મન ગમતી જગ્યા એ જવુ અને મન ગમતુ કામ કરવુ… બહુ જ સારી વાત છે.. પણ થાય શુ..?
દુનિયા ના ૯૫ ટકા લોકો ને પુછો કે તમારી મન ગમતી જગ્યા કઇ ?જયાં તને વારે વારે જવાનુ મન થાય ..તો …. આ પેલી જગ્યા ..ના ..ના..પેલી…માથુ ખંજવાળશે.. અને કામ કયુ ..? પત્યું ફરી અટવાયો ….
અને છેલ્લે અમદાવાદ નો હોય તો માઉન્ટ આબુ પર આવી ને ઉભો રેહશે અને કામ શુ તો કે ત્યાં જઇ ને દારૂ પિવા નો …
મને પુછે તો કેટલી બધી જગ્યાઓ ગણાવી દઉ … હિમાલય થી લઇ ને વિંધ્યાચલ ,અને ગીર થી લઇ ને કાઝીરંગા,માંડવી થી લઇ ને ઓડિશા આખા ભારત નો દરિયા કાંઠો….અને બધા બિચ… ફેવરિટ કામ તો ભટકવા નુ…
જોકે સોમનાથ મંદિર ,વિવેકાનંદ રોક કન્યાકુમારી ,અને પોંડીચેરી અરવિંદ આશ્રમ મને ખૅંચે.. .. એમા પણ સોમનાથ નુ મંદિર મને ચોંટાડી રાખે..હિમાલય ની ઊંચાઈ અને સાગર ની ગેહરાઈ…. બધુ મન ને શાંતિ આપે….
છતાં પણ જયારે જયારે દિવાળી પર બહાર જવાનુ થયુ છે.. અને કોઇ ફોર સ્ટાર માં ઉતર્યા અને સ્ટર્લિંગ,કલબ મહિન્દ્રા,કે એવા કોઇ ટાઇમ શેરિંગ વાળી હોટેલ મા ગયા… બેફામ ગુજરાતી મળ્યા અને મોટી મોંકાણ એમની સ્વિમિંગ પુલ ની… જંગલી ની જેમ પુરુષો અંડરવેર અને બૈરા પંજાબી ડ્રેસ પેહરી ને સ્વિમિંગ પુલ માં પડે…અને કાગારોળ મચાવે… જાણે એમના સિવાય દુનિયા માં કોઇ છે જ નહિ…હાથ પગ ફુગાઇ જાય ત્યાં સુધી અંદર પડી રહે ..અને બીજુ દારૂ કે બિયર… સાલા પીધા જ કરે અને ગુજલિશ માં વેઇટરો જોડે ઝઘડે…ત્રાસ છોડાવે …
એમને એમની મન ગમતી જગ્યા સ્વિમિંગ પુલ અને કામ દારૂ..
બહુ થાય તો ગુજરાતી જમવા નુ શોધે… રોમ માં કેરી નો રસ પીવા નો આનંદ અને પેરિસ માં પાત્રા ખાવા હોય.. … પોતાની ઝુડે અને ચલાવે.. અરે ભાઇ જયાં ગયો છે તું એની અને એના દેશ ની વાત કર ને… એને જયાં ગયો તેની મઝા લે ને ….. ના પણ ફરવા અને એકસપલોર કરવા કરતા એના કરતા ફેસબુક પર ફોટા મુકી અને પછી દિવસો સુધી એના ફાંકા મારવા ની વધારે મજા આવે…
હવે એક નવો ચસકો ચડયો છે… એસએલઆર નો … કેમેરા લઇ ને જેના અને તેના ફોટા પાડે….હોટેલ ના સંડાસ બાથરૂમ પણ બાકી ના રાખે …કમોડ ની નીચે કેમેરો ઘાલી ને ફોટા લે..ભેંસ પર બેઠેલો કાગડો અને પોદળો કરતી ગાય પણ ના છોડે…ઝાડ પર બેઠેલા કબુતર અને કબુતરી તો હાઉ કયુટ લાગે…
વરસો પેહલા ને એક વાત કહું લગભગ ૧૯૭૯ ની ..અમારા એક જુના પાડોશી અત્યારે સવર્ગ વાસી એક કાકા ને જયારે ખબર પડી કે અમે ગોવા જઇ ને આવ્યા અને દરિયા માં ખુબ નાહયા ત્યારે એમનુ રિએકશન આવુ કંઇક હતુ … લે ડાકટર એ તો ઘેર બે ડોલ વધારે માથે રેડી દઇએ તો ઘેર દરિયો જ છે ને ..
જયા મન લાગ્યુ હોય તે જગ્યા અને જે કામ માં મન લાગ્યુ હોય તે કામ …..દુનિયા માં ગમે તે જગ્યા કે ગમે તે કામ કરવાથી ચોકકસ આનંદ જ મળે છે…
સવાલ તો મન નો જ છે …
મને જે ખટકે તે તને ગમે… અને
મને જે અટકે તે તને ખુબ ગમે ….
કયારેક સંજોગોવશાત ના ગમતી વ્યક્તિ સાથે ગમે તેટલી ગમતી જગ્યા એ જવા નુ હોય તો પણ મગજ ફાટી જાય અને કયારેક ગમતી વ્યક્તિ સાથે માથુ ફાટી જાય એવી વાસ માં સુએઝ ફાર્મ માં પણ લોકો જાય છે ..
સવાલ જગ્યા કે કામ નો નથી … સવાલ ગમવા નો કે ના ગમવા નો છે….
મન ચંગા તો કથરોટ મે ગંગા……
શુભ રાત્રી
– શૈશવ વોરા