શેર બજાર દોડયું છે , સતત રેલી ચાલી છે ઘણા બધા દિવસો પછી બજાર માં જીવ દેખાય છે …
માર્કેટ કેપ અધધ …થયું છે … પણ હજી સામાન્ય માણસ ને બજાર માં આવતા બીક લાગે છે સમજણ નથી પડતી કે બજાર કેમ દોડે છે .. શું ખરેખર બજાર તેજી માં છે …? ના નથી તેજી માં નથી પણ મંદી માંથી બજાર બહાર આવ્યું … જયારે બજાર ભૂતકાળ માં જયારે તેજી માં હતું ત્યારે તે દિવસ નો ડોલર શું ભાવે હતે ..? મારા અંદાજ પ્રમાણે અઢાર થી બાવીસ હજાર સેન્સેક્ષ હતો અને બજાર તેજી માં છે એવું કેહવાતું ત્યારે ડોલર આડત્રીસ થી અડતાલીસ રૂપિયા ની વચ્ચે અથડાતો હતો ….
તે જ રેશિયો માં જોતા અત્યારે સાહીઠ થી પાસઠ રૂપિયા ની વચ્ચે ડોલર રમે છે અને સેન્સેક્ષ હજી ત્રીસ હજાર વટાવે પછી જ ખરી તેજી ના મંડાણ થયા કેહવાય ….હા અત્યારે બજાર માં કુદી અને શોર્ટ ટર્મ રમત કરવી હોય તો જગ્યા ખરી …. પણ એ રમત મોટે ભાગે નુકસાન જ ગાંઠે બંધાવે …..લાંબી તેજી ના એંધાણ વર્તાય છે…. ચોમાસું લગભગ બાર આની ગયું એટલે સાદી ભાષા માં ૭૫ % ગયું અને ક્રુડ ઓઈલ ની મંદી સરકાર ને બે છેડા ભેગા કરવા માં મદદ કરે છે ….
મોદી સાહેબ તકદીર વાળા તો પેહલા દિવસ થી જ છે ……સત્તા સંભાળી ત્યારથી દુકાળ ડોકિયા કરતો હતો એમાંથી વળી ચોમાસું જામી ગયું અને જેટલી સાહેબ બચી ગયા ….અને હવે ક્રુડ ઓઈલ મદદ કરે છે સરકાર ને બે છેડા ભેગા કરવા માં … વત્તા કાળું નાણું પાછું લાવવા માટે ની બુમો કે હાકોટા પડકારા જે રીતે ચાલ્યા છે તે જોતા ડાહ્યો માણસ એફ.આઈ.આઈ. ના રૂપે એ જ રૂપિયા ધોળા કરી ને શેર બજાર માં રોકી દે … અને આપણે ત્યાં બધા જ કરચોરો સૌથી વધારે ડાહ્યા છે એટલે રોજ એફ. આઈ .આઈ. ના ઢગલો રૂપિયા બજાર માં નખાઈ રહ્યા છે …
વળી બીજું મોટું કારણ આ તેજી ને દોડવા નું કરશે એ છે જમીન સુધારણા ખરડો આ ખરડો લોકસભા માં ગમે ત્યારે આવશે …. અને દર ત્રીજો માણસ અત્યારે બિલ્ડર બની બેઠો છે એની ઉપર મોટી બ્રેક આવશે …. એટલે એ રૂપિયા રોકવા માટે પછી બે જ ઓપ્શન રહે … ક્યાં તો સોના ચાંદી માં નાખો નહિ તો શેરબજાર માં …. સોનું અને એની સાથે ચાંદી જોડે બીજી બધી મેટલ તુટતી જાય છે ઘટતા બજારે કોઈ રૂપિયા ના નાખે એટલે એ સોના ચાંદી બજાર ના રૂપિયા પણ પાછા શેર બજાર માં આવવા ના ….
અને છેલ્લું બળતા માં ઘી રેડશે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ….. ફુગાવો ઘટતો જાય છે એટલે વ્યાજ ના દર ઘટશે એવી પૂરી સંભાવના છે …નજીક ના ભવિષ્ય માં …પછી આગ લાગવા ની …. પણ જો સરકાર કે સેબી ચોકાનની ના રહી આ વખતે તો સામાન્ય માણસ રાત પાણી એ રડશે … એને બચાવવા વાળું કોઈ નહિ રહે …
મોટી મોકાણ એ છે કે જનતા અત્યારે એલ.આઈ.સી. કે પી.પી. એફ. ના પ્રીમીયમ કે નાની બચત ના પૈસા ભરવા ને બદલે ગાડી ના કે હોમ લોન ના હપ્તા ભરતી થઇ ગઈ છે …. આવતી કાલ ની થવા વળી કમાણી થી મળવા નું સુખ લોન રૂપે ઉધાર લઇ ને આજે ભોગવે છે …વ્યાજ લેવા ની બદલે વ્યાજ ચૂકવે છે .. બચતો ખલાસ થઇ ગઈ ….ઊંચા બજારે એસ.આઈ. પી.ચાલુ કરે છે અને પછી પસ્તાય છે ….
તેજી પછી ની આવનારી મંદી હિન્દુસ્તાન ના બીજા દસ વર્ષ ખાઈ જશે …. પ્રોપર તેજી દેશ ને પાંચ વર્ષ આગળ લાવશે પણ કોઈ કૌભાંડ થયું તો દેશ દસ વર્ષ પાછળ જાતો રેહશે …. આવનારી પેઢી માફ નહિ કરે …
દરેક ને માટે ફૂંકી ફૂંકી ને ચાલવા નો સમય છે જુદું જુદી ટોપલી માં જુદા જુદા ઈંડા મુકવા સારા … મૂડી ના પાંચ ભાગ કરી રોકવા ….વાળીઝૂડી ને શેરબજાર માં રૂપિયા નાખ્યા તો પછી અલ્લાહ માલિક ….
બાકી બજાર કોઈ નું થયું નથી અને થવાનું નથી …..
બહુ ઓછા લોકો જોવા મળશે કે જે શેરબજાર ના રૂપિયા ઘેર લઇ ગયા હોય ….
અને રોકાણ કરવા માટે ફકત સો રૂપિયા પણ મોટી રકમ છે …..
વ્યાજ ના ઘોડા ને શનિ રવિ ની રજા નથી હોતી ….
ઘોડો દોડતો જ રહે છે …
માટે વ્યાજ લેવું સારું આપવું ખોટું….
શુભ રાત્રી
-શૈશવ વોરા