મકરસંક્રાંતિ …
એક જમાના માં ૯ મી જાન્યુઆરી એ ઉજવાતી મકરસંક્રાંતિ ધીમે ધીમે ખસતી ખસતી ૧૪ મી જાન્યુઆરી પર આવી અને આમ જોઈએ તો અત્યારે હવે લગભગ ૧૫ જાન્યુઆરી એ મકરસંક્રાંતિ થાય છે …. ધરતી નારંગી જેવી ચપટી છે સંપૂર્ણ ગોળ નથી સાથે તે ગોળાકારમાં નહિ પણ ઓવલ શેપ માં સૂર્ય ની પ્રદક્ષિણા કરે છે ..માટે આ ફેરફાર આવે છે … સમયાંતરે પાછી પણ ખસતી ખસતી નવ જાન્યુઆરી એ પણ મકરસંક્રાંતિ આવશે …વર્ષ માં બાર સંક્રાંત થાય ,સૂર્ય દર ત્રીસ દિવસે રાશી બદલે ,એક રાશી માંથી બીજી રાશી માં સૂર્ય જાય એટલે સૂર્ય સંક્રાંતિ થાય એટલે જયારે સૂર્ય ધન રાશી માંથી મકર રાશી મા પ્રવેશે એટલે મકરસંક્રાંતિ થાય બીજું નામ ઉત્તરાયણ …..
સૂર્ય હમેશા પૂર્વ દિશા માં ઉગે કે પશ્ચિમ દિશા માં આથમે એવું નથી હોતું ફક્ત ૨૧ મી ડીસેમ્બર અને ૨૧ જુન આ બેજ દિવસે પરફેક્ટ દિશા પકડી રાખે બાકી થોડો દક્ષીણ કે ઉત્તર બાજુ થી નીકળે અને આજથી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે …માટે ઉત્તરાયન કેહવા માં આવે છે …
આ જ દિવસે પિતામહ ભીષ્મ એ દેહત્યાગ કર્યો હતો ….
આ દિવસે પતંગ ચડાવવા ની પરંપરા ક્યાર થી ચાલુ થઇ એનો કોઈ ઠોસ ઉલ્લેખ ક્યાય મળતો નથી પણ એક વાત છે આ તેહવાર હિંદુ કે મુસ્લિમ કે ક્રિશ્ચન બધા લગભગ સાથે મળી ને ઉજવે છે અને આંનદ લે છે મારું તો એવું માનવું છે કે ઉત્તરાયણ નો બે દિવસ નો તેહવાર એટલે સસ્તા માં સસ્તો તેહવાર અને મેક્સીમમ મજા અને એ પણ સપરિવાર …એવરેજ પાંચસો થી લઇ ને પાંચ હજાર ખર્ચી શકો પણ એનાથી વધારે સામાન્ય રીતે ખર્ચો ના થાય અને બે દિવસ ખરેખર પરિવાર અને મિત્રો સાથે આનદ થાય …
એક મલ્ટીપ્લેકસ નું મુવી અને ડીનર કરતા પણ ઓછા ખર્ચ માં ઉતરાણ પતે … સોસાયટી ના ધાબે સાંજ પડે ભેગા થઇ ને જમવાનું કે સવારે આખી સોસાયટી ભેગી થઇ ને ઉંધીયુ જલેબી જમે…..ગુજરાત સરકાર ના પતંગ મહોત્સવ ….નથી લખવું એને માટે .
અને હવે ચાઇનીઝ તુક્કલ ચડાવાની નવી પરંપરા સાંજે તો આખું આકાશ દીવડા ઓ થી ઝગમગતું થઈ જાય નજર પોહચે ત્યાં સુધી દીવડા હવા માં તરતા દેખાય …દસ રૂપિયા નો એક દીવડો …ઓછા માં ઓછા અમદાવાદે પાંચ લાખ દીવડા હવા માં તરતા મુક્યા .. અદભૂત નજરો જોવા મળે છે સાંજ પડે … હવા કેવી છે એની ચિંતા જ નહિ ને ..મીણ સળગાવો અને બાલુન ગરમ હવા થી જાય ઉપર અને દીવડો હવા માં તરતો લાગે …
જોકે આજે સવારે ઉઠી અને બહાર જોયું તો ધુમ્મસ એકદમ નીચે આવી ગયું હતું અને વિઝીબીલીટી તો નહીવત હતી અને પુષ્કળ ઝાકળ થી રોડ પલળી ગયા હતા , જે જ્યાં ગયું હતું એને તેવું વેધર લાગ્યું .. કોઈને આબુ તો કોઈને મનાલી, કોઈને અમેરિકા તો કોઈને યુરોપિયન વેધર લાગ્યું ….વોટ્સ એપ પર મેસેજ ફરતા થયા કે આજે દારૂ ખૂટશે અને પતંગ વધશે ….કેવી જોરદાર છે નહિ આપડી દારૂબંધી….છોકરાઓ ને લંગશીયું અને લટપટીયું કોને કેહવાય અને આ બે હથિયારો પતંગ યુદ્ધ માં કેવી રીતે વપરાય એનું જ્ઞાન આપ્યું
હજી કાલ નો દિવસ બાકી છે ..પવન સારો નીકળે તો પતંગ ચડાવશું નહિ તો દોસ્તો જોડે ધમાલ મસ્તી…..અને છોકરાઓ ને લંગશીયા લડાવતા શીખવાડશું ….
શુભ રાત્રી
શૈશવ વોરા