મુબઈ ની રાતો ફરી રંગીન થશે …
છેલ્લા ઘણા વર્ષો થી મુબઈ ની નાઈટ લાઈફ બિલકુલ બંધ છે અને એની સીધી અસર દેખાય છે મુબઈ ઉપર … મુંબઈ નું ગુજરાતી નામ મોહમયી નગરી છે .. અને ઘણા વર્ષો થી આ મોહમયી નગરી ની માયા માં ઓટ આવી રહી છે … પેહલા મુંબઈ ની સાંજ રાત માટે સજતી ..તૈયાર થતી , અને અત્યારે સાંજ રાત માટે ભાર લઇ ને આવે છે ….નાઈટ લાઈફ વિના નું મુંબઈ … બિચારું અને બાપડું છે …
દુનિયા ના કોઈ પણ મેટ્રો સીટી એની નાઈટ લાઈફ વિના અધૂરું છે… અને જ્યાં નાઈટ લાઈફ નથી ત્યાંની મેટ્રો સીટીની જિંદગી એ નરી મજુરી છે .. અમદાવાદ ની જેમ … બહુ થયું તો રાત પડે માણેકચોક અથવા એકાદી ફાઈવસ્ટાર હોટેલની કોફી શોપ … સિગરેટ ના ધુમાડા ઉડાડતા થોડાક આઠદસ છોકરા અને એકાદ બે છોકરી ,,..ત્યાં વાર્તા પૂરી …મને મોટેભાગે કોઈ નશો કરવા ની ટેવ નથી , પણ હા રાત નો નશો એ દુનિયા ના બધા નશા થી ઉપર નો નશો છે … જયારે રાત માથે ચડે એનાથી વધારે નશો કોઈ નથી …..મેં બહુ વર્ષો સુધી આ રાત નો નશો કર્યો ….અને હજી પણ ક્યારેક મહીને દા`ડે રાત માથે લઇ લઉં છું ….
દુનિયા ના બહુ બધા શેહરો માં મેં રાત માથે લીધી છે … પૂર્વ થી પશ્ચિમ … પશ્ચિમ થી ચાલુ કરું તો મ્યુનિક … બીયર ની રાજધાની ,, લગભગ બસ્સો જાત ના બીયર મળે મ્યુનિક માં .. અને રાતો ડિસ્ક અને પબ અને બાકી નું બધું સંપૂર્ણ લીગલ … જેને આપડે દેશી ભાષા માં રેડ લાઈટ એરિયા કહીએ એ લાલ કલર થી માંડી ને તમને એકદમ સોબર ડિસ્ક નો ગુલાબી રંગ જોવા મળે સાત આઠ રાત રહ્યો એમાં પાંચ રાત રખડ્યો લાલ થી ગુલાબી બધા રંગો જોયા …..મર્સિડીઝ ની ટેક્ષી માં રખડ્યા ..
પછી આવ્યું દુબઈ મુંબઈ ના ડાન્સબાર બંધ થયા અને દુબઈ માં ખુલ્યા … ચોરી કરતા પકડાવ તો હાથ કાપી નાખે અને ..ઐયાશી કરતા પકડાવ તો …શ્શશ્સ્શ…. ચુપ બોલવાનું નહિ ચુપચાપ ઐયાશી કરીને ભાગી જાવ .. એક દુબઈ માં રેહતો મિત્ર મને રાત્રે અગિયાર વાગ્યે હોટેલ થી ઉપાડી ગયો …..મસ્ત સોબર પબ , ફિલિપિનો ડાન્સબાર , આપણા દેશી મુંબઈ ના મુજરા ,અને બેન્ગલોરી ડાન્સ … બધું એક જ જગ્યા એ … દુબઈ માં.. ખાનગી માં બધું લાલ રંગ નું અને જાહેર માં ગુલાબી આવી દુબઈ ની નાઈટ લાઈફ …!! ટેક્ષી કોરોલા ટોયોટા
મુંબઈ ,દિલ્લી ,પુને ,બેંગ્લોર ,અને ગોવા …. એમાં ગોવા નામ બડે દર્શન ખોટે .. આખા દેશ માંથી લૂખા… ભિખારી …ધોળી છોકરી પટાવા જાય અને એમનેમ પાછા હેંડયા આવે અને જો કોઈ વધારે ડાહ્યો થાય તો ગોવા પોલીસ ની બે ખાય … અને ઘેર આવી અને ભાઈબંધો સામે બણગા ફૂંકે …. રંગ ક્યાંક મુશ્કેલી થી લાલ મળે બાકી ગુલાબી રાતો ..મસ્ત પબ ,બીચ પાર્ટી અને આફટર પાર્ટી સાવર ના ચાર આરામ થી વગાડે ગોવા .ટેક્ષી ….મેરુડો (મેરુ ટેક્ષી )
આગળ વધીએ બેંગકોક …. સિર્ફ નામ હી કાફી હૈ …. લાલ કલર ના ચશ્માં પેહારવા ના અને મેઘધનુષ ને જોવાનો પ્રયત્ન કરવાનો …રાતના ત્રણ વાગે ટ્રાફિક જામ થાય અને પાંચ વાગે ક્લીયર થાય …ટેક્ષી નહિ ટુકટુક
સિંગાપોર ઝીરો …. હોન્કોંગ …. મેહનત કરો અને નસીબ સાથ આપે તો કોઈ એકાદો કલર જોવા મળે બાકી ઊંચા ઊંચા બિલ્ડીંગ ની લાઈટો જોઈ ને પાછા આવો …ડિસ્ક ખરા પણ રંગીન દુનિયા સામે છેડે મકાઉ ની ….વેગાસ ના મીનીએચર બધા અને રંગીન રાતો ..મકાઉ ની …ખિસ્સા ની તાકાત જોઈએ .. ભૂલ થી ક્રેડીટ કાર્ડ ઘસ્યું તો ગયા કામથી … થોડા ત્રિકોણ એ શેનઝેન માં ઘુસીયે તો સ્પા ના નામે છબરડા ચાલે …. ડિસ્ક ચાઈના માં બધે સોબર … ડિસ્ક ની વચ્ચે પોલીસ ફરતી જ હોય સેહજ પણ કોઈ આઘો પાછો થયો .. ચીની પોલીસ વાળો પ્રેમ થી બાવડું ઝાલી ને બહાર મૂકી દે ….એટલે જનતા પીવે પણ માપ માં ..ટેક્ષી વોક્સવેગન ..
ઉપર શાંઘાઈ … ઓહ માય માય … શાંઘાઈ ની અંગડાઇ વખણાય ….સાંજ પડે શાંઘાઈ જાગે અને ઝગારા મારે … ડિસ્ક એકે એક ચકાચક …અમુક તો ભયંકર મોંઘા .. ત્રણસો યુએસ ડોલર ના કવર ચાર્જ લાગે … મારા જેવો ખાલી કોક કે પેપ્સી પીનારો પ્રેમ થી લુટાઈ ને પાછો આવે … પણ એમ્બીયંસ સુપર … જનતા સુપર થી ઉપર .. બહાર લગભગ બધી કન્વર્ટીબલ પાર્ક થાય, ટેક્ષી માં તો કોઈ ક જ આવે મેઘધનુષ ના સાતે રંગ …અને ઉપર થી બે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ … નજર જોઈએ ..શાંઘાઈ ની અંગડાઈ ને માણવા માટે ….રીવર બુંડ જોવો એટલે ખબર પડે કે રીવરફ્રન્ટ ના નામે કેવા મૂરખ બન્યા છીએ ….
ટોક્યો … ઓહ હ્હ્હ …..સખત સોબર જાપાનીઝ જનતા ….યાર મમ્મી ની જોડે આવ્યા હોય એવું વર્તન… શાંત શાંત અને બધું સિસ્ટમેટીક….ટેક્ષી હોન્ડા અને સરપ્રાઈઝીંગલી અમેરિકન ગાડીઓ ટેક્ષી માં ચાલે ટોક્યો માં ..
બસ ભાઈ હવે સિડની મેલબોર્ન થી એલએ ,વેગાસ અને આમસ્ટડેમ …લંડન નું પીકાડેલી ગુગલ કરી લેજો ….મારે પણ બાકી છે .. સ્પોન્સરર શોધું છું …
રંગીન રાત્રી
શૈશવ વોરા