આજે સવારે ઊંઘ માંથી ઉઠી ને પથારીમાં કરાગ્રે વસતે વોટ્સ એપ કર્યું ,અને એકદમ ઘભરામણ થઇ ગઈ.. ૩૨૩ અનરીડ મેસેજ , મેં કીધું ૩૨૩ વોટ્સ એપ મેસેજ … આંખો ચાર થઇ ગઈ મારી તો …સાલુ આ શું થઇ ગયું છે આજે કોગળયુ ફાટી નીકળ્યું કે નરેન્દ્ર મોદી ને કોઈએ કઈ કરી નાખ્યું કે.. શું થયું ..બાપા ..? હજી તો રાત ના બાર વાગે ઓફ લાઈન થયો અને સવારના સાત વાગે ઓનલાઈન થયો એટલી વાર માં તો ૩૨૩ મેસેજ ….ઓ માડી રે …
પણ એક પણ મેસેજ કામ નો નોહતો … લગભગ બધા ફોર્વર્ડેડ મેસેજ જ હતા ..એક તારણ નીકળ્યું કે આ બધો વાંક મોસમ નો છે , સવારના પાંચ વાગ્યા થી ગાજ વીજ સાથે ધડાકા ને ભડાકા સાથે વરસતો હતો અને મસ્ત ઠંડક થઇ ગઈ …એટલે મારો વાલીડો એકેય પથારી માંથી ઉઠ્યા વિના જ સરસ મજાની ઠંડી માં ગોદડા માં પડ્યો પડ્યો જે મેસેજ આવે તે મેસેજ બીજાને ફોરવર્ડ કર્યા કરતો હતો ….એમાં મારે ૩૨૩ મેસેજ ભેગા થઇ ગયા…હજી પણ મેસેજ નો મારો ચાલુ છે રાત સુધી માં આંકડો આગળ વધી ને સાતસો આઠસો એ પોહચે તો નવાઈ નહિ ……
આજે ફાગણ ની અગિયારસ ઠાકોરજી ફૂલ થી હોળી રમ્યા અને બહાર જનતા કાદવ થી .. ધૂળેટી નો જો આવો વરસાદ આવે તો બધી કલબો ના રેઇન ડાન્સ કેન્સલ થયા છે તો સોસાયટી માં જ થઇ જશે…ભર ફાગણ માં શ્રાવણ વરસ્યો …આખો દિવસ .. એક્યુ વેધર કાલે વરસાદ નહિ આવે એવું કહે છે….
રાત પડી છે ..ધાર્યા હતા એટલા વોટ્સ એપ નથી ..પાંચસો એ આંકડો અટક્યો હોય એવું લાગે છે વરસાદ અટક્યો એમાં બધા ઘરની બહાર નીકળ્યા લાગે છે ..
હવે કદાચ વોટ્સ એપ નો વર્લ્ડ રેકોર્ડ ભારત દેશ નોધાવશે એવું લાગે છે ..સૌથી વધારે મેસેજ નહિ ફાલતું મેસેજ મોકલવા માં નંબર વન …
ગુલાબી ઠંડી માં રખડવા ની મજા આવે છે પણ સ્વાઈન ફ્લુ ની જબરજસ્ત બીક લાગે છે , ચારે બાજુ લોકો ઉધરસ ખાય છે ,માસ્ક પેહરતા નથી, પણ ઘેર કપૂર ખુલ્લું મુક્યું છે અને ગરમ પાણી પીધા કરીએ છીએ … ચીનાઓ ની જેમ …
આજે આટલું જ ..
શુભ રાત્રી
શૈશવ વોરા