કાલે સાંજ મસ્ત પડી મારા જીમ ના દોસ્તો ની સાથે અમદાવાદ બોડી બિલ્ડર કોમ્પીટીશન જોવા જવાનું થયું … એક પછી એક બોડી બિલ્ડરો સ્ટેજ પર આવતા ગયા અને સમો બંધાતો ગયો લગભગ સાહોઠ જેટલા છોકરાઓ મિસ્ટર અમદાવાદ બનવા માટે અવ્વ્યા હતા અને બધા એક થી ચડે એવા એક હતા …જોરદાર ની મેહનત … હું જીમ માં ફીટ રેહવા જાઉં છું પણ આ બધા હીટ થવા આવે છે અને ખરેખર એકે એક છોકરો હીટ છે બોસ …તમે પ્રેક્ટીકલી મસલ્સ ને ચામડી ની બહાર આવતા જોઈ શકો … ચરબી ના તો નામો નિશાન ના મળે ક્યાય ….દોઢ કલાક રોજ નું છેલ્લા દસ વર્ષ થી હું જીમમાં તૂટાઉ છું પણ માંડ બાયસેપ ૧૬.૫ પોહચ્યો અને છોકરાઓ ૨૨ ઇંચ ના બાયસેપ અને ૪૮ ની છાતી … ૧૫ નો કાફ …યાર દિલ બાગ બાગ થઇ ગયું એમની મેહનત અને ડેડીકેશન જોઈ ને …. મારા ત્રણ મિત્રો માં થી ધવલ મોદી મેદાન મારી લાવ્યો…. મેહનત રંગ લાવી …સેલિબ્રેશન
…
ત્યાં થી મારી સવારી આગળ સમુત્કર્ષ આવી, કુમાર ક્લબ શાસ્ત્રીય ગ્રુપ એક અમદાવાદ નું શાસ્ત્રીય સંગીત સંભાળવા ના શોખીનોનું પાસઠ વર્ષ જુનું ગ્રુપ , પેહલી વાર કુમાર ક્લબે બિન શાસ્ત્રીય ગાયક ને નિમંત્રણ આપ્યું હતું … ઓસમાન મીર .. અહા હાહા..અહા … મન મોર બન્યું અને આખું ઓડીયન્સ થનગાટ કરી ગયું વાહ વાહ સુફી ગાયકી ,મેહદી હસન , લોકગીતો ,કેટલા બધા પ્રકાર નું સંગીત ઓસમાન મીર એ પીરસ્યું … થોડો મોડો પડ્યો પણ ઓસમાન ભાઈ એ મને ગાયનો લંબાવી ને રીઝવી લીધો ……કુમાર ક્લબ ના કર્તા હર્તા અને મારા ગુરુ શિરીષ પંડિત સાથે સૌથી આગળ બેસી અને દાદરા ,ખેમટા ,અધ્ધા ,અને કેહરવા ના તળે ડોલી ને ઓસમાન ભાઈ ની સાથે સમ આપવા નો મોજ પડી ….ક્યારેક સારંગ તો દરબારી કે માંડ કેટલા રાગ રાગીણી ….મધરાત ચડી ભૈરવી થતા તો … આખી રાત લગભગ એમના સ્વરો કાન માં ફર્યા …. વાહ વાહ ….
સવાર પણ આજ ની મસ્ત પડી … આઈ આઈ એમ ના ફૂડ ફેસ્ટીવલ માં … પરંગપરાગત જૂની ભુલાયેલી વાનગીઓ … મથુરા ની કચોરી ,સતુ ના પરોઠા , મોમો, વાલોણા ની છાશ , રીંગણા નો ઓળો અને ચટણી , બાજરા નો લોટ ,ઉંધીયું કેટલી બધી વાનગી , બહુ વખતે પેલી ભવાઈ ની ભૂંગળ જોવા મળી લેજીમ ડાન્સ કરતા છોકરા અને સૌથી મસ્ત વસ્તુ મળી છાણ માંથી બનાવેલા કુંડા ….છોડ રાખવા માટે માટી ના નહિ સીધા છાણ ના જ કુંડા … ખાતર નું ખાતર અને કુંડા નું કુંડુ …બે ત્રણ કલાક ક્યાય જતા રહ્યા ..
કાલ થી કદાચ થોડો વધારે હું બીઝી થઈશ ,મારે ઘેર ગોળ ના ગાડા ઉતર્યા છે .. અમેરિકા,કેનેડા થી મારા ભાણેજડા અને ભત્રીજા ઉતર્યા છે … એકાદું અઠવાડિયું એમની દુનિયા માં મારે જીવવું છે ..
ત્યાં સુધી ગઈ દિવાળી પર ઉદયપુર ગયો ત્યારે પીછોલા ની પાળે બેઠા રાત ના પાછલા પોહરે એક વાર્તા લખી છે એના રોજ ત્રણ પત્તા મુકતો રહીશ … ગમે તો ચોક્કસ રીએક્ટ કરજો … એક અઠવાડિયા ના વિરામે પાછો લખીશ ….
શુભ રાત્રી
શૈશવ વોરા