આજે અરુણ જેટલી સાહેબે બહુ સુંદર વાત કરી ….
વ્યક્તિ ને નહિ વિષય ને પકડો …લગભગ જાણ્યે અજાણ્યે મારાથી વિષય જ પકડાયા છે .. પણ ક્યારેક એવી વ્યક્તિ પણ હાથ માં લીધા છે … આખે આખા વિષય બની ગયા છે … દા . ત .અમિતાભ બચ્ચન …શું એ વ્યક્તિ રહી છે … ના એ સંસ્થા નહિ આખી યુનીવર્સીટી છે … એટલે એ વિશેષવ્યક્તિ કે વ્યક્તિવિશેષ થી ઘણી ઉપર ની કક્ષા માં આવે … પણ આવા મોટા માથા માટે બ્લોગ પર કઇ આડું અવળું લખતા પેહલા થોડું ધ્યાન રાખવું પડે … થોડા સમય પેહલા ની વાત … એક મોટા રાજનેતા ની એક રેડિયો જોકી એ નકલ કરી અને ખેચી .. વાટ લગાડી દીધી હતી નેતાજી એ ….વીસ વીસ વાર માફી મગાવી હતી આર જે પાસે …અને પાછુ રેડિયો જોકી નાની હસ્તિ નથી સાત આકડા મા પગાર છે એનો વરસે દા’ડે…
હવે નામ ના પુછતા કોણ છે?? હા એવુ પુછાય કે આટલા બધા રુપિયા રેડિયો જોકી ને મળે ખરા?… હા બકા હા… મળે પેલા નવા મુવી આવે ને એના વટાણા , કોથમીર , અને આદુ મરચા આપે ને….. એ બધુ ઘણુ ગોઠવેલુ હોય .. એક વટાણા ના આટલા અને પાચ વટાણા ના આટલા… પછી…. ફલાણા એ કીધુ એટલે ફલોપ અને ઢીકણા એ કિધુ એટલે ઢીનચાક..
એક બહુ મોટો કેરીયર નો ઓપશન ખુલી ગયો છે…રેડીયો જોકી અને સાઉન્ડ એન્જીનીયરીંગ નો ….. મે જયારે સંગીત માં વિશારદ કર્યું ત્યારે એકલો આકાશવાણી ના એનાઉન્સર બનવાનો નો ઓપ્શન હતો …એક ૧૧૨ વર્ષ જુના કાકા એનાઉન્સર હતા … અને ભયાનક જાડા અવાજે બોલે ..બસ્સો આઠ પૂર્ણાંક ત્રણ દશાંશ મીટર્સ …… એટલેકે …
આવું આવે એટલે તરત જ રેડિયો બંધ કરવાનો …રેડિયો પર એક બહુ મોટું અને સારું કામ થતું હોય તો તે પોઝીટિવ વાતો નો ફેલાવો અને ખરેખર આનંદ માં રેહવા નો …ક્યારેક અફવા ઓ ના ખંડન માટે બહુ ઉપયોગી ….
આજે અજાણતા રેડિયો નો વિષય પકડાયો છે તો એની થોડી વાતો ….
૧૯૨૩ માં ઓલ ઇન્ડિયા રેડિયો ની શરૂઆત …અને એ જમાના માં રેડિયો ઘર માં હોવું તે બહુ મોટું સ્ટેટસ ….રેડિયો નું લાઇસન્સ લેવું પડતું … વર્ષો સુધી મોનોપોલી ભોગવી …. હા એક સાઇડ ઈફેક્ટ ખરી .. .. રાજ આશ્રયે જીવેલા ભારત ના શાસ્ત્રીય સંગીત ના કલાકારો ને ઓલ ઇન્ડિયા રેડિયો એ જીવનદાન પૂરું પાડ્યું …. કૈક ઘર ચલાવ્યા ….જે આજ ના એફ એમ રેડીયો વાળાઓ એ ચુક્યા છે …જે રાગ રાગીણી ઓ એ આજ ના સંગીત ને જન્મ આપ્યો છે તેને સાચવનારા કલાકારો ખોવાયા છે …સંગીત ને સમજનારા રાજા રજવાડા ગયા અને નવા રાજાઓ ને ભૈરવ અને ભૈરવી એકજ લાગે છે … બાગેશ્રી માં શ્રી આવી જાય અને પેલા આરજે કમ ડીજે ને ચાર માત્રા કે છ માત્રા ના તાલ જ આવડે ત્યાં તાલ લક્ષ્મી કે તાલ ગજચંપા તો એમને માટે રોકેટ સાયંસ છે …. રૂપક ને ઓળખે જાણે તોય બહુ છે …
સરકાર પાસે થી અપેક્ષા કે જેમ એએસઆઈ જુના ખંડેરો ને સાચવે છે અને આપણી રાષ્ટ્રીય ધરોહરો સચવાય છે તેમ એફ એમ ના નફા નો થોડો ભાગ
ટેક્ષ રૂપે લઇ તેમાં થી દરેક રાજય માં એક સંગીત ની યુનીવર્સીટી બનાવો અને દેશ ના દરેક જીલ્લા માં એક સંગીત ની સ્કુલ …જેથી કલાકારો ને રોજી રોટી મળે …. કુમાર ક્લબ શાસ્ત્રીય ગ્રુપ ના ટ્રસ્ટી હોવા ને કારણે પાછલા એક દસકા માં ઘણા કલાકારો ને નજીક થી જોયા છે …. ક્યાંક ભરપુર સરસ્વતી હોય પણ લક્ષ્મીજી એકદમ રીસામણે હોય … ત્યાં આવી જીલ્લા કક્ષા ની સ્કૂલો કલાકારો ને આજીવિકા આપે અને એફએમ રેડિયો ને ટેક્ષ ના બદલા માં નવા કલાકારો અને સાઉન્ડ એન્જીનીયર મળે ….ભલે થોડી કલાકારો ભીડ વધતી… સાચા અર્થમાં વિકાસ થશે… અને બિન સાંપ્રદાયિક સમાજ નો જન્મ થશે….
મજા આવી ફરી એક વાર વ્યક્તિ ને નહિ વિષય ને પકડો …
સુપ્રભાત
– શૈશવ વોરા