તસ્લીમા નસરીન સાચા છે….જો તમે એક પોર્ન સ્ટાર ને એક સ્ટાર આઇકોન બનાવશો તો તમારી આવનારી પેઢી ને તમે શુ સંદેશો આપશો..?
આજે સવાર સવાર મા એફબી પર પેલી મકડી વાળી હિરોઇન ના ફોટા સાથે ભારતીય મિડિયા ની મજાક ઉડાવતો ફોટો જોયો …
વાત તો સાચી છે… એક બાજુ તમે એવી વય્ક્તિ ને તમારી ફિલ્મ ઇન્ડ સ્ટ રી નો આઇકોન બનાવો છો જેને માટે ચારિત્ર બહુ દૂર ની વાત થાય ……જેને તમે ફકત નગરવધુ ની કેટેગરી માં જ મુકી શકો ….અને બીજો એવો આઇકોન છે જેણે પોતાનુ ચારિત્ર પબ્લિક આઇકોન થયા પછી વેચ્યું છે.. ફરક આટલો જ છે….બંને નુ કામ હજી ચાલુ જ છે….છતા આજે એ પરદેસી મહાન…. અને દેસી છોકરી કુલટા ….
ખરાબ કુલટા કે જે ગાળો આપવી હોય તે બંને ને આપો એક માથે ચડાવો અને બીજા ને જીવવું દોહ્યલું કરો.. એમ કેમ ચાલે …?
હંમેશા આપણે ધોળી ચામડી ના મોહ મા ફસાયેલા રહ્યા છીયે….એન આર આઇ ભારતીયો મા બાપ એવુ બોલતા સાભળવા મળ્યા છે … મારો છોકરો કોઇ ધોળી લાવે તો તો વાધો નહી પણ સાલુ કંઇ બિજુ લાવ્યો તો ..તકલીફ … ઇન્ડિયન જોડે જયારે એન આર આઇ ના છોકરા છોકરી પરણે તયારે એમના મા બાપ નો ઉત્સાહ જોવા જેવો હોય છે….. જે કલ્ચર ને એન આર આઇ ભારતીયો પોતાના ઘર થી દુર રાખવા નો ભરપુર પ્રયત્ન કરે છે એને આપણે હિન્દી ફિલ્મો ની હિરોઇન બનાવી અને ઘર મા ઘાલી…ટીવી મા રોજ ચેનલ પર દેખાડી….દેખાડી ને .. આજે મહાભારત નો એક પ્રસંગ શેર કરુ છું…
એક વાર અર્જુન કોઇ કારણ સર સ્વર્ગ માં ગયો હતો… ત્યા તેને અપ્સરા ઉર્વશી મળી….ઉર્વશી અર્જુન ને જોતા જ મોહી પડી … અર્જુને ના પડી … એટલે ઉર્વશી એ શો કોઝ નોટીસ ફટકારી… અર્જુને જવાબ એવો આપ્યો કે મારા વડદાદા શાતનુ મહારાજ પણ આવી રીતે એક વાર સ્વર્ગ મા આવ્યા હતા ત્યારે તમે એમની જોડે …. એટલે ટેકનીકલી તમે મારા વડદાદી થાવ ……. ઉર્વશી ની કમાન છટકી….. શ્રાપ આપી દિધો અર્જુન તુ આજ થી નપુંસક થાય છે….. અર્જુન દોડી ને પાછો કૃષ્ણ જોડે ગયો …બંને તરત જ ઇંદ્ર પાસે ગયા … બોસ આ તમારી અપ્સરા ઉર્વશી ને સમજાવો શ્રાપ પાછો લે …. આખો કુરુ વંશ આ અર્જુન થી આગળ વધવા નો છે….. ઇંદ્ર એ ઉર્વશી ને બોલાવી સમજાવી પેહલા તો પેલી એક ની બે ના થઇ…અર્જુને કિધુ હુ મનુષ્ય છુ … મારા થી મારી મર્યાદા ના તોડાય ….એટલે બાકી તુ બહુ રૂપાળી જ છે….ત્યારે માંડ માંડ માની અને શ્રાપ મા રીલેક્ષએસેશન આપ્યુ ….. જીવન માં એક વરસ તુ ઇચ્છે તયારે તારે આવી અવસ્થા માં રેહવાનુ ….. અને ઇન્દ્ર ની કોર્ટ માં સમાધાન થયુ …..અર્જુને પછી અજ્ઞાત વાસ મા એ વરસ બ્રુહ્ન્લ્લા રૂપે પુરુ કર્યુ …… આપત્તિ ને અવસર માં ફેરવી… મોરલ ત્યાં આવે આ બધુ આદિકાળ થી ચાલતુ આવે છે… ભલે શ્રાપ પડે પણ પુરુષે મર્યાદા ના ચુકવી જોઇએ ……
જોકે પેલા ઈમ્પોર્ટેડ હિરોઇન ના કેસ મા તો આપણા સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે….આપણા પેલા સિરીયલો બનાવતા બેન જ એને પ્રમોટ કરે છે…. હવે વાંદરા જેવા દેખાતા એમના ભાઇ સાથે એ ઈમ્પોર્ટેડ હિરોઇન નુ પિકચર બનાવશે …. સમાજ નૈતિકતા ના મુલ્યો બદલાતા જાય છે…અને યો યો પણ ચાલી જાય છે…..
અને અબ કરુંગા તેરે સાથ ગંદી બાત ગંદી બાત …પણ દોડે છે….છોછ નથી રહયો …
હાય કારો જતો જાય છે… બદલાતા સમાજ ની આ તાસીર છે…બખાળા કાઢવા થી મેળ નહી પડે …સ્વીકારે છુટકો છે….
શુભ રાત્રી
– શૈશવ વોરા