બેંક પ્રાઇવેટ અને સરકારી …
ફરક કેટલો?? ઘોડા અને ગધેડા જેટલો કે વધારે?? સરકારી બેંકો ની મોટામાં મોટી તકલીફ તેમના સખત ધીમું કામ કરતા ઘરડા થયેલા કર્મચારી …તદ્દન રગશિયા ગાડે કામ ચાલે …જયારે તેની સામે પ્રાઇવેટ બેંકો ના આંખ ઠરે એવા જુવાનીયા અને જુવાનડી ઓ ફટાફટ કામ ખેંચે … સરકારી બેંક વાળા કોમ્પ્યુટર ના કી બોર્ડ પર આલ્ફા બેટ શોધતા હોય તેટલી વાર માં તો પેલા છોકરાઓ ત્રણ એન્ટ્રી પતાવે …નવા જમાના ના આ યુગ માં સ્કૂલો માં અને ટ્રેનીગ માં અક્ષર સુધારણા જેટલો જ ભાર ટાઈપીંગ ની સ્પીડ પર મુકવો જોઈએ …બીજું છે તોછડું વરતન …નવા સ્ટાફ ની ભરતી ના થવી , કામ નું ભારણ સરકારી બેંકો માં વધવા થી અને ઉપર થી ટાર્ગેટ ના પ્રેશર …. પણ નોકરી ની પાક્કી સિક્યુરીટી …એને લીધે વાણી વર્તન માં તોછડાઈ આવે છે જયારે પ્રાઇવેટ બેંકો ના છોકરા આ બધા પ્રેશર ની સાથે જ જન્મ્યા છે એટલે એમને આ બધા કામ ની ફાવટ છે અને કોને કેમ બાટલા માં ઉતારવા એની પૂરી સમજણ છે તો જ ઇન્ક્રીમેન્ટ આવે ……નેટ બેન્કિંગ , ડ્રોપ બોક્ષ અને એ ટી એમ ના યુગ માં વન ટુ વન બેન્કિંગ લગભગ ઓછું થઇ ગયું છે .. પણ બેંક માં જાતે જનારો મોટા ભાગ નો વર્ગ અભણ કે વડીલો જ રહ્યા છે ..અને પ્રાઇવેટ બેંકો માટે વડીલો અને એન આર આઈ ..તો એફ ડી નો બહુ મોટો સોર્સ છે .. એટલે એ લોકો ત્યાં સારી રીતે સચવાય છે .. અને અભણ પ્રજા માટે બીજું કોઈ ઓપ્શન નથી .. એટલે પેલા ગમે તેવું વર્તન કરે એ વર્ગ ત્યાં જ જવાનો ….
હવે વાત કરીએ શેર બજાર અને બેંકો માં રહેલી એન પીએ ની … બજાર માટે બેંકો હમેશા દુઝતી ગાય રહી છે ..અને અત્યાર સુધી ના શેર બજાર ને લગતા બધાજ કૌભાંડી કોઈ ને કોઈ બેંક ને ડુબાડી ને ગયા છે છેલ્લો નમુનો માધુપુરા બેંક છે .. જ્યાં થી મારા જેવા ને એક નવો શબ્દ શીખવા મળ્યો ..
“મરણ મૂડી ” …. બેંકો ની સાચી એનપીએ બહાર આવે તો કૈક મોટી પ્રાઇવેટ બેંકો તકલીફ માં આવી જાય …અને ત્યારે પેલી સરકારી બેંકો વહાલી લાગે … છેલ્લે તો ભાઈ ખેલ રૂપિયા નો જ છે ને …સર સલામત તો પઘડિયા બહોત .. રૂપિયા હશે તો કોઈ પણ બેંક માં જવાશે …બાકી તો …રાધે રાધે ….
ઘોડો કે ગધેડો વ્યાજ માં કઈ મોટો ફેર નથી …….
શુભ રાત્રી
– શૈશવ વોરા