના અજવાળે કરાંચી થી મુંબઈ આવ્યા ..? જો અંધારે અંધારે આવ્યા તો કરાંચી થી મુંબઈ પોહાચતા ગમે તેટલી સારી બોટ હોય તો એક દિવસ તો લગભગ આખો જાય જ ….!!! દરિયા ની આટલી મોટી સફર અને તે પણ આટલા બધા હથિયારો ની સાથે …. શક્ય છે …? હિન્દુસ્તાન નો દરિયો બોડી બામણી નું ખેતર છે ..? આટલી મોટી રાઈફલો અને એની બુલેટો અને રોકેટ લોન્ચર અને રોકેટો સાથે ….. લઇ ને મુંબઈ જેવા શહેર માં દસ જણા દરિયા કિનારે થી તાજ અને વીટી સ્ટેશન પોહાચ્યા …. પ્રજા અને પોલીસ ની આંખ માં ધૂળ નાખી ને એવું કેવી રીતે બને …??
આ બધા સવાલો એકજ વસ્તુ તરફ લઇ જાય છે …. ઘર કા ભેદી લંકા ઢાયે ….કોઈ લોકલ ચેનલ આતંકવાદીઓ ની ચોક્કસ હોવી જોઈએ …જે તેમને તેમના ટાર્ગેટ સુધી દોરી ગઈ … એ લોકલ ચેનલ કેમ હજી પકડતી નથી …??ત્યારે અફડાતફડી નો માહોલ હતો , હવે તો નથી …ફાઈલો ખોલો રેકોર્ડીંગ ફરી એકવાર બહાર કાઢો પણ ઘર નો ભેદી , ગદ્દાર ને શોધો …. શૂળી એ ચડાવો … ગમે તે કોમ નો કે રાજકીય પીઠબળ વાળો કેમ ના હોય …? શહીદો ની આત્મા ને ત્યારે જ શાંતિ મળે જયારે ગદ્દાર માટી માં મળે….
મુંબઈ ના લોકો તો ક્યારેય નહિ ભૂલે અને જેનું માણસ ગયું એ પણ નહિ ભૂલે પણ દેશ ના નેતાઓ કેમ ઢીલા પડે …? આજે મોદી સાહેબે નવાઝ શરીફ ને રોકડું પરખાવ્યું .. થોડી દિલ માં ટાઢક વળી……પણ ફરી એક વાર નર્કસ્થ અજમલ આમીર કસાબ નો મસ્તીભરી આંખો વાળો ફોટો ટીવી માં જોયો મન ખારું ખારું થઇ ગયું …..
મારો એક મિત્ર ગેમિંગ ઝોન ચલાવતો … એમાં દસ કોમ્પુટર રેહતા દસે દસ કોમ્પ્યુટર લેન માં હોય અને સોળ થી વીસ વર્ષ ના દસ છોકરા એમાં એક ગેઈમ આવતી હજી પણ છે … નામ એનું counter strike … સી .એસ .તરીકે ઓળખાય તે રમતા … પાંચ છોકરા આતંકવાદી બને અને પાંચ પોલીસ અને પછી જે સ્ટ્રેટેજી નક્કી થાય …અને જે બુમાબુમ થાય …. કવર … કવર આગળ માર માર ..એની માં ને … એની બેન ને … ગાળો નો વરસાદ અને કાન ફાડી નાખે તેવી બુમો… સ્પીકર માં ધાંય ધાંય ગોળી ના અવાજ અને કલાકો ના કલાક રમત રમતા જાય છોકરાઓ …. ત્યારે હું તેમને પૂછાતો યાર આ તમને ખબર કેવી રીતે પડે આમાં તો આખું શહેર છે …અને એનો નકશો તમને કેમનો યાદ રહે છે …કોણ ક્યાં જશે અને ક્યાં થી આવે છે ..? જવાબ આવતો અરે યાર શૈશવ ભાઈ તમે રોજ ના ચાર કલાક અને દસ દિવસ બેસો એટલે તમને પણ મોઢે થઇ જશે …..
બસ એ છોકરાઓ ની આંખ માં જે રમત રમતી વખતે જે ઝનુન અને એક્સાઈટમેન્ટ જોયું હતું એ જ આજ ના રેકોર્ડીંગ માં કસાબ ની આંખો માં હતું ….
ગેઈમ માં રેહતા શેહર નો નકશો મોઢે કરવા માં આટલો સમય જતો હોય તો… મુંબઈ માં તો નવો સવો તો ક્યાય ખોવાઈ જાય ….. અને અચ્છા અચ્છા ને મુંબઈ રસ્તા ભૂલવાડી દે છે ….. તો આતો પાકીસ્તાની અને અફઘાન હતા ….
હાફીઝ સઈદ ને હિન્દુસ્તાન ના લવાય તો કઈ નહિ ..ત્યાં જ પાકિસ્તાન માં મારી પાડો …અંગ્રેજી પિકચરો માં હોય છે તેમ… મારા દેશ ના ગુનેહગાર ને સજા હું જ આપીશ બીજા દેશ ને એનો અધિકાર નથી …. અમેરિકા એ બિન લાદેન ને પાકિસ્તાન ની ધરતી પર જઈ ને મારી પાડ્યો અને દરિયા માં દફ્નાવ્યો ….એક કબર સુધ્ધા એને ધરતી પર ના આપી …..
ગદ્દારી ની એક જ સજા …. મોત …
પ્રભુ શહીદો ના આત્મા ને શાંતિ અર્પે ……
ઘા પર મરચું ત્યારે લાગ્યું હતું જયારે હોરર ફિલમ નિર્માતા રામગોપાલ વર્મા અને રીતેશ દેશમુખ બીજા દિવસે અડધી બળેલી તાજ નું સાઈટ સીન કરવા ગયા હતા …