Page-3
અને એમાં પણ શૈવલ એનો સાઢુભાઈ બિમલ પરીખ ની જબરજસ્ત ઈર્ષા થી પીડાતો … દર્શના અને અંજલી વચ્ચે હમેશા એક અંતર રહે એવો એનો પ્રયત્ન રેહતો…..બિમલ પરીખ નું ફાઈનાનશીયલ સ્ટેટસ શૈવલ કરતા ઘણું ઊંચું હતું , વળી ઉપરથી જુના મિલ માલિક નું છોગું લાગે એટલે એ શૈવલ થી જરા પણ સહન ના થાય….
મૂળે વાત એમ હતી કે શૈવલ ના પપ્પા સ્વર્ગસ્થ કાંતિભાઈ બાબુભાઈ શાહ , જે આખા અમદાવાદ માં કાંતિ કપચી અને શૈવલ ના દાદા બાબુ સિમેન્ટ તરીકે જ ઓળખાતા , અમદાવાદ ના મોટા ભાગ ના બિલ્ડરો ને વર્ષો થી બિલ્ડીંગ મટીરીયલ સપ્લાઈ કરવાનું કામ…. શૈવલ અને સૌરભ બે ભાઈઓ , કે. બી. ટ્રેડર્સ ની ત્રીજી પેઢીના વારસદારો હતા , બાબુ સિમેન્ટ શૈવલ ના દાદા , એક જમાનામાં સિમેન્ટ ના કાળાબજાર ખુબ કરી ખાતા અને બાપ કાંતિ કપચીએ પણ સારા એવા રૂપિયા બનાવ્યા હતા … ઉસ્માનપુરા માં બાપ કાંતિ કપચીએ મોટો બંગલો બનાવ્યો , દોઢ બે હજાર વાર નો પ્લોટ અને એની ઉપર છસ્સો વાર નું બાંધકામ , બંગલા નો ઝાંપો ખુલે એટલે મોટી પ્રચ આવે આગળ ગાર્ડન , એક ફુવારો અને પાછળ નોકરો ને રેહવાની રૂમો , ગાડીઓ નું ગરાજ , બંગલા માં દાખલ થતા મોટો ડ્રોઈંગ રૂમ અને ,ડાબી બાજુ રસોડું અને ડાયનીંગ રૂમ , જમણી બાજુ બે બેડરૂમ ભોયતળીયે ,એક રૂમ માં સુભદ્રા બેન રહે અને એક બેડરૂમ ખાલી પડ્યો હતો , અને ડ્રોઈંગ રૂમ માંથી સીડી પડે ઉપર ના મળે જવાની , ઉપર મોટી લોંગ અને એમાં ત્રણ બેડરૂમ ના બારણા ખુલે ….એક રૂમ માં શૈવલ અને અંજલી , બીજા રૂમ માં સૌરભ અને એની પત્ની રેહતા .. ત્રીજો રૂમ બાળકો માટે કે ગેસ્ટ માટે રખાયો હતો …… બીજા બે પાંચ કરોડ કાંતિ કપચી ના શેર બજાર માં રોકયા, નાની નાની જમીનો લીધી બિલ્ડરો જોડે ના સબંધે બે ત્રણ ફ્લેટ વસાવ્યા હતા જુદા જુદા એરિયા માં અમદાવાદ ના , અને કાંતિ કપચીને સંતાન માં મોટો શૈવલ અને એના થી બે વર્ષે નાનો સૌરભ ….પત્ની સુભદ્રાબેનને જીવન ના અડધે રસ્તે મૂકી અને કાંતિ કપચી સ્વર્ગે સિધાવ્યા , શૈવલ ભણી ને તાજો ઓફિસે બેસતો થયો હતો અને સૌરભ ને હજી વાર હતી ,પણ કાંતિ કપચી ના અચાનક મૃત્યુ થી સૌરભે ભણવાનું છોડી અને સીધો ધંધે બેસી ગયો ..ધીમે ધીમે શૈવલ ની ટણી અને વાત કરવા નું રુક્ષતા ને લીધે ધંધો ઓછો થતો ગયો , શૈવલ ના પગ ક્યારેય જમીન પર આવતા જ નોહતા … પોતાના દેખાવ ને લીધે એ લોકો ને ઝડપ થી આંજી દેતો પણ પછી સ્વભાવ ને લીધે એ જ લોકો શૈવલથી એક અંતર રાખતા થયા , અને એની સીધી અસર ધંધા પર પડી ….. સૌરભ ઘણી બધી શૈવલની ભૂલો વાળતો … સૌરભ નો મોટાભાગ નો સમય શૈવલ ની કરેલી ભૂલો સાચવવા માં જતો .. શૈવલ ના હાથ માં ધંધા ને આવ્યે ત્રણ ચાર વર્ષ થયા ..આર્થક રીતે થોડી ભીંસ વધવા લાગી ,દોષ નો ટોપલો સૌરભ પર નાખવા ની એ તૈયારી કરવા લાગ્યો , છેવટે એને લાગ્યું કે બે ભાઈઓ સાથે ધંધે નહિ રહી શકે એટલે એણે સુભદ્રાબેન ને વાત કરી , સુભદ્રાબેન પણ વાણીયા ની દીકરી હતી , ધંધા ની મૂડી ના સરખા ભાગ કર્યા અને ધંધો પણ વેહચી આપ્યો , ઈંટ માટી ,સિમેન્ટ ,કપચી સૌરભ સપ્લાઈ કરશે , શૈવલ તારે લોખંડ આપવાનું … cont. page 4
No Comments