છેલ્લા ચાર દિવસ થી દેશ માં ચાલતા એક બહુ જ મોટા હાઈ પ્રોફાઈલ તમાશા નો આખો દેશ સાક્ષી બની રહ્યો છે .. મારી સાથે આખો દેશ આ તમાશા ને જુદા જુદા એન્ગલ થી જોવે છે અને મુલવે છે .. મને સખત ગભરામણ થાય છે …જયારે નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે એમની અને ઓબામાં વચ્ચે ની વાતો ને પરદા માં રેહવા દો …
પરમાણું ડીલ થ્રુ થઇ ગઈ એવું કહે છે …કોઈ પણ પરમાણું મથકમાં થનારા અકસ્માતના સંજોગોમાં પેહલા ૫૦૦ કરોડ અમેરિકા ભારતને આપશે એવું હતું , અને હવે ૭૫૦ કરોડ આપશે , અને બીજા ૭૫૦ કરોડ નરેન્દ્ર મોદી સાહેબ ભારત સરકાર ના ખિસ્સામાંથી આપશે, ટોટલ ૧૫૦૦ કરોડ મળશે …કોઈપણ અકસ્માતના સંજોગો માં ….!! ચેર્નીબલ યાદ છે કોઈ ને..? કેટલા પરમાણું મથકો બનવાના છે હિન્દુસ્તાનમાં ..? વીસ આંગળીના વેઢા કરતા પણ વધારે … એક પણ પરમાણું મથક ના સંભવિત અકસ્માતમાં ,ભારતના ઓછામાં ઓછા બે કરોડ લોકો ને અસર કરે ….અને માલી મિલકતનું નુકસાન કેટલું થાય .? શું આ બધું ફક્ત ૧૫૦૦ કરોડ માં ભરપાઈ થઇ શકે ..? અત્યારે તો ઓબામાં મામા અને ઝિંગ પીંગ કાકા બંને જણા એ કાર્બન એમીશન ના નામે સાહેબ ને બરાબર સાણસામાં લીધા છે ..મેહસાણીયા અંગ્રેજી માં સાહેબ ભલે ને એમ કહે કે ઇન્ડિયા ઇજ સાર્વભોમ કન્ટ્રી ..નો વન કેન પ્રેસરાઈસ અસ ટુ સાઈન એનીથિંગ …બટ ધેર ઇજ પ્રેસર ફ્રોમ અવર ફ્યુચર જનરેસન..કાર્બન એમીશન ઓછું કરવા નું એટલે ગેસ કે કોલસા થી ચાલતા વીજ મથકો બંધ કરો અને પરમાણું વીજ મથકો નવા બનાવો ….ચીન અને અમેરિકા બંને લોઠકા છે ..અને એમાં સાહેબ ની ઘેટી બરાબર ની ફીટ થઇ છે….સરદારજી એ તો સામા પડી અને સહી ના કરી …જોઈએ સાહેબ શું કરે છે …
રહી વાત ધંધા ની તો અમેરિકા માટે ધંધો એટલે પ્રોફિટ અને અમને અમારો પ્રોફિટ ઘેર પાછો લઇ જવાદો તોજ અમે તમારે ત્યાં ડોલર નાખીએ …આમ જોવા જઈએ તો હિન્દુસ્તાન નું આખું માર્કેટ ૨ ટ્રીલીયન ડોલર નું અને અમેરિકા નું ૧૭ ટ્રીલીયન ડોલર નું …આપણા કરતા લગભગ નવ ગણું મોટું માર્કેટ અમેરિકા પોતે જ છે …અમેરિકા સંડાસ જઈને પુંછડું લુછવા માટે પણ જે કાગળિયાં વાપરે છે, એ કાગળિયાં વાપરવાના જો બંધ કરે ને તો વીસ વર્ષ માં ગીર ના જંગલ જેટલા લાકડા દુનિયા ના બચી જાય .. તમારી મારી જેમ પાણી અને ડાબા હાથ નો ઉપયોગ મામાના દેશમાં નથી થતો …દુનિયાના ૪૬ ટકા કુદરતી સંસાધનો એકલું અમેરિકા વાપરે છે …હવે અંકલ સામ ને જેટલો રસ આપણા ધંધામાં છે, એના કરતા જો આપણે એમના ૧૭ ટ્રીલીયન ડોલર માંથી ખાલી એક ટ્રીલીયન નો ધંધો આપણા દેશમાં ઠોકી લાવીએ ને તો હિન્દુસ્તાન વારે ન્યારે થઇ જાય સો વર્ષ પછી ઈસ્વીસન ૨૧૧૫ માં લોકો રાજઘાટ ને બદલે મોદી ઘાટ પર શ્રધ્ધા સુમન આપવા જાય ….
ટેકનોલોજી ટ્રાન્સફર ની વાત થાય છે …ડ્રોન ની ટેકનોલોજી માંગી , ફાઈટર પ્લેન ની માંગી હવે આ બધું મેક ઇન ઇન્ડિયા ના નામે માંગીએ છીએ ..સામે ઈઝ ઓફ બીઝનેસ ની વાત આવે છે ..ધંધો કરવા માં સરળતા જોઈએ છે ..બજેટમાં ઇસ ઓફ બીઝનેસ આપી દઈશું એવું કીધું સાહેબે …સામો જવાબ પણ જોરદાર આવ્યો તો બજેટ પછી એવું લાગે તો હું ફરી પાછો ઇન્ડિયા આવી જઈશ ..બોલો શું કેહવું ..?આને કેહવાય કે ડફણા મારી ને કામ કરાવે છે કોઈ આપણી પાસે …તમારી બોલી મેહમાન બોલી જાય એ તો હદ થાય , હવે તો કહ્યું પાળવા નો સમય આવ્યો … રેલ્વે ખોલી નાખી પણ અમેરિકાને એમાં રસ નથી ,રોડ રસ્તામાં પણ રસ નથી, પરમાણું મથકો બાંધવા છે ….એક માત્ર ભારતીય કંપની પરમાણું મથક બાંધી શકે તેમ છે.. એલ એન્ડ ટી બીજું કોઈ આ કામ કરી શકે તેમ નથી …માટે અમેરિકન કંપનીઓ ટાંપી ને બેઠી છે જેવા સહી સિક્કા થયા એના બીજા દીવસે કામ ચાલુ થશે…..
આજે ગણતંત્ર દિવસ પર બરાક ઓબામા આવ્યા છે …ભારતવર્ષ નું ગણ અને તંત્ર કેટલું અને ક્યાં સુધી સલામત રહી શકે ..? અને આ ગણ અને તંત્ર બે ને છુટા પડીએ તો ગણ નો સમૂહ તો લગભગ હવે એકાકાર થઇ ગયો છે .. પણ તંત્ર સમજાતું નથી …તંત્ર ઉપર પકડ લેવા માટે વોટબેંક અને વોટ ની મારામારી માં , આ બધું માર્કેટિંગ ના ખેલ ગોઠવાય છે ..સામાન્ય માણસની આંખ માં ધૂળ નાખી અને આંજી દેવાય અને વોટ ખેંચી લેવાની નવી કરામત ચાલુ થઈ છે …પેહલા જાપાન ,પછી ચાઈના ઝિંગ પીંગ ..પછી મેડીસન સ્ક્વેર, ઓસ્ટ્રેલીયા અને હવે તો હું અને બરાક..!!! અમે ફોન પર ગપ્પા પણ મારીએ છીએ …. અલ્યા ફક્ત એક વર્ષ પેહલા આ જ બરાક તમને એમના દેશમાં ઘુસવા સુધ્ધા નોહતો દેતો …વિડીયો કોન્ફરન્સીંગ કરવા પડતા અને એકદમ જ મિસ્ટર પ્રેસિડેન્ટ માંથી એકલું બરાક ….!!! મારું બેટું બહુ કરી હો ..
મને તો કોઈ પણ ફેક્ટરી નો મેનેજર એમ કહે ને કે તમે તો અમારા શેઠ ના ખાસ માણસ કે ભાઈબંધ છો એટલે મને તો બીક જ લાગે, નક્કી આપડી ચડ્ડી ઉતારી લેશે આ ભાઈબંધ બનાવી ને … ઉધારી લાંબી જ ખેંચે …લાલો લાભ વિના લોટે જ નહિ…
સાહેબ તમે તો આ અમદાવાદ ના બધા રેડિયો જોકી જેવું કરો છો … અંકલ સામ ને એ લોકો બરાક ઓબામા ને મામા કહે છે અને ફર્સ્ટ લેડી મિશેલ ને મામી કહે છે … કેમ ..? ખબર છે … તો જવાબ છે દર વર્ષે અમેરિકા વેકેશન માં ફરવા જવાય ને એટલે …બરાક મામા અને મિશેલ મામી … લ્યો તમે પણ એવુજ કર્યું આપડા તો તમે જીગરજાન મિત્ર બરાક ભાઈ …તમે તો …અને ટીવી અની સોસીઅલ મીડિયા પાર ભેટી ભેટી ને ફોટા પડવો …એટલે લોકો તો ગાંડા ગાંડા થઇ જાય ….બિચારી હિન્દુસ્તાનની જાહેર જનતા ..
ફરી પાછો આવું પરમાણું ડીલ પર , ફક્ત અઢીસો કરોડ વધારી આપ્યા અને ૭૫૦ કરોડ ની જો ભારત સરકારે ગેરેંટી આપવાની હોય તો આમાં કઈ મોટી ધાડ મારી હોય એવું લાગતું નથી …મામા આપી જાય છે કે લઇ જાય છે એની ખબર તો થોડા સમય પછી જ પડશે .. જો ૭૫૦ કરોડ નો જ ખેલ કર્યો હશે તો જનતા કોર્ટ ના દરવાજા ખખડાવશેએ નક્કી છે ..ભોપાલ ગેસ કાંડ હજી ભુલાયો નથી …
માર્કેટિંગ તો જોરદાર ચાલ્યું છે …
કેહવાય છે કે એક ફોટો હજાર શબ્દો ની બરાબર હોય છે ઉપર નો ફોટો જુવો …બસ જગ્યા નથી છતાં પણ ભાર ખેંચવા નો છે …બેગ ખેંચતા બેન મોદી સાહેબ છે અને સ્કુટર ચલાવતી વ્યક્તિ જાહેર જનતા છે …અને આવી જ રીતે પરમાણું કરારની બેગ ખેંચવાની છે …..
શુભ રાત્રી
શૈશવ વોરા