Page-6
પાછળ સુભદ્રાબેન ઉતર્યા .. “ ગાડી કાઢ શૈવલ હોસ્પિટલ લઇ લે મગજ ની નસ ફાટી ગઈ લાગે છે .. હે મહાવીર આ શું થયું મારી વહુ ને..” એમ કરી ને રડવા માંડ્યા શૈવલ એક એસયુવી બંગલા ની પોર્ચ માં લઇ આવ્યો , ઊંચકી ને અંજલિ ને પાછલી સીટ માં નાખી ..સુભદ્રાબેન પણ અંજલિ નું માથું ખોળા માં લઇ ને ગાડી માં બેસી ગયા .. ચાલુ ગાડી એ શૈવલએ હોસ્પિટલ ફોન કર્યો નીચે સ્ટ્રેચર આવી ગઈ … ઈમરજન્સી ટ્રીટમેન્ટ ચાલુ થઇ …અચાનક બ્લડ પ્રેશર વધવા થી મગજ ની નાની નસ ફાટી ગઈ હતી .. તાત્કાલિક ટ્રીટમેન્ટ થી કલાક માં અંજલી ખતરા માંથી બહાર આવી ગઈ , પણ સેફટી ખાતર આઈસીયુ માં રાખી …. બહાર શૈવલ એ પેહલો ફોન સૌરભ ને કર્યો … સખત ડરી ગયો હતો શૈવલ , જો અંજલી ને કઈ થયું તો એના સાસરીયા એની ખેર નહિ રેહવા દે …. સૌરભ મારતી ગાડીએ હોસ્પિટલમાં આવી ગયો…. સુભદ્રાબેને રડતા રડતા સૌરભ ને આખી ઘટના કીધી .. સૌરભ સમસમી ગયો અને એકદમ ગુસ્સા થી શૈવલની સામે જોયું શૈવલ નજર નીચી કરી ગયો… સૌરભ ગુસ્સો ગળી પી ગયો … રૂમ માં માત્ર ત્રણ માં દીકરો હતા , સૌરભે બિમલ ને ફોન લગાડ્યો અને કહ્યું કે અંજલી ભાભી ને બ્લડ પ્રેશર વધી ગયું છે , અચાનક અને અમે દાખલ કર્યા છે , તમે ત્યાં બધાને એમ કેહજો કે મારા મમ્મી ને દાખલ કર્યા છે …પણ તમે સુમન અંકલ અને શ્રીમતી આંટી ને લઈને અહિયાં જલ્દી પોહચો ત્યાં કોઈ ને પ્લીઝ વાત ના કરતા પ્રસંગ પતી જવાદો શાંતિ થી ….સૌરભે પોતાનું ડાહપણ વાપર્યું … એ ત્યાં રૂમ માંથી સીધો આઈસીયુ માં ગયો અંજલી હોશ માં હતી … ભાભી પ્લીઝ કોઈ ને કઈ ના કેહતા તમને તમારી દીકરી કાયરા ના સમ છે …ભાભી બધું સરખું થઇ રેહશે … હું છું ને મારો વિશ્વાસ રાખો પ્લીઝ … કાયરા ને માટે ભાભી પ્લીઝ સૌરભ હાથ જોડી અને રડી પડ્યો .. અંજલી ને ઓક્સીજન માસ્ક પેહરાવેલો હતો એણે આંખ ના ઈશારા થી હા પાડી ….સૌરભ પેહલા અંજલિ ના માથે હાથ ફેરવ્યો અને પછી ઉભો થઇ ને એના પગ પર માથું ટેકવી ને બહાર જતો રહ્યો …અને સૌરભે શૈવલ અને સુભદ્રાબેન ને કહ્યું “ કઈ જ પણ વધારા નું ના બોલતા … મેં ભાભી ને સમજાવી દીધા છે …” સુભદ્રાબેને એક મોટો નિસાસો નાખ્યો અને રડતા રડતા આડું જોઈ ગયા ….શૈવલ જેમ જેમ અંજલી સારી થતી જતી હતી એમ એમ નફ્ફટાઈ એના મોઢા પર આવતી જતી હતી ..સૌરભ અને સુભદ્રાબેન શૈવલના મોઢાં પર ની નફ્ફટાઈ જોઈ ને થોડા ડરી ગયા …… આઈસીયુ માં પડેલી અંજલી ના કપડા હોસ્પિટલ સ્ટાફે બદલી નાખ્યા , અને એક થેલી માં અંજલી ના કપડા રૂમ માં આવી અને નર્સ મૂકી ગઈ , કપડા ની થેલી જોઈ ને સુભદ્રાબેન બોલ્યા “ લે શૈવલ કપડા તો બદલાઈ ગયા , પણ હજુ સમજ, મોડું નથી થયું માણસ બદલાશે ને તો બહુ તકલીફ થશે …આટલી નાની વાત માં આટલો બધો ઉદ્વેગ ના કરાય બેટા શૈવલ ..”. સૌરભ ચુપચાપ બોલ્યા વિના ઉભો રહ્યો હતો .. શૈવલે કોઈ જ રીએક્શન ના આપ્યું એટલે સૌરભ બોલ્યો “ ભાઈ જા જઈને સોરી કહી દે ભાભી ને હમણા બધા આવશે અને એ પેહલા જ ભાભી ને માનવી લે … “ શૈવલ ઉપર હમણા બધા આવશે ની અસર વધારે થઇ , નીચી મુંડી એ આઈસીયુ માં ગયો અંજલી પાસે …મોઢા પર ઓક્સીજન માસ્ક અને બધા આજુ બાજુ મીટરો ચાલતા હતા… cont . page 7
No Comments