સાહીલ પોતાની ગાડીમા એસ જી હાઇવે પર થી… ગાંધીનગર ના એક રિસોર્ટ પર થી સરકારી અધિકારી સાથે પાર્ટી કરી નીકળ્યો …રાત નો એક ની આજુબાજુ નો સમય …ઘરે તેની પત્ની અને એક દિકરી રાહ જોતા સુઇ ગયા હતા… થોડો હલકો નશો હતો ત્રણ પેગ નો ..વાવોલ ગામ ગયુ , રેલ્વે ફાટક બંધ હતું .. સાહિલ ની એકલી એક BMW થ્રી સિરીઝ ઉભી રહી … BMW ની બારી ખોલી સિગરેટ સળગાવી સાહિલ સિગારેટ ના કશ મારતો હતો ,અને એશ ગાડી ની બહાર પડતો હતો…. એક માણસ ધીમી ચાલે ગાડી પાસે આવ્યો થોડો વ્યવસ્થિત લાગતો હતો ,એ માણસ સાહિલ ને પોતાના જેટલી જ ઉંમર નો લાગ્યો…. એણે સાહિલ પાસે લાઇટર માગ્યું …સાહિલે આપ્યું , થેંકસ પેલા એ કીધુ… મારી ગાડી સામે બગડી છે… લિફટ આપશો ??સાહિલે નજર ફાટક ની પેલી બાજુ નાખી …
એક ઇનડિકા સાઇડ પાર્ક કરેલી દેખાઇ… સાહિલ બોલ્યો ઓકે.. વન સેક … પેલો દોડી ફાટક ક્રોસ કરી ઇનડિકા માથી પોતાની ઓફીસ બેગ લઇ ને આવ્યો .. અને BMW મા બેઠો… , બંને જણા રેલગાડી પસાર થવા ની અને ફાટક ને ખુલવા ની રાહ જોતા બેઠા ,નવરા બેઠા પેલા એ ફેસબુક મોબાઇલ મા ખોલ્યું ..આડી આંખે સાહિલે એનુ ડીપી જોયુ ….ત્રણે પેગ નો નશો સાહિલ ને એક ઝાટકે ઉતરી ગયો….શાલીની સાથે નો ફોટો …….એણે સામે થી પોતાની ઓળખાણ આપી …અને હાથ લાંબો કર્યો હુ સાહિલ .. પેલો બોલ્યો હુ મિલન….મેડિકલ રેપ.. છુ ગાંધીનગર વર્કિંગ મા હતો પાર્ટી કરી હતી…ત્રણ ડોકટરો જોડે… સાહિલ હસ્યો… મારે ફેકટરી છે … ઇલેક્ટ્રોનીક્સ ની ,પાર્ટી કરી હતી….બને હસ્યા… મિલન બોલ્યો …સાલુ પાછા અમદાવાદ જવા ની અને ગાડી ચલાવા ની ફિકર મા ઓછુ પિવાયુ … છે .સાહિલ બોલ્યો સેઇમ હિયર બોસ, એકદમ બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ ,મિલન બોલ્યો આફટર પાર્ટી કરવી છે?માલ પડયો છે…અરે માલ તો મારી પાસે પણ છે….ટ્રેન આવી….. ફાટક ખુલ્યું….
સાહિલે ગાડી ચાલુ કરી ને ગાડી ઉપાડી…ડેશ બોર્ડ ખોલવા નો ઇશારો કર્યો, BMW ના ડેશબોર્ડ માંથી બે ગ્લાસ નીકળ્યા પાછળ ફ્રીજ મા માલ છે…. મિલને બંને ના પેગ બનાવ્યા …ચાલુ ગાડી એ ચીયર્સ થયુ ચાલીસ ની સ્પીડે ગાડી થઇ ગઇ…. વાતો ચાલી અને દારૂ ના નશા માં વાત છોકરીઓ પર આવી…. મિલને ખિસ્સા માંથી ફોન કાઢયો અને લગાડ્યો ..હે શાલુ બેબી મિસ યુ …સો …મચ ….મિલનની લવારી ચાલુ થઇ…સાહિલ અંદર થી તડપી ગયો.. જેની પાછળ કોલજ મા પાગલ હતો … અને એણે કયારેય દાદ ના આપી એવી શાલુ જોડે આ માણસ આટલી લવારી કરે… સાહિલ અકળાઈ ગયો ,યાર ફોન મુક પેગ બનાવ,મિલન…મિલને ફોન કાપ્યો …સાહિલે પુછયુ વાઇફ છે તારી .?
મિલન બોલ્યો હા … પણ મારી નહી કોઇ બીજા ની…. જોરદાર હસ્યો ….. સાહિલ ચમક્યો …તો તારેશું છે એની સાથે ? ભાઇ માલ છે… આપણો…..છે ઇન્ટરેસટ ?? સાહિલ ..બોલ સાહિલ ચોંક્યો અને મોઢા માંથી નીકળ્યું હેં હેં હા. હા … મિલને ફોન મા શાલિની ના અર્ધ નગ્ન ફોટા .. મોબાઇલ મા બતાડવા નુ ચાલુ કર્યુ ..સહિલ એકસાઇટ થતો થતો ગયો …ત્યા સામે થી ફોન આવ્યો શાલુ લખેલુ આવ્યુ …મિલને ફોન ઉપાડયો સ્પીકર ઓન કર્યું ..શાલુ બોલી તુ આવે છે ..??? મિલને જવાબ આપ્યો હા પણ ફ્રેન્ડ છે જોડે .. એ કોઈ મફત નો લાવને ..
સાહિલ જોરદાર શોક મા ૪૪૦ વોલ્ટ નો ઝાટકો… ઇશારા થી મિલને સાહિલ ને પુછયુ … સાહિલ થી હા પડાઇ ગઇ….ઓકે આવુ છુ શાલુ ડાર્લિંગ વૈષણવદેવી થી વાળી લે …બોપલ જવા નુ છે..મિલન આખા રસ્તે …એની શાલિની ની સ્ટોરી કરતો રહયો … બહુ હાઇ પ્રોફાઇલ છે..સાલી જેવો માણસ …. એક રાત ના લાખ પણ ઠોકી લે છે..
એક મોટા બંગલા ની બહાર ગાડી ઉભી…ડોરબેલ મારી બારણુ ખુલ્યું આછુ અજવાળા મા શાલિની એ બારણુ ખોલ્યું….મિલન શાલિની ને ચોટી પડયો…. શાલુ .. શાલુ…કરી ને મિલને શાલીની ના ખભે માથું નાખી દીધું ..
પણ શાલિની ની આંખો સાહિલ પર સેટ થઇ,સાહિલ ચકળવકળ તેને જ જોયા કરતો… હતો, મિલન આખે આખો શાલિની પર પડ્યો …
શાલિની મિલન ને ટેકો કરી અંદર લઇ ગઇ … થોડો હોશ મા આવ્યો …. મિલન અને બોલ્યો , શાલુ મીટ માય ન્યુ ફ્રેન્ડ સાહિલ.. શાલિની નો હાથ પકડી અને સાહિલ ના હાથ મા પકડાવ્યો… સાહિલ આ શાલુ ,શાલીની માય લવ ..ડાર્લિંગ હું અહીંથી આગળ નહિ આવું ઓકે ..
ઓકે ઓકે કરતો… ડ્રોઈંગરૂમ માં થી સાહિલ બેડરુમ તરફ લથડીયા ખાતો આગળ વધ્યો ….બેડરૂમ માં ગયો …. બારણુ બંધ થયુ ..પાછુ એકદમ બારણુ ખુલ્યું અડધા ખુલ્લા બારણે
લટકી મિલન અડધો બહાર આવ્યો અને જોર થી બોલ્યો .. સાહિલ એન્જોય … વિથ માય વાઇફ …. અને શાલુ આજ ની સેશન ફ્રી ગુડ લક …. ધડામ બારણુ બંધ ..ધડામ…. સાહિલ …અવાક..નશો ગાયબ….શાલિની આગળ આવી સાહિલ ને આલિંગન આપ્યુ …શાલીની બોલી ….કોલેજ ના જમાના થી આ ચાલે છે… મિલન જ ત્યાર થી જ મારા માટે શોધી લાવે છે…પેહલા મફત હું કરતી જે આવે તે બધા મારા માં મન ભરી ને નાહતા પણ પણ હુ તો કાયમ ની કોરી…..ગીવ એન ટેઇક ની આ ગેઇમ મા હુ તો કાયમ ની લુઝર……પછી હું પૈસા લેતી થઇ …. હુ તો સ્વર્ગ ની અપ્સરા છુ ….મારો સંતોષ એજ મારા માટે સર્વસ્વ છે….. મને સંતોષ આપ..નહિ..તો..પૈસા….
બોલ ઇઝ ઇન યોર કોર્ટ …. સાહિલ …..બે માંથી એક મસ્ટ છે.. મની ઓર ફુલ્લી સેટીસ્ફેક્શન ….કમ લેટ્સ પ્લે ગેમ ઓફ લવ એન લવ…એન.લવ..વેહલી પરોઢે સાહિલ પચાસ હજાર રૂપિયા આપીને પોતાનાઘેરગયો……
બપોરે શાલિની અને મિલન ગાંધીનગર ની એક ફાઇવ સ્ટાર મા લંચ લઇ બગડેલી ઇનડિકા લઇ ને ઘેર આવ્યા….બપોરે તીનપત્તીની બાજી ગોઠવાઇ …મિલન ફરી એક વાર હારી ગયો….શરત પ્રમાણે શાલિની માટે ફરી કોઇ ,બીજે અઠવાડિયે શાહિબાગ ફાટકે ઇનડિકા બગડી…… સંપૂર્ણ
–શૈશવ વોરા
No Comments