મારા પેહલા મોબાઈલ ફોન ને યાદ કરું છું …. ઓગણીસો સતાણુ થી મોબાઇલ ફોન સાથે ની મારી દોસ્તી ચાલુ થઇ….
પેહલો મોબાઇલ સીમેન્સ નો એસ ૪ , બિજો પાનાસોનિક નો…પછી નોકિયા ના મોબાઇલ આવવા ના ચાલુ થયા … વચ્ચે એક બહુ સરસ ફોન આવી ગયો આઇમેટ કરી ને એક કંપની આવી અને જતી રહી … એનો ઝાઝાર કે જસઝાર કરી ને પીડીએ ..બહુ જ મસ્ત ટચ ફોન અને વિનડોઝ ની ઓ એસ..ઓપરેટીંગ સીસ્ટમ બહુ મજા આવી એ ફોન વાપરવાની …. પછી એક દાવ પણ પડયો ડેલ નો સ્ટ્રીક ….. બાપરે બાપ થાકી ગયો…ત્રણ પીસ કંપની એ રિપ્લેસ કરી આપ્યા …પણ ભારે હૈયે મેં એનો ત્યાગ કર્યો …. પછી આ એનરોઇડ મોબાઇલ પકડયા જે હજી સુધી ચાલુ છે….
પણ મોબાઇલ વિના ની દુનિયા કેવી હતી ???
એકદમ મસ્ત …બધુ સમજી વિચારીને કરવા નુ .. કોઇ ફોન કરી ને પુછે જ નહિ કયાં છો…..??? એકલી
લેન્ડલાઇન …જ્યાં લગાડો ત્યાં જ હો…. આ તો તમને ક્યાં.. શું.. કેમ.. બધુ કોઇ પણ પૂછે…
આઠ દસ વરસ પેહલા પેહલી વાર ચાઇના ગયો ત્યારે રોમીંગ એકટીવેટ નો તુ કરાવ્યું….ખીસ્સા માં મોબાઇલ નહી…. હાથ ખાલી આખુ શાંઘાઇ રખડયો …વગર મોબાઇલ અને ગુગલ મેપ વિના સાત દિવસ ….પુછતા પુછતા. .. સામે વાળો સમજે ના સમજે લમણાં લેતા લેતા …
હવે તો ગુગલ મેપ…ટોકયો માં આ મોબાઇલ માતા જ મને રોજ જમાડતી..નજીક મા ઇન્ડિયન રેસતોરાંત ગુગલ મેપ થી શોધી અને પેટ ભરતો…. જો કે ગુગલ મેપ ઘણી વાર જોરદાર ફિટ પણ કરે છે… ગઇ દિવાળી એ આગ્રા માં ગુગલે રસ્તો બતાવ્યો અને હું જે ભરાયો હતો ટ્રાફિક માં ચાર કિલોમીટર બચાવા માં બે કલાક પતી ગયા..
મારા આઇમેટ ના મોબાઇલ માં પેહલી વાર જિપિએસ ચાલુ કર્યુ હતુ …અને એ મોબાઇલ લઇ ને બેંગલોર થી પાછો આવતો હતો ત્યારે એર ક્રાફ્ટ મા એક એર હોસ્ટેસ સ્પેસીઅલી મારી સીટ પાસે આવી અને મને પુછયુ …. ઇસ ધિસ મોબાઇલ ??? એટલે આપણે મસ્ત કલર માર્યો ….. નો એકચુઅલિ ઇટસ પિડીએ હેવીંગ મોબાઇલ ફેસેલીટી…..
શરૂ શરૂ માં પેજર ના અકાળ મૃત્યુ પછી મોબાઈલ ના દિવસો આવી ગયા …અને મારા જેવા ના હાથ મા સીધો મોબાઇલ આવ્યો….સમય ગાળો લગભગ હર્ષદ મેહતા ની તેજી ના પછી નો..નોકિયા એક કંપની જેણે એક નાનકડો દેશ ફિનલેન્ડ જેની આખી ઇકોનોમી સુધારી નાખી… પછી વારો આવ્યો એપલ અને ગુગલ નો …પણ અચાનક સેમસંગ મેદાન મારી ગયુ… પણ એક મજા ની યાત્રા છે ..મોબાઇલની..જો પાછુ વળી ને જોવો તો બધા લોકોને મોબાઈલ ના આવવા થી ફાયદો જ છે.. જો કે મારી મમ્મી ને પુછો તો એ એમ જ કહે કે જેટલા રૂપિયા મોબાઇલ માં નાખ્યા એટલા માં તો એક આખો ડાયમંડ નો સેટ આવે .. હા વાત સાચી છે … જેટલા રૂપિયા આ મોબાઇલ અને બિજા ગેઝેટ માં નાખીએ છીએ એ જો બચાવીએ તો વરસે દા ડે એકાદુ પિપિએફ એકાઉ ન્ટ તો આખુ ભરાય…
સરસ મેસેજ આવ્યો છે …
ખાવાનુ સામે પડયુ હોય તો પણ ના ખવાય અને ઉંઘ બહુજ આવતી હોય તો પણ ના ઉંઘી શકાય એવી બિમારી રોગ કઇ….???
હા દોસ્તો … આ મોબાઇલ …એ બિમારી નુ મુળ ,જડ અને આખે આખી બિમારી એ મોબાઇલ પોતે …
શુભ રાત્રી
– શૈશવ વોરા