Page-4
બે ઓફીસ જુદી કરી નાખી , ઘર એક જ રહ્યું ધંધા બે થયા ….સૌરભ ને એક મધ્યમ વર્ગ ની છોકરી સાથે પરણાવ્યો , શૈવલ પરણવામાં પણ નાચતો હતો , એને પોતાના દેખાવ અને પર્સનાલીટી ને અનુરૂપ છોકરી જોઈતી હતી ,એટલે દેરાણી ઘર માં પેહલી આવી જેઠાણી કરતા….
ધંધા માં પોતાના સ્વભાવ ને લીધે શૈવલ પાછો ફેંકાતો ગયો અને મૂડી નું ધોવાણ થતું ગયું, એને મન માં એમજ ગ્રંથી બંધાતી ગઈ કે બહુ મોટા અને જાડા રૂપિયા હોય તો જ ધંધો મોટો થાય અને ખેલ મોટા થાય …અને પરિણામ રૂપ સંપૂર્ણ ખાલી થઇ ગયો…શૈવલ , ફરી પાછો એક વખત સુભદ્રાબેને પોતાનું ડાહપણ દેખાડ્યું … સૌરભે એક રૂપિયા ના દસ રૂપિયા કર્યા હતા કે બી ટ્રેડર્સ ને સારું એવું ફેલાવી દીધું હતું , શૈવલ ને પરણાવવા નો બાકી હતો કામ ધંધા વિના ના ગમે તેવા દેખાવડા ને કોઈ છોકરી નહિ આપે એ વાત સુભદ્રા બેન સારી રીતે સમજતા ,અને સૌરભ પણ એ વાત જાણતો છેવટે ભાઈ હતો શૈવલ એનો ,સુભદ્રાબેને સૌરભ ને કન્વીન્સ કર્યો કે તારી ઓફીસ માં શૈવલ ને નોકરી આપ અને આપણે બહાર કોઈ ને કેહવાનું નથી …કે શૈવલ માલિક નહિ નોકર છે… સૌરભ તૈયાર થયો … અને શૈવલ ને કે.બી. ટ્રેડર્સ માં મેનેજર ની નોકરી એ રાખ્યો સૌરભે .. જ્યાં માલિક હતો ત્યાં બે જ વર્ષ માં નોકર બનવું પડ્યું….. ચાલુ ધંધા માંશૈવલ નોકર અને બાપ ની મિલકત માં અડધો હિસ્સો શૈવલ નો… બંગલો ઘણો મોટો હતો એટલે શૈવલ ના લગન પછી પણ બે ભાઈ આરામ થી સાથે રહી શકે એમ હતા અને સુભદ્રાબેન ને પણ એટલી હાશ હતી કે સૌરભ ઘરખર્ચ બધો ઉપાડતો ,અને શૈવલ પોતાના પગાર માંથી પોતાની હાથ ખર્ચી કાઢતો …
સૌરભ બરાબર સમજી ગયો હતો કે શૈવલ ને ફક્ત રોફ મારવા અને ટણી કરવા જ જોઈએ છે … એટલે એ હમેશા નાના નાના માણસો જોડે જ શૈવલ ને ડીલ કરવા આપતો , જ્યાં ઝુકી ને કે નમી ને કામ કઢાવવા નું હોય ત્યાં સૌરભ પોતે જતો .. અને સૌરભ બને ત્યાં શૈવલ સાથે ઓફિસમાં બને ત્યાં સુધી ઇન્ટરકોમ થી જ વાત પતાવતો ,અને સૌરભ ને જો શૈવલ નું કામ હોય તો પોતે શૈવલ ની કેબીન માં ઉભો થઇ ને જતો , જેથી શૈવલ નો અહંકાર ના ઘવાય …. બહુ જાળવી જાળવી ને માં દીકરો શૈવલ ને રાખતા …કારણ એક જ હતું હજી શૈવલ ને પરણાવવા નો બાકી હતો અને ઘર ની આબરૂ ઢંકાઈ જાય ….
શૈવલ ની પોતાની પર્સનાલીટી ને લીધે ઘણી બધી છોકરીઓ શૈવલ તરફ આકર્ષણ પામતી …
પણ શૈવલ વટ નો કટકો હતો … બિમલ પરીખ એક મિલ માલિક નો છોકરો હતો અને શૈવલ ની સાથે કોલેજ માં હતો બંને વચ્ચે સારી ફ્રેન્ડશીપ હતી કોલેજ ના જમાના થી ,પણ જયારે શૈવલ ને ખબર પડી કે બિમલ નું દર્શના ઝવેરી સાથે નક્કી થયું ત્યારે એ બળીને બેઠો થઇ ગયો …એને થયું કે ભગવાન હોય ત્યાં વધારે ને વધારે નાખે છે અને મારા જેવા ને કોરો રાખે છે ….બિમલ દર્શના ના લગ્ન પછી શૈવલ એમને મળતો રેહતો , પણ વાત વાત માં દર્શના ને કેહતો રેહતો તમારા જેવી કોઈ હોય તો હું હમણા પરણી જાઉં … અને છેવટે એક દિવસ બીમલે એના સસરા સુમનલાલ ને અંજલી માટે શૈવલ ની વાત કરી … cont . page 5
No Comments