Page-7
અંજલી ને આવી રીતે હોસ્પિટલ ના કપડામાં જોઈ ને એ થોડો ઢીલો પડ્યો “આઈ એમ સોરી અંજલી મને ખબર નોહતી કે તું આટલુ સીરીસયલી લઇ લઈશ , આટલી નાની વાત ને ,” અંજલી મન માં વિચારતી હતી કે હજુ પણ આ માણસ મારો જ વાંક કાઢે છે …એટલે અંજલી આડું જોઈ રહી હતી એ શૈવલ સાથે નજર નોહતી મેળવતી ,છેવટે ધીમે થી શૈવલે બે હાથ થી હળવે થી એનું મોઢું હાથ માં લીધું અને બોલ્યો “ સોરી બાબા હવે તો માફ કર .. જિંદગી માં નહિ તને કશું કહું ..પ્લીઝ ..” અંજલી એ આંખમાં પાણી સાથે આંખો ઝાપ્કાવી અને શૈવલ નો હાથ પકડ્યો … શૈવલ ધીમે થી બહાર જતો રહ્યો એને થોડી શાંતિ થઇ ..કે હવે વાંધો નહિ આવે …. થોડી વાર માં સુમનલાલ ઝવેરી અને બધા હાજર થયા હોસ્પિટલ માં .. એક પછી એક બધા વારાફરથી અંદર જઈને અંજલી ને મળતા આવ્યા, ડોકટર ને બોલાવાયા અને સુમનલાલે બધી વાતચીત કરી.. બે ત્રણ દિવસમાં રજામળશે , સેફટી માટે એક રાત ભલે આઈસીયુ માં રેહતા .. એવું નક્કી થયું … દર્શના રાત જોડે રેહશે આઈસીયુ માં ,અને બહાર સૌરભ અને શૈવલ રેહશે બાકી બધા ને ઘરે રવાના કરાયા ….
બને બેહનો આઈસીયુ માં હતી… રાત ના અગિયારેક વાગ્યે ઓક્સીજન માસ્ક હટાવાયો અને બેસવા ની અને વાતો કરવા ની છૂટ આપી ડોકટરે અંજલી ને …, દર્શના એ પૂછ્યું .. “ અંજુ તને કઈ ચિંતા કે સ્ટ્રેસ છે ..?? “ અંજલી એ જવાબ ના આપ્યો .. દર્શના એ ફરી સવાલ ના પૂછ્યો પ્રેમ થી અંજલી ના માથે હાથ ફેરવી અને સુવડાવવા ની કોશિશ કરી દર્શનાએ …
અંજલી પાછી ભૂતકાળ માં સરી પડી… કેવા દિવસો હતા … આખા મુંબઈ ને બતાડી દેવું હતું કે એને કેવો હેન્ડસમ હસબંડ મળ્યો છે સગાઇ પછી ના એ દિવસો દર બે અઠવાડિયે કોઈ ને કોઈ બહાને ક્યાંતો શૈવલ મુંબઈ આવતો અથવા અંજલી ને અમદાવાદ બોલાવતો અને ત્રણ ચાર દિવસ રખડી અને છુટા પડતા , શૈવલ ગીફ્ટસ નો ઢગલો કરતો , ક્યારેક ફ્લાવર ,તો ક્યારેક કાર્ડ્સ … સાતમાં આસમાને ઉડતી થઇ ગઈ હતી…આટલો કચકચિયો શૈવલ ક્યાર થી અને કેમ થઇ ગયો એ હજુ એને સમજણ માં નોહતું આવતું …
લગ્ન માં જાન બે ડબા ફર્સ્ટ એસી ના ગુજરાત મેલ ના ભરી ને મુંબઈ જાન આવી અને પાછી ગઈ આખી જાન સ્પાઈસ જેટ ની ફ્લાઈટ માં અમદાવાદ ….ઘર માં મોટા ઘર ની દીકરી તરીકે સાસુ સુભદ્રાબેન અંજલી ને હાથ માં ને હાથ માં રાખતા , ક્યારેય દેરાણી જોડે ખટરાગ કે મન મોટાવ નહિ … તો મારા માં એવું શું થયું કે શૈવલ નું વર્તન ધીમે ધીમે બદલાઈ ગયું ..??અંજલી વિચારતી રહી … એક પછી એક પ્રસંગો અને છણાવટ કરતી રહી , દીકરી કાયરા ના જન્મ વખતે તો શૈવલ પાગલ થઇ ગયો હતો …
ઓપરેશન થીયેટર થી લઈને પારણા માં મૂકી કાયરા ને ત્યાં સુધી માં સો ફોટા પાડી લીધા હતા શૈવલ એ , મુંબઈ ની બ્રીચકેન્ડી હોસ્પિટલ આખી જોતી હતી કે આ પેહલી વાર આ બાપ બન્યો છે અને ગાંડો થઇ ગયો છે …. આખું ઝવેરી કુટુંબ શૈવલકુમાર પાછળ રીતસર ઘેલું હતું … તો ભૂલ ક્યાં થઇ..?? cont . page 8
No Comments