મેળો …
સાતમ આઠમ નો …
હું તો ગઇ મેળે … મન મળી ગયુ એની મેળા મા …
હૈયુ હળાઇ ને ગયુ દળાઇ જોબન ના રેલા મા મેળા માં .. કેટલા લોકો એ આપણા માંથી આ મેળો જોયો છે ? અને જોયો છે તો માણ્યો છે ? દિમાગ ને એટલુ જોર આપવુ પડે તો પણ ના યાદ આવે …બહુ નાનપણ મા સાતમ આઠમ પર એક વાર અમરેલી અને એક વાર વિરમગામ ના મેળા જોયા હતા…. પણ ગંદકી સિવાય બીજુ કંઇ યાદ નથી આવતુ …બહુ ગંદુ હતુ ચારેબાજુ .. કાંટિયુ વરણ ફરતું આમતેમ ..લોક મેળા ખોવાયા છે … આજકાલ ના ઉચ્ચ મધ્યમ વર્ગ ના બાળકો ને ડિઝની કે જેન ટીંગ મા જ ગમે છે…
સાહેબે થોડુ કર્યુ …ઘણુ કીધુ …પણ આ મેળાઓ નુ કઇ મોર્ડનાઈઝેશન કર્યુ હોત તો જામત … ગુજરાત ના ત્રણ મોટા મેળા … ભવનાથ નો શિવરાત્રી … તરણેતર .. અને શામળાજી…. કોઇ મોટી બે પાંચ એમ એન સી ને નાખી થોડુ મોર્ડન કરાય તો જામે …મેળા ની જગ્યા ચોખ્ખી કરી નવી જુની સંસ્કૃતિ ભેગી કરાય તો શક્યતાઓ ભરપુર છે …અને મસ્ત મેળા હીટ થાય .. કાંકરિયા નો કારનીવલ ચાલુ કર્યો … પણ જોડે આ ત્રણ મેળા સાચવી રાખ્યા હોત તો સોના મા સુંગંધ ભળત … મેળા યાદ કરો એટલે કુંભ મેળો તો ભુલાય કેવી રીતે…??? મિલના બિછડવા થી આગળ વધી ને ફાઇવ સ્ટાર ટેન્ટ સુધી ની તરકકી કરીચુકયો છે કુંભમેળો..
જુના મેળા ના લોકગીતો પર થી મેળા કેવા હોટ અને હેપ્પ્નીંગ હતા એ ખબર પડે છે….એની વે આપણે તો મેળા ના લોક ગીત ના તાલે નોરતા મા ગરબા ગાવા ના …
માર તો મેળે જાવુ સે રાજુડી નો મેળો લાગયો ..
તરણેતર ને મેળે જયા તોં ..
આજે આટલુ જ
શુભ રાત્રી
– શૈશવ વોરા