ભીમ ખાય અને શકુની હંગે ….
સાંભળી છે આ કેહવત …ક્યારેય ..? એક જમાના મા ભીમે તપ કર્યું અને મહાદેવજી પ્રગટ થયા વરદાન માંગવા કીધું … ભીમ નો નંબર વન દુશ્મન શકુની ,એટલે ભીમે વરદાન માંગ્યું કે હું ખાવાનું ખાઉં પણ સંડાસ મારી બદલે શકુની જાય …બસ ત્યારથી ભીમ ખાવા માં પાછુ વાળી ને જોતો નહિ અને શકુની લોટા ભરતો …. અને ત્યારથી જ આ કેહવત પડી ભીમ ખાય અને શકુની હંગે ….પણ લાગુ પડતી આજે જોઈ…
દસ લાખ રૂપિયા નો સુટ એક કરોડ અડતાલીસ લાખે પોહચ્યો આજે…..ગજબ ચાલ ચાલે છે….સાહેબ ના શબ્દો માં આપત્તિ ને અવસર માં ફેરવો … બહુ મોંઘો પડતે આ સુટ યુપી બિહાર ની ચુંટણી માં … પણ સાહેબ કોનું નામ ..? બાપુ આપત્તિ ને અવસર માં ફેરવી નાખ્યો.. ખેલ ચાલુ છે અને એક કરોડ અડતાલીસ લાખે પોહચ્યું સુટ …પણ શકુની મામા ભરાયા છે ..સાહેબે તો સુટ ની જોડે બીજી એકસો પચાસ વસ્તુઓ પણ એમણે મૂકી દીધી વેચવા માટે, એમને મળેલી ભેટ બધી જ …પણ શકુનીમામા નું શું ..?સવાલ એ ઉભો થયો કે અત્યાર સુધી ના બધા કોંગ્રેસી વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ને મળેલી ગીફ્ટ ક્યાં ગઈ ..????? બસ કોંગ્રેસ ભરાઈ બરાબર ની… હવે તો ભેટો ભેગી કરીને વેચાય પણ નહિ ..દસ લાખ નો સુટ પેહર્યો સાહેબે અને ભરાઈ કોંગ્રેસ…. વાહ વાહ … ચતુર સુજાણ ..
સાહેબ આજે કામ પર લાગ્યા છે સ્વાઇન ફ્લુ માટે સચિવ ઉપર તડી બોલાવી છે ..પણ પરિસ્થિતિ કાબુ બહાર છે… બધી રાજ્ય સરકારો ગરમી વધવા ની રાહ જોઈ રહી છે ..ગરમી વધી છે ,પણ હજી એટલી નથી વધી કે સ્વાઇન ફ્લુ નો વાઈરસ ગરમી થી મરી જાય….ગરમી ની રાહ જોવામાં ઘણા લોકો નો જીવ ગયો… ટેમી ફ્લુ પણ એટલી અવેલેબલ નથી …
પ્રાઈવેટ હોસ્પિટલ માં તો એક પણ કેસ સ્વાઇન ફ્લુ આવે એટલે જોરદાર અફડાતફડી નો માહોલ થઇ જાય
છે , નર્સ અને ડોકટરો થી લઇ ને આયાબેનો માસ્ક પેહરી અને દોડાદોડી કરી મુકે છે,સખત ભય વાળો માહોલ છે ,અત્યારે આ સ્વાઇન ફ્લુ નો ..પેલો કપૂર,એલચી ,તજ વાળો મેસેજ ફરે છે ,પણ ઠીક મારા ભાઈ કશું પ્રૂવન નથી એટલે બહુ ભરોસો ના કરાય, માનસિક શાંતિ માટે ઘેર કપૂર લાવી ને મૂકી દીધું છે, પણ આજે એન. ૩૫ નંબર નો માસ્ક પપ્પા મમ્મી એ દવાખાને પેહરવાનો ચાલુ કરી દીધો , સાવધાની સિવાય નો બીજો કોઈ રસ્તો આ સ્વાઇન ફ્લુ માટે નથી , કોઈ ને પ્લાન ઓપરેશન કરવા ના હોય તો અત્યારે ટાળવા હિતાવહ છે …દરેક હોસ્પિટલ ના આઈસીયુ શરદી, કફ અને ઉધરસ ના પેશન્ટો થી ભરેલા છે …ક્યાંક સ્વાઇન ફ્લુ હોય તો નવાઈ નહિ…એક જાણીતા ડોકટર સાથે સ્વાઇન ફ્લુ ના વાઈરસ માટે મેં પૂછ્યું કે આ વાઈરસ મરે કેવી રીતે..? તડકો
એક જ શબ્દ માં એમણે જવાબ આપ્યો…પેહલી વાર ભગવાન ને પ્રાર્થના કરું છું કે જલ્દી ગરમી લાવ અને આ સ્વાઇન ફ્લુ ના વાઈરસ ને માર ..
શુભ રાત્રી
શૈશવ વોરા