મુંબઈ પાણી પાણી …
કોઈ નવી વાત નથી .. બહુ જલ્દી આપણો વારો પણ આવશે ….!!!! કારણ શું ..?? … બીએમસી શું કરે છે ..?? ઘોરે છે ..?? દર વર્ષે મુંબઈની ડ્રેનેજ સીસ્ટમ કેમની મરી પરવારે છે ..?? છેલ્લા દસ વર્ષથી મુબઈ શેહરમાં દરિયો ઘુસી ગયો હોય એવી પરિસ્થિતિ કેમ પેદા થાય છે ..? અને બીએમસી હાથ જોડી ને વિનંતી કરે છે .. મેહરબાની કરો અને ઘરમાં જ પડી રહો .. બહાર ના નીકળો..!!! કેવા આશ્ચર્યની વાત છે કે સરકાર પોતે એમ કહે કે ભાઈસાબ ઘરમાંથી બહાર ના નીકળતા …!!! કઈ સદી માં હું જીવું છું ..?? મુંબઈને શાંઘાઈ બનાવવાની વાતો કરો છો ..અલ્યા ઓકાતમાં રહીને વાત કરો … મોઢામાંથી ગાળ નીકળે છે…હજી ગયા અઠવાડિયે જ મુબઈમાં હતો હું ,ટ્રાફિક તોડી નાખે એવો હતો અને ઝરમર ઝરમર વરસતો હતો તો પણ ટ્રાફિક ધીમો થઇ ગયો હતો … અને આજે શું હાલત હશે એની ખાલી કલ્પનાથી જ ધ્રુજી જવાય છે ….
બીએમસીનું બજેટ ભારતના ઘણા બધા નાના નાના રાજ્યો કરતા પણ મોટું છે … ખાલી ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ છે બીએમસીનું ….!!! કેટલું બધું ઓછું બજેટ છે નહિ …ખાલી તેત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે બીએમસીનું , બોલો આટલા ઓછા બજેટમાં બિચારું બીએમસી શું કરે હે ..?? અને રહી વાત ડ્રેનેજ સીસ્ટમની તો અંગ્રેજો એ બનાવી તો હતી એ એમની એમજ છે ,અમે એમાં રતીભાર ફેરફાર કર્યો નથી …અને તમે અમને દોષ આપો એ કેમ ચાલે ..?? અંગ્રેજો એ આ શેહર બનાવ્યું પછી એક સમય એવો હતું કે દર મહીને નવા ૬૦,૦૦૦ લોકો ઉમેરાતા ગયા, તો હવે અમે શું કરીએ ..??બિલ્ડરો એ કીધા એવા પ્લાન અમે પાસ કર્યા , જેણે જે કીધું એ અમે કર્યું ….અમારી પાસે બુદ્ધી …
મુંબઈ જેવી જ હાલત દર વર્ષે અમદાવાદના નવા પશ્ચિમ ઝોનની થાય છે , આખો સેટેલાઈટ , જજીસ બંગલા , બોડકદેવ , થલતેજ બધ્ધે બધું જ પાણીમાં ડૂબી જાય છે .. અહીની એએમસીના સત્તાવાળાને પૂછો તો એક જ જવાબ હું છેલ્લા દસ વર્ષથી સંભાળું છું , કે jnurm જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે અને એમાં એકદમ સ્પષ્ટ દિશા નિર્દેશ છે કે એક કલાકમાં એક ઇંચ પાણી પડે એવી અને એટલી જ ડ્રેનેજ સીસ્ટમ બનાવવી ….એટલે અમે એ જ પ્રમાણે જ કર્યું છે … સીધો દોષ નો ટોપલો નાખી દેતા સરદારજી ઉપર …અમારી બુદ્ધિ અમે ….. પણ હવે ક્યાં જશો ..??? નાખજો ટોપલો તમારા ….. ઉપર ,
આ વર્ષે હજી વરસાદ નથી આવ્યો અમદાવાદમાં પણ ડ્રેનેજ નવી નાખી અને છેલ્લા એક વર્ષથી અમને રસ્તા ખોદી ખોદી અને હેરાન કાર્ય છે … છેલ્લી માહિતી પ્રમાણે અમારા નવા પશ્ચિમ ઝોન માં એએમસી એ ૮૦ કરોડ રૂપિયા નાખ્યા છે .. ડ્રેનેજ ના ભૂંગળા જમીનમાં ઉતારવા પાછળ … હવે પેહલો વરસાદ જ કેહશે કે આ નવા પશ્ચિમ ઝોનમાં વપરાયેલા ૮૦ કરોડ યોગ્ય રીતે વપરાયા છે કે પછી ……
સવાલો ઘણા છે જવાબો નથી હેરાન ગતિ લખાયેલી છે , ભારત વર્ષના જન ગણ ના માથે , થાવ હેરાન
….
શુભ રાત્રી
શૈશવ વોરા