વેલેન્ટાઇન ડે ….
પ્રેમ કરવા નો દિવસ .? કે પ્રેમ કરતા હોય એનો દિવસ ..? કે જેને પ્રેમ કરવો હોય એનો દિવસ ..? કે પ્રેમ …..સવાલો ઉપર સવાલો નાખો જવાબ હાથ માં નહિ આવે …ક્યાંથી અને ક્યારથી શરુ થયો એ બધી વાર્તાઓ છાપા માં ઘણી વાર આવી …
પણ મને તો એટલી ખબર કે એશી ના દાયકા માં છેલ્લા સમય માં લગભગ ૧૯૮૭ કે ૧૯૮૮ ની સાલ માં અમદાવાદ માં નવરંગપુરા મ્યુનીસીપલ માર્કેટ ની સામે ભોયરા માં ફીલિંગ્સ કરીને એક કાર્ડ શોપ ખુલી અને આ બધા દિવસો ચાલુ થયા …ઢીંકાણા ડે ,અને પુછડા….
કોલેજ ના દિવસો માં મજા આવે આવા બધા ડે ઉજવવા ની …કેમકે બાપ ના રૂપિયા ઉડાવા ના હોય ..અને આપણે જાહેર માં કબુલ કરીએ છીએ કે ઉડાવ્યા પણ ખરા …, બે રૂપિયા નું ચાઇનીઝ રોઝ મળતું બોમ્બે ફ્લાવર માં …ભાઈ પચીસ પૈસા ની અડધી ચાહ મળતી હો ત્યારે ….પાંચ રૂપિયા નું કાર્ડ ફીલિંગ્સ માં ચાલુ થાય . અને વધુ માં વધુ સો રૂપિયા નું , મોટું લગભગ A2 સાઈઝ નું થાય એવડું મોટું કાર્ડ સો રૂપિયા મા મળે, ઓલ મોસ્ટ ગાડી માં નાખી ને લઇ જવું પડે ….જો બધું પાકે પાયે નક્કી હોય તો જ આવડા મોટા કાર્ડ લેવાય, બાકી જો છાનોછપનો વેલેન્ટાઈન હોય તો પછી પાંચ રૂપિયાના કાર્ડ માં જ પૂરું કરવું પડે ….નહીતર વેલેન્ટાઇન ફૂટી જાય , અને વેલેન્ટાઇન ને ઘર ની બહાર એના બાપા ના આવવા દે , તમારી વેલેન્ટાઇન સીધી કંકોત્રી લઈને આવે ….પ્રેમ પાનેતર માં લપેટાઈ જાય …વેલેન્ટાઇન ક્યાંક વાસણા માં વાસણ ઘસતી થઇ જાય …
એશી ના દાયકા નો વેલેન્ટાઇન જુદો હતો …પેહલા લોકો પુછવા જતા …એ તારે મારી સાથે ફ્રેન્ડસીપ કરવી છે …અને પેલી વેલેન્ટાઇન થોડા નાટક કે નખરા કરે, પછી ખબર પડે કે બધું સેઈફ છે એટલે ચાલુ પડી જાય …અને કોલેજ પૂરી થાય ત્યાં સુધી વેલેન્ટાઇન ચાલે પછી તો નેવું ટકા કેસ માં બે કંકોત્રી જ છપાય, અને મારા જેવા બે જુદા જુદા લગ્ન માં જાય અને સો સો રૂપિયા નો ચાંલ્લો કરતો આવે …
નેવું માં વેલેન્ટાઇન થોડો આગળ વધ્યો …હાઈ… ફ્રેન્ડસ ..? અને પેલી વેલેન્ટાઇન મૈને પ્યાર કિયા વાળી ભાગ્યે શ્રી જેવા થોડા નખરા કરે અને બધું સેટ થાય …અંજામ તો એ જ રેહતો …વાસણા માં વાસણ
પછી ૨૦૦૦ થી ૨૦૧૦ ના દાયકા માં મોબાઈલ આવી ગયા અને મોટે ભાગે ઈ મીડિયા થી જ સેટિંગ પડી જતા અને નવા નવા શબ્દો આવ્યા …ગર્લ ફ્રેન્ડ ..રીલેશનશીપ ….લીવ ઇન …જસ્ટ ફ્રેન્ડસ …ઇન લવ ….. અંજામ કેવો ..?તો કોઈ ને પડી જ નથી ભાઈ …કરિયર પેહલા બાકી બધું પછી ..વાસણ ગયા ચુલા માં …
અને છેલ્લો ચાલુ થયો ૨૦૧૧ થી ……ઓ માડી રે …શું નથી થતું …કિસ ડે અને હગ ડે ….બસ ચારે બાજુ વેલેન્ટાઇન ની છોળો જ ઉડે છે ….જાહેર રોડ પર થી લઇ ને રીવરફ્રન્ટ …ટૂંકા જીન્સ થી લઇ ને બુરખા સુધી માં …બધે જ વેલેન્ટાઇન જ વેલેન્ટાઇન …જો મોંઘી ગીફ્ટ લીધી હોય તો જોડે આઈપીલ નું પડીકું દવાવાળા ને ત્યાં થી લઇ જ લે …જય વેલેન્ટાઇન …!!!!!
અમેરિકા માં જેમ કલાક માટે કે બે ત્રણ કે ચાર કલાક માટે મોટેલો માં રૂમ ભાડે મળે છે એમ આપણે ત્યાં પણ આ સીસ્ટમ આવી ગઈ છે ..ઘણી બધી હોટેલો અને ગેસ્ટ હાઉસ એ મોટેલ નું રૂપ ધારણ કર્યું છે, હવે એમ ના પુછતા કે પોલીસ …?? ભાઈ પોલીસ ટ્રાફિક ,ઔડા ગાર્ડનો , મોટા ગાર્ડન , રીવર ફ્રન્ટ ,હાઈવે ના ખૂણા ખાંચારા, આ બધે જાય ને તોડ પાણી કરવા..? કે હોટલો માં આવે …ત્યાં તો વગર કીધે બધું આવી જ જતું હોય …ઘેર આવી ને આપી જાય હોટેલ માલિક …..બહુ ભોળા અને બીકણ તમે તો યાર ..ઉજવો તમતમારે વેલેન્ટાઇન ….. અને હવે એવું ના પુછતા કે કોઈ ઓળખીતો ત્યાં મળી ગયો તો ….? અરે યાર એ પણ તારા જેવો જ હશે ને …તો જ ત્યાં આવ્યો હોય ને …બિન્દાસ્ત …મોજ કર …
મારે તો આજે શનિવાર છે ઉઘરાણી નો દિવસ …એટલે કામ ધંધે લાગ્યા વિના છૂટકો નથી અને અમારા વેલેન્ટાઇન એ અમારું ટીફીન ભરી દીધું છે …ડ્રાઇવર ને પકડાવી દીધું છે …સુચના મળી છે સાંજે થોડો વેહલો આવજે ..એટલે તારું જીમ જલ્દી પતે તો રાત્રે ક્યાંક કોફી પીવા જવાય …
પત્યું આપણો વેલેન્ટાઇન તો શરુ થતા પેહલા રાત ની કોફી બતાડી દે છે …..
ચાલો સૌ ને હેપી વેલેન્ટાઇન ડે ….જેને જેમાં મજા આવે એમાં મોજ કરો …આજ નો લહાવો લીજીયે રે કાલ કોણે દીઠી ….એવું જરૂરી નથી કે વેલેન્ટાઇન માં કેક કટિંગ કરવું પડે …મોહનથાળ પણ ચાલે…
સુપ્રભાત
શૈશવ વોરા