થાય સરખામણી તો ઉતરતા છીએ …. આવું કઈક કોઈ એક ગુજરાતી ગીતના અંતરામાં આવતું હતું ..ગીત યાદ એટલે આવ્યું કે ગઈકાલે ગ્રીસ ઉપર લખ્યું , પછી ગ્રીસમાં વોટીંગ થયું , અને એક જ અવાજે ગ્રીસની પ્રજાએ બેઇલ આઉટની શરતો માનવાનો ઇનકાર કર્યો અને આખા યુરોપને બરાબરનું ભેખડે ભરાવી દીધું ….!!!!!
હવે તમે કેહશો કે સરખામણી કોની કરી અને કોની સાથે કરી …?? ભાઈ આપણી સાથે …!!! બીજું કોણ હોય ..હે ..??દુનિયાની પેહલી લોકશાહી ગ્રીસ અને દુનિયાની મોટામાં મોટી લોકશાહી મેરા ભારત મહાન …!!!! બોલો સરખામણી કરું …?? આપણે ઉતરતા છીએ … ગ્રીસ કરતા .. ??? ના આ કડી તો ગ્રીસના લોકો ગાવી જોઈએ આપણે તો બહુ જ આગળ છીએ…!!! થાય સરખામણી તો ઉતરતા છીએ ..!!!
આખું યુરોપ બિચારું બઘવાઈ ગયું છે ..! આ બધું શું ચાલે છે ..?? એક તો અમે આપ્યા એ બધા રૂપિયાના બેઇલ આઉટ ગ્રીસવાળા ખાઈ ગયા , અને પાછા ઉપરથી એમ કહો કે તમે આવી શરતો અમારી ઉપરના મૂકી શકો અમારા રાષ્ટ્રીય સ્વાભિમાનને ઠેસ પોહચે..!! યુરોપનો સામાન્ય માણસ બિચારો મતદાનના રીઝલ્ટ પછી એમ કહે છે કે આ ગ્રીસ હવે યુરોઝોનમાંથી નીકળી જશે .એટલે ગ્રીસે જે અમારા રૂપિયે અમન ચમન કર્યા આટલા વર્ષો , એ બીલ હવે અમારે ભરવાનું ને …!!!
બિલકુલ આપડી જેમ …ઇલેક્ટ્રિકસીટી સપ્લાઈ કરતી કંપની જેમ તમારી અને મારી ઉપર ફ્યુઅલ ચાર્જ ઠોકતી હતી એવું ..!! મીટર વિના ડાઈરેક્ટ થાંભલેથી દોરડું ખેંચી અને લાઈટ વાપરે વીજચોર , અને એ વીજચોરે જે વીજળીની ચોરી કરી એ રૂપિયા ફ્યુઅલ ચાર્જ રૂપે વીજકંપની આપણી ઉપર નાખ્યો અને આપણે એ ફ્યુઅલ ચાર્જ આપણે વર્ષો સુધી ભર્યો …
આપણા ભારતના બધા જ રાજ્યો હમેશા લગભગ નાદારી નોધાવાની કગાર પર જ હોય છે ..!! કોઈ નું લઇને ખાઈ જવું એ આપણા માટે ગર્વની વાત છે હોશિયાર ગણાય એ માણસ અને દેશ ,રાજ્ય .. અને પાછા ઉપરથી ચાણક્યને ટાંકીએ કે દેવું કરીને ઘી પીવો …!!!! ઘી પીધા પછી શું ..?તો ખબર નહિ વધારે ઘી પીવાઈ જાય તો શું થાય ..? ઝાડા થાય..? પચે નહિ .. ભાઈ …!!! પણ પછી ચાણક્ય એ શું કીધું એ મને ખબર નથી એટલે હું કઈ ના જાણું … દેવું કરી નાખો …
ગ્રીસની પ્રજા અને સરકારો એ આજ કર્યું ,દેવું કરે જ રાખ્યુ … પાઘડીનો વાળ છેડે આવી ગયો અને વધારા માં અત્યારે પ્રજાએ કહી દીધું પાઘડી બદલો …
સવારનું ન્યુયોર્ક ટાઈમ્સ લખે છે કે ગ્રીસ જેવું તો પછી ઇટલી , સ્પેન ,આયર્લેન્ડ કે બીજા ગમે તે દેશો કરશે ત્યારે તમે શું કરશો ..?? હવે અત્યારે સમય છે તમે યુરોઝોન વાળા બધા દેશો એ ભેગા થઈને ગ્રીસને સબક શીખવાડવાનો … આમ તો કેમ ચાલે .. આવી રીતે લોકશાહીમાં બધા જ જો આવી “નકામી “ સરકાર ને ચૂંટી કાઢશે અને પાઘડી ફેરવશે ત્યારે તમે શું કરશો..?? , અત્યારે ગ્રીસ ને સજા કરો અને એક ઉદાહરણ સેટ કરો જેથી યુરોઝોન ના કોઈ પણ દેશ આવી રીતે ખોટા આંકડા ના આપે અને પાઘડી ના ફેરવે …!! અને ઓબામાં સાહેબને વિનતી કે આઈએમએફ તો આપડું પોતાનું છે , અને આઈએમએફમાં જે છે એમાંના મોટા ભાગના રૂપિયા અમેરિકન ટેક્ષ પેયરના છે .. તો તમારે અમેરિકન ટેક્ષ પેયરના રૂપિયાનું ધ્યાન રાખવું ઘટે છે …!!! અને ફરી એકવાર તમે યુરોઝોનવાળા બધા ગ્રીસની સરકાર અને પ્રજાને સરખો બોધપાઠ મળે એવા પગલા લો …
ગો બિલ્લી કિલ કુત્તા …!!! આ તો સારું છે આ ગ્રીસ છે નહિ તો કોઈ બિચારો એશિયન કન્ટ્રી હોય તો અત્યાર સુધીમાં એની ઉપર દસ બાર મિસાઈલ ઠોકી દેત ,અને નાટોની ફોજ ઉતારી દે .. પણ યુરોપિયન એટલા તો હોશિયાર તો ખરા કે યુરોપની ધરતી ઉપર મારાવાલા એક પણ ટેંક કે મિસાઈલ ફરવા કે ફૂટવા ના દે …!!!
ખરાખરી ના ખેલના મંડાણ થયા છે … બટકબોલા ગ્રીસના નાણામંત્રીનું રાજીનામું લઇ લીધું ગ્રીસના પ્રધાનમંત્રી મંત્રીએ , બહુ બોલ બોલ કરતા હતા એ ભાઈ … અને એમાં અમારું બધું ખુલી જતું હતું …!!!
લો કર લો બાત સાચા બોલા શાંતિલાલને ઘેર બેસાડ્યા …પણ તોય આપણને ના પોહચે.. કેમ ..? તો જુવો વ્યાપમ કૌભાંડ … સીધા સ્વર્ગે જ મોકલવાના ઘેર શું કામ …!! ખબર જ નથી પડતી કે આમાં શું ચાલે ભૂત મારી નાખે છે ..?? કે ચુડેલ ..?? દર અઠવાડિયે બે ચાર જણા જાય ઉપર .. બચારા છાપાવાળા લખતા બીવે કે આતો .. વ્યાપમની ચુડેલ કે ભૂત કઈ લખ્યું અને ગુસ્સે ભરાણી તો ..? ગયા કામથી છેન્તાલીસ ભેગો સુડતાલીસ … વારો પડી જાય અને નામની આગળ તરત જ સ્વ. લાગી જાય …!!!
છેલ્લા સમાચાર પ્રમાણે જર્મન ચાન્સેલરે ના પાડી દીધી કે ભાઈ ગ્રીસને મદદ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી , ઇટલી ઢીલું ઢીલું બોલે છે કે ત્યાંના નાગરીકો માટે કઈ કરો ..,અને જાન માં કોઈ જાણે નૈ અને હું વરની ફુઈ … એવી ફુઈ બ્રિકસ કહે છે કે અમે કદાચ અમારી આગલી મીટીંગમાં ગ્રીસ ને અમારા એજન્ડા પર લઈશું … લો…લઇ લો ત્યારે શું …??
જોઈએ શું થાય છે …!! મજાની વાત એવી છે કે ગ્રીસ તો ડૂબ્યું જ છે પણ હવે કોને જોડે લઈને ડૂબે છે એ જોવાનું છે …યુરોઝોન કોઈ કડક પગલા લઇ શકે છે ખરું ..?? અમેરિકા કઈ ટાંગ મારશે ..?? ફ્રાંસ અને બ્રિટન ખાલી તમાશો જ જોશે ..?? કે રશિયા કઈ નવો ખેલ પાડશે ..??
કે પછી બ્રિકસમાં લઇ જઈ ને રશિયા પોતે ના ભરાઈ ને ચાઈના અને બીજા બ્રિકસ દેશોને ભેરવશે ..???
મસ્ત બાજી ગોઠવાઈ છે અને ગ્રીસના પ્રધાનમંત્રી અને પ્રજા , બધાએ ભેગા થઇને ..નાગાની પાનશેરી ભારે .. એ ન્યાયે પાટલુન ઉતારી અને ખભે મૂકી દીધું છે અને હવે ગામમાં ફરે છે લો આવો તો આવી જ જાવ તમ તમારે …!!!
😉
હેપી ઇવનીગ
શૈશવ વોરા
સુધારો આવ્યો છે. . ચાણક્ય નહિ ચાર્વક ૠષિ એ કીધુ છે … દેવુ કરી અને ઘી પીવો
यावत जीवम सुखं जीवेत्
ऋणं कृत्वा घुतं पीबेत्
भस्मीभुतस्य देहस्य
पूनरागमन किम्
ऋषि चार्वाक
આભાર મિત્ર હરેશ ઠક્કર. .