લગ્નસરા ની સીઝન ચાલુ થઇ ગઈ …. કંકોત્રી ના ઢગલા ચાલુ થયા …એના એ જ પાર્ટી પ્લોટ ,કલબ અને બેન્કવેટ હોલ , વરઘોડા ,અને વિદાય ….જમવા નું તો એજ બધું લાઇવ ઢોકળા ,હાંડવા ના કાઉન્ટર,પંજાબી ગુજરાતી સબ્જી રોટલી પૂરી , ચાઇનીઝ ,મદ્રાસી,સલાડ , અને ચાટ ના કાઉન્ટર , મીઠાઈઓ ,અને આઈસ્ક્રીમ …થાકી જવાય …
એક જ દિવસ ના બે ત્રણ લગ્ન કે રીસેપ્શન હોય તો આંટા અને ધક્કા ખાઈ ને કંટાળો આવે …
એક લગ્ન ની કંકોત્રી લખવા માટે જવાનું થયું અને એક ઘટના બની અને મને એક કુ
વિચાર મગજ માં આવ્યો …
ઘટના કૈક આવી હતી …….
એક વડીલે લગ્ન ના ઘર માં ફરમાન જાહેર કર્યું … કુટુંબ ના બધા જ દીકરાઓ ને સપરિવાર લખો અને બધી જ દીકરીઓ ને બે વ્યક્તિ …શ્રીમાન શ્રીમતી લખો દીકરીઓ ને …. મારા થી પુછાઈ ગયું એટલે કાકા ..? કાકા એ સરસ ફોડ પાડ્યો તારે, તારી વહુ અને દીકરીઓ ને લઇ ને આવવા નું અને તારી બેહન ને ફક્ત બેહન અને બનેવી ને આવવાનું ….ત્યારે તો ત્યાંથી ચુપચાપ વડીલ ની આમન્યા રાખી અને નીકળી ગયો …
પણ
મારી કમાન છટકી આમ કેમ ..? જેમ અમે બધા સપરિવાર તેમ મારી બહેન અને એનો પરિવાર …એ લોકો પણ બધા સપરિવાર …. અથવા તો અમે બધા દીકરાઓ બે જણ અને દીકરીઓ પણ બે જણા ….સગાઇ તો બેહન ની અને મારી તમારી જોડે સરખી જ છે ને ….તમે અમારા બંને ના કાકા થાવ ….દીકરી હોવા ને લીધેજ તમે સપરિવાર ના બોલાવો એવું કેવું ..? આ તો ડીસક્રીમીનેશન થયું ….
આ વાત લગભગ હજી સમાજ ના દરેક કુટુંબ અને દરેક સ્તર માં જીવે છે …. કન્યા ભ્રૂણ હત્યા એ પાપ છે ..એવું ઘણા બધા એ સ્વીકારી અને એક ,બે કે ત્રણ દીકરી ને જન્મ આપ્યો છે …. શું એ લોકો મુર્ખ છે ..? આજે જે વસ્તુ મારી બહેન સાથે થાય છે , તે જો આજ રીતે ચાલતું રહ્યું તો મારી દીકરી સાથે પણ થશે ..!! શા માટે હજી પણ આ દીકરા અને દીકરી ની ભેદરેખા સમાજ માં દોરાયેલી છે …? અને જો સમાજ માં હજી આજ રીતે દીકરી અને દીકરા નો ભેદ ચાલુ રાખવા નો હોય તો બેહતર છે કે એ દીકરી માતા ના ગર્ભ માં જ મરી જતી ……….
દીકરો ,દીકરી એક સમાન આ બધી ખાલી વાતો જ છે … દીકરી ને એનો હક્ક કે દીકરા જેટલો જ હક્ક આપવા માં આપણો સભ્ય સમાજ હજી પાછો પડે છે ….હજી પણ દીકરો મારો લાડકવાયો અને દીકરી તો પારકી થાપણ કેહવાય એ જ ગીત વિદાય વખતે વાગે છે …..
દોસ્તો થોડી વાત કરવી છે તમારી સાથે. .. જ્યાં આવું આમંત્રણ હોય અને તમને તમારા સગા માં પુરુષ તરીકે તમારા બાળકો અને પત્ની ને બોલાવે અને તમારી બેહન ના બાળકો ના બોલાવે અથવા એક સરખા સગપણ માં ખાલી દીકરાઓ ને બોલાવી અને દીકરીઓ ને ન બોલાવતી હોય …તો ત્યા ચોક્કસપણે ગેરહાજરી પુરાવી અને વિરોધ જતાવો …. આ જમાના માં કોઈ ને સાત પાંચ છોકરા છોકરી નથી હોતા … એક ભાઈ અને એક બહેન હોય છે અને એમના લગભગ એક જ સંતાન હોય છે …પ્રસંગ માં પચીસ પચાસ માણસ વધે કે ઘટે તો બહુ ફેર નથી પડતો હોતો ……
હા જો યજમાન પોહચતા પામતા ના હોય તો ભાઈ બેન બંને ને બે બે વ્યક્તિ લખો અરે યાર એક એક વ્યક્તિ લખો અને મેહમાન પણ સમજશે .. ભાઈ બહેન બંને એકલા આવી અને યજમાન નો પ્રસંગ દીપાવશે , આ જમાના માં કોઈ ને એ લગન નું ખાવા ની ભૂખ રહી નથી ….પણ જે રહ્યું સહ્યું ડીસક્રીમીનેશન બાકી છે તેને પણ કાઢો … દીકરા દીકરી નો ભેદ ક્યાય પણ નહિ બસ …
આશય કોઈ ના ઘર માં ઝઘડા ઉભા કરવા નો ચોક્કસ નથી પણ શાંત ચિતે વિચારજો …..ખોટું એ ખોટું જ છે જેવો ભાઈ એવી જ બેહન એ સ્વીકારશો પછી જ જેવો દીકરો એવી દીકરી સ્વીકારી શકશો ….. જે લાડ કોડ થી તમે દીકરી ને ઉછેરો છો એજ લાડ કોડ થી તમારા પપ્પા એ તમારી બેહને ઉછેરી છે ….
ભાઈ ની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી ……
શુભ રાત્રી
તા . ક .
સંપૂર્ણ કાલ્પનિક ઘટના છે .. કોઈ પણ સગા સબંધી એ આવું કોણે કર્યું હશે શૈશવ સાથે તેવું શોધવા ની કોશિશ ન કરવા વિનંતી ..આવું બધે જ થાય છે … તેને રોકવા માટે નો એક નમ્ર પ્રયાસ …