
આજ ની પોસ્ટ ઘણી લાબી છે એટલે બધા ને બ્લોગ પર મોકલીશ ………..પાંચ વર્ષ ની બાળકી એ દીક્ષા લીધી કે આપવા માં આવી … બાળ દીક્ષા …. હિંદુ સમાજ નું એક બહુ મોટું બહુ મોટું બ્લંડર છે … જયારે હિંદુ સમાજ શબ્દ વાપરું છુ ત્યારે તેમાં જૈન ,બુદ્ધ, વૈષ્ણવ ,શૈવ ….અને બીજા બધા જ સંપ્રદાય તેમા આવે છે કે જેમના જન્મ , લગ્ન અને મૃત્યુ ના રીવાજો અને રીતી સરખા છે …. વાત હવે દીક્ષા ની… સાધુ સન્યાસી ….
જુના જમાના મા બાળ દીક્ષા થતી પણ તે ફકત ભણવા માટે સાધુઓ કે ઋષિ મુનિ આશ્રમ ચલાવતા … એમને ત્યાં આશ્રમ મા કે ગુરુકુળ મા બાળકો રેહતા અને ભણતા … અને મા બાપ પાસે યોગ્ય ઉમરે પાછા જતા … સંસાર મા … દીક્ષા એટલે કોઇ પણ લક્ષ પ્રત્યે એકાગ્રતા પૂર્વક સાધના કરી અને ગુરુ ચરણ મા રહી અને જ્ઞાન પ્રાપ્ત કરવુ …નહી કે જીવનભર ગુરુ ની ગુલામી કરવી… ગુલામી શબ્દ સંપૂર્ણ સાન ભાન મા વાપરુ છુ …એક મહારાજ સાહેબ ની વાત યાદ આવે છે … માથા મુન્ડવા થી મન નથી મુંડા તા ….જે ગુરુ શિષ્ય ને જીવનભર પોતાની પાસે રાખે છે એ કદી સાચો ગુરુ ન જ હોય …જો ગુરુ ની પાસે રહી ને મોક્ષ મળવા નો હોય તો ગુરુ એ મોક્ષ કયારનો મેળવી લીધો હોત …એટલે મોક્ષ ની કામના થી ગુરુ સેવા કરવી એના જેવી મુર્ખામી એક પણ નથી..હિંદુ ધરમ ના બધા ફિરકા ના સાધુ સત મહારાજ સાહેબ .. સંસાર ખરાબ છે .. અને સંસાર નો ત્યાગ કરી અને મોક્ષ મળે … લગભગ આ જ મોરલ આપે .. મારા સવાલો થોડા … શુ કોઇ સાધુ કે સાહેબ મોક્ષ ની ગેરેટી આપે છે … ના ..ગોળ ગોળ વાતો થી ગ્રંથો ભરેલા છે..કયાય નકકર હકીકત નથી મળતી.. જે વસ્તુ એમની પાસે નથી એ તમને કે મને કયા થી આપવાના ??? જવાબ એવો આવે કે એ તો આપણ ને મોક્ષ નો રસ્તો બતાવે ….ચાલવા નુ આપડે છે.. ટૂક મા ગુરુ મહારાજ એ મોક્ષ ના રોડ નુ સાઇન બોર્ડ છે…હવે મુબઇ ના પાટીયા ને હાર તોરા પુજા કરાય …કે એની નીચે બેઠા રેહવા થી મુબઇ પોહચાય ખરું ….કે ગુજરાત મેલ મા બેસવા થી… બોલો .. મોક્ષ માટે પાટીયા ની જરુર છે કે ગાડી ની ??
જુના જમાના મા પણ ભણતર ની દિક્ષા પણ કુમાર અવસ્થા મા આપતા … એટલે કે ચૌદ વરસ પછી.. કોઇ પણ તીર્થંકર , બુદ્ધ , કે રામ કે કરીશન સંસાર મા આવ્યા પછી એક સંતાન ના પિતા અને ચક્રવતી સમ્રાટ થયા પછી મોક્ષ ની કામના થી સંસાર છોડયો છે .. નહી કે પાચ સાત વરસ ના હતા ત્યારે .. દરેક મા બાપ ની ફરજ છે કે તેમના થી જેટલુ બને તેટલુ વધારે જ્ઞાન તેના બાળક ને આપે … જ્યાં પોતે પાછા પડે ત્યાં ગુરુ કે શિક્ષક પાસે મોકલે … હા અત્યારે સાધુ બાવા ની લાઇન મા પણ જોરદાર કેરીયર બને … છે .. ઉમા ભારતી , બાબા રામદેવ એના ઉદાહરણ અને આદર્શ બની શકે … જો એ એન્ગલ થી દિક્ષા આપી હોય તો કઇ ખોટુ નથી …ગુસ્સો આવ્યો ? ચચર્યું કે નહી ..?? મહારાજ સાહેબ , બાવા , સાધુ ના ચરણ મા કઇ પણ ધરતા પેહલા એ કયા. ..કેમ અને શા માટે વપરાશે એનો વિચાર કરી અને આપજો …. અને સંતાન આપણુ કે બીજા નુ એ તો કોઇ ને કેવી રીતે અપાય … આપણા બાળક ને મોક્ષ આપવા ની લાલચ મા આપણે નરક મા ના જવાય એનુ ધ્યાન …બાળક તો એમ પણ ઈશ્વર નુ રુપ છે… ઈશ્વર નુ આપેલુ વરદાન છે… અને વરદાન કેવી રીતે કોઇ ને આપી દેવાય ?? હા લાવારીસ હોય તો અનાથ આશ્રમ કરતા બાવો બનવુ એ સારો વિકલપ હોઇ શકે છે…
૧૦૨ નોટ આઉટ નાટક નો એક ડાયલોગ યાદ આવે છે ….તમારા બાળક ના જીવન મા કઇ પણ યાદ રાખવા જેવુ કઇ હોય ને તો એ તેનુ બાળપણ છે ….
મોટા થયા પછી તો એ પોતાનો રસ્તો જાતે જ કરી લે છે …
પોતાના સંતાન ના જીવન નો સૌથી વધારે મા વધારે અને સુંદર ભાગ ને માંણી અને યાદ રાખી અને એની એ યાદ મા આપડુ ઘડપણ કાઢવા નુ હોય… તેને આવી કઠોરતા ની ભઠ્ઠી મા એ ફુલડા ને કેમ ઝોકાય….એ પણ દિકરી ને .?? બહુ ઓછા બાપ હશે … અને બહુ ઓછી મા હશે જે પોતાના દિકરા ને જતિ કરે…. એક કેહવત યાદ આવી પારકા છોકરા ને જતિ કરાય …ના ભાઇ ના એવુ પણ પાપ ગાઠે નથી બાધવુ ….
ઉમા ભારતી કે બાબા રામદેવ એ કયારેય કેરીયર તરીકે ભલે એમના સાધુત્વ ને નહી લીધુ હોય … પણ હવે એ રસ્તો સારો અને ખુલલો છે…
અઢાર વરસ ની ઉમર સુધી ભણવા સિવાય નુ કોઇ પણ કામ એ બાળ મજુરી જ ગણાય અને સાધુ બનાવા નો નિર્ણય તો બહુ મોટી વાત થાય … ધર્મ અર્થ કામ અને મોક્ષ .. પેહલા ત્રણ પુરા થાય પછી મોક્ષ નો વારો આવે…જૈન ધર્મ મારો બહુ પ્રિય છે … મન , વચન , અને કર્મ … થી હિસા ના થવી જોઇએ …ક્ષમા એ સૌથી મોટુ શસ્ત્ર છે.. કદાચ પ્રેક્ટીકલ જીવન મા અશકય છે … માટે રજનીશ જેવા ફિલોસોફરે જૈનો ની ભરપુર ટીકા કરી છે… અને બીજુ એક મહત્વ નુ પાસુ સમય ની સાથે ના બદલાવા નુ અને જુના રીત રિવાજો ને વળગી રેહવાનુ …જે ટીકા કરવા ને આમત્રણ આપે છે… ભારત વર્ષ એ જિસસ અને ઇસ્લામ સિવાય ના તમામ ધર્મો ને જન્મ આપ્યો છે… કદાચ એટલે જ સૌથી વધુ ધાર્મિકતા અને સૌથી વધુ મોક્ષ ની કામના આપણા સમાજ મા જોવા મળે છે… અને થોડે ઘણે અંશે કટ્ટરતા પણ..ઝનૂન ની સાથે…આજ ની પોસ્ટ કદાચ ઘણા બધા ને ના ગમે તો તે બધા ને મિછામી દુકડમ … માફી … પણ હુ મારા વિચારો મા સ્પષ્ટ છુ… અઢાર વર્ષ થી નીચે ની કોઇ ને પણ ધર્મ ની દીક્ષા એ તાલેબાન નુ બીજુ રુપ છે..જે વસ્તુ જોઇ નથી અને તેને પામવા માટે આજ ની જિદગી ને ખરાબ કરવા ની મારી કોઇ તૈયારી નથી … મોક્ષ મળવા નો હશે ત્યારે મળશે અતયારે મોજ જોઈએ છે…જીવન થી મોટુ કશુ નથી… વાચન, ચિંતન , ધ્યાન ..ભક્તિ .. જનસેવા … બીજા ઘણા ઓપશન છે સાધુ દીક્ષા સિવાય …
તાલેબાનો ને શબ્બા ખેર … બાકી ના ને …
શુભ રાત્રી
– શૈશવ વોરા