Page-10
સુભદ્રાબેને વાત ની શરૂઆત કરી“ જુઓ સુમનભાઈ આ બને છોકરા ના પપ્પા એમને નાના મૂકી ને જતા રહ્યા હતા , મેં મારો જન્મારો કેમ કાઢ્યો એ મારું મન જાણે છે , પણ હવે મને એમ લાગે છે મારે મારા જીવતે બધું બને ભાઈઓ ને અલગ કરવું છે ..” સૌરભ વચ્ચે બોલ્યો મમ્મી આ બધું શું છે ..? સુભદ્રા બેને કીધું ના બેટા કરવું જ પડે આજે તમારા બે ભાઈઓ વચ્ચે નો પ્રેમ છે એ મારે કાયમ નો રહે એ કરવું જ પડે માટે હું બધું સમજી વિચારી ને કરું છું ….બેટા અમે તો ખર્યું પાન છીએ ,ગમે ત્યારે ખરી જઈએ , ભાઈ તમે કહો મારી વાત સાચી છે કે નહિ ..? એમણે વાત માં સુમનલાલ ને નાખ્યા ..સુમનલાલે કીધું વાત સાચી છે … બસ સુભદ્રાબેન નું કામ થઇ ગયું , કિનારીવાલા એક પછી એક મિલકતો કઈ અને કોની એ બોલતા ગયા …બધું મજીયારું સરસ રીતે ચાર કલાક માં છુટું પડી ગયું ….અને ઘર ની વાત ઘર માં ઢંકાઈ રહી …
સુભદ્રાબેન ની ટકોરે સુમનલાલ ને જગાડી દીધા.. બીજા મહીને સુમનલાલે પોતાનું વિલ કરી ને કોપીઓ બને જમાઈઓ ને મોકલી આપી….
ઓફીસ માં સૌરભ ની કેબીન માં આજે પેહલી વાર શૈવલ આવ્યો … મારા સસરા એ એમના વિલો ની કોપી મોકલી છે .. મને અને બિમલ ને બધું સરખે ભાગે વેહચી આપ્યું છે , પણ નરોતમ કાલિદાસ ઝવેરી પેઢી માંથી એમણે એમનો ભાગ કાઢી નાખ્યો એ એમના ભાઈઓ ને એમણે આપી દીધો….
સૌરભ અકળાઈ ગયો આ માણસ ને તો સંતોષ જ નથી ઓછા માં ઓછા પચાસ કરોડ મળશે સ્થાવર જંગમ થઇ ને તો પણ હજી એની નજર નરોતમ કાલિદાસ ઝવેરી ની પેઢી પર છે ….સૌરભ બોલ્યો ભાઈ આટલું બધું આપ્યું એ પણ બહુ કેહવાય અને આપણે થોડા રૂપિયા માટે લગ્ન કર્યા હતા .?અને આપણા ઘરમાં પણ બે દીકરીઓ જ તો છે કાલે આ વારો આપણો પણ આવશે ….શૈવલ એકદમ ભોંઠો પડી ગયો ….હા વાત સાચી સૌરભ ની , અને મન માં ગાંઠ મારી કે કાયરા માટે હું મારા જેવો નહિ શોધું ….
અને જિંદગી ચાલતી રહી અંજલી અને શૈવલની
સંપૂર્ણ
મિત્રો ,સમાજ નો કોઈ પણ વર્ગમાં જયારે ફક્ત એક કે બે દીકરી હોય છે ત્યારે માનો કે ના માનો પણ શૈવલ ની જેમ દરેક જમાઈ ની નજર માં સસરા ની મિલકત ચોક્કસ હોય છે…ક્યાંક ગ્રે કલર દેખાય છે , એમાં પણ જયારે સસરા કરતા જમાઈ પાસે ઓછું હોય અને સસરા પોતે જો પોતાની મિલકત ઉડાવે કે દાન દક્ષિણા કરે ત્યારે આ પ્રકારે દીકરી ને ઇનડાયરેકટલી ક્યાંક તો ટોર્ચર થાય જ છે…અને આ પરિસ્થિતિ માંથી બહાર આવવા નો એક જ રસ્તો છે દીકરી ને ધન નહિ વિદ્યા આપો અને કમાતી કરી ને જ દીકરી ને વળાવો જેથી ગમે તેવા શૈવલો ને દીકરી પોતે જ પોહચી વળે…
- શૈશવ વોરા
5 Comments
Very true Shaishavbhai. Chandrakant Bakshi kayam kaheta “dikri tu kale j vidhava thavani chhe e taiyari aajthi j karvi. To jindgi ma kyarey dukhi nahi thay”.
Ty rajeshwari ben
True. .. bhai
Indeed Shaishav bhai ……People must understand this truth. Each girl should be independent ….
True. .. bhai