મૈથુન ….
સમસ્ત સૃષ્ટિ અને આ સંસાર ને મૃત્યુ ગળી ના જાય તે માટે પ્રાણી માત્ર ને આપેલી ઈશ્વર તરફ થી મળેલી આ ભેટ………!!!!
સંતતિ ને જન્મ આપવો એ પ્રાણી માત્ર નો ધર્મ .. જન્મજાત અધિકાર ….!!!
અને પોતાની જાતિ નું અસ્તિત્વ ટકાવી રાખી સંસાર નું ચક્ર ફરતું રાખવું …!!!
અનેક યુગ યુગાંતર માં ભાગ્યેજ ખુલતું શિવજી નું ત્રીજું નેત્ર … સતયુગ માં શિવજી ની તપસ્યા ભંગ કરવા માટે કામદેવે પોતાનું બાણ શિવજી ને માર્યું … !!!! ભયંકર મોટી ભૂલ થઇ… અને ત્રીજું નેત્ર ખુલ્યું……!!!!!!
અનર્થ સર્જાયો કામદેવ ભસ્મ થયા રતિ ને વૈધવ્ય આવ્યું ..!!!
મૃત્યુ એ પોતાનું કામ ચાલુ રાખ્યું … કામદેવ ની ગેરહાજરી માં સંસાર ના બધા જ પ્રાણી ની મૈથુન ક્રિયા અટકી …!!!! પ્રજોત્પતિ પર બ્રેક વાગી …!! બધા જીવો ઓછા થવા નું ચાલુ થયું … ચૌદ લોક બ્રહમાંડ માં હાહાકાર થયો …. એક જ વાત કામદેવ ને પુનર્જીવિત કરો……!!!!
નહિ તો સંસાર નો અંત નજીક ..નક્કી. ..સમસ્ત દેવતા ગણ મહાદેવજી ને વિનવે …. પ્રભો કૈક કરો …. અસંભવ …ત્રીજા નેત્ર થી ભસ્મ થયેલો કોઈ પણ જીવ ફરી દેહ ને ના પ્રાપ્ત ના કરી શકે ….. !!!!
યક્ષ પ્રશ્ન તો રસ્તો શું ….??? કામ વિના મૈથુન નહિ અને મૈથુન નહિ તો શુક્ર અને બીજ મળે નહિ સંસાર માં નવા જીવ નો જનમ નહિ ….!!!
વચલો રસ્તો નીકળ્યો ….
શિવશંભુ એ કામદેવ ને દેહ ના આપ્યો પણ પ્રાણી ના મન માં જીવિત કર્યા ..!!!!
બસ અહી થી નખ્ખોદ વળવાનું ચાલુ થયું ….. .
સમસ્ત સૃષ્ટિ માં સૌથી મોટું મગજ એટલે કે મન ફક્ત માણસ જાત નું છે … અને જેટલું મોટું મન એટલો જ મોટો કામ……..ક્યાય મન પર નો કંટ્રોલ નહિ લાખો ની સંખ્યા માં રોજ વિમાનો ભરી ને જનતા બેન્કોક, આમસ્ટરડેમ, તાશ્કંદ ઉતરે છે … અને એચ આઈ વી લઇ ને ઘેર જાય ….!!!
શ્રું ગાર રસ સૌથી વધારે વેચાય છે … !!! મૈથુન એ જુગુપ્સા પ્રેરક શબ્દ છે …. !!
પણ તેની સુંદરતા ત્યારે છે જયારે શુક્ર અને બીજ નું મિલન થાય અને ગર્ભ નું સંધાન થાય એક નુય્ક્લીયર વિસ્ફોટ ની જેમ બે કોષ ભેગા થાય અને એક બને પછી એક ના બે ..બે ના ચાર .. ચાર ના આઠ …. અને પુરા સમયે ઈશ્વર નું વરદાન સમું બાળક હાથ માં આવે ……!!!
આદિ શંકરાચાર્ય રચિત ..
પુનરપિ જનનમ પુનરપિ મરણમ ….!
પુનરપિ જનની જઠરે શયનમ..!
ભજ ગોવિન્દમ મૂઢ મતે …!!
સંયમ થી વધારે મોટી કોઈ જ સંજ્ઞા નથી …!!!
ઘણું અઘરું છે ભય ભૂખ નિદ્રા અને મૈથુન આ ચાર સંજ્ઞા ને કાબુ માં લેવી …..!! પણ અશક્ય નથી ……!!!
આ સાથે અહી પૂરું કરું ફરી કોઈ વાર ફિલોસોફીકલ પાર્ટ લઈશ ….!!!
શુભ રાત્રી
– શૈશવ વોરા 4-5-14