સંતાન ..
આજ નો વિષય કૈક જુદો છે … થોડાક દિવસો પેહલા ચાર મજબુર રડતી આંખો અને છતાં મોઢા પર હાસ્ય નો પડદો …. એવી વય્ક્તિઓ ને મળવાનું થયું … મને જિંદગી નું એનાલીસીસ કરવું ગમે છે … પણ જયારે કોઈ વડીલ મને ખુબ વહાલ કરે છે કે પ્રેમ કરે ,ત્યારે એના નિર્દોષ સ્પર્શ માં રહેલું દર્દ મને રડાવી જાય છે …એવું જ કૈક મારી સાથે થયું છે …
ખુબ વિચાર્યું અને એ બે જણા સીતેર ના દાયકા માં પોહચેલા વૃદ્ધ દંપતી ની બાબત માં ,એમના સંતાનો ની સફળતા ની વાતો સાંભળી મન માં હું ખુબ ખુશ થતો પણ મારું હૃદય સ્વીકારવા તૈયાર નોહતું ..ચોક્કસ એમના સંતાનો ખુબ જ સફળ છે પણ માં બાપ અને એ માં બાપ માં જ રહેલા સાસુ સસરા ક્યાંક પીડાય છે ….એમના સંતાનો એટલે કે દીકરો ,વહુ અને દીકરી ,જમાઈ ખુબ કામ્યા અને પામ્યા પણ એ વૃદ્ધ આંખો માં કૈક એવું હતું કે મને ભેટી વહાલ કરી અને એ વૃદ્ધ દંપતી સહેજ મોઢું આડું કરી ગયા .. ક્યાંક એમની પીડા કે દર્દ હું વાંચી ના જાઉં એની કાળજી …. મારા સંતાન નું હું ખરાબ કેવી રીતે બોલું ..? એ લાખ ખોટા છતાં પણ અંગ તો મારું જ ને … મેં મમત થી કે જતન થી ઉછેર્યા … બધી જ શક્ય એટલી તકો પૂરી પાડી અને હજી પાડું છું અને જીવતા રહીશું ત્યાં સુધી પાડીશ….મારા જીવન નું એક જ લક્ષ હતું મારા સંતાનો …. એમની પ્રગતિ એ જ મારો ગર્વ … એજ અમારું જીવન..
બસ જ્યાં સુધી આટલું હતું ત્યાં સુધી વાંધો નોહતો … ખમી ખાધું બધું જ … સંતાનો આગળ ને આગળ વધતા હોય ત્યાં સુધી બરાબર, પણ એમાં જયારે બ્રેક વાગે કે પાછળ જાય કે અચાનક મીડ લાઈફ ક્રાઈસીસ માં ફસાએલું તમારું એકાદું સંતાન કોઈ અવળા રવાડે ચડી જાય અને તમે પોતે પણ એન્ડ લાઈફ ક્રાઈસીસ માં થી પસાર થતા હોવ … ત્રીજી પેઢી ટીન એજ માં કે તેનાથી થોડીક આગળ વધી હોય … અને બસ નાવડું મઝધારે ડોલે ત્યારે શું ..?
નથી જવાબ મળતા ,હસતે મોઢે સ્વીકારવા સિવાય છૂટકો નથી … એ માં બાપ નો… શરીર પોતાનું સાથ નથી આપતું હોતું . દિવસ ની ઢગલો દવા ની ગોળી અને બે માંથી એક અર્ધી કઠિ એ હોય….દીકરા કે જમાઈ ને ઘણું સમજાવો … ખાલી સારું કમાવું કે સારી પોસ્ટ કે સારો ધંધો કરવો બૈરી ને હાથ માં ખાલી પૈસા આપી દે … તમે માંગો તે વસ્તુ હાજર કરે … એટલા થી નથી ચાલતું ..હમણા સુધી તો કોઈ વાંધો નોહતો બધું સરસ ચાલતું હતું દીકરા કે દીકરી ના લગન ને બે દસકા ગયા વીસ વર્ષ થયા …
અચાનક જ આ દારૂ … કે છોકરી … કે જુગાર .. કે બીજું કોઈ વ્યાસન અને એને કારણે વીસ વર્ષ થી દીકરી ની જેમ ઘરમાં રહેલી વહુ કે પોતાની દીકરી પીડાય … શું રસ્તો કરવો …..ક્યાં જવું કોને કેહવું …. બસ ગાલ પર તમાચા માર્યા કરવા ના અને લાલ ગાલ રાખવા નો … તમારું કહ્યું કોઈ સાંભળતું નથી …ઘર ના ફર્નીચર થી વધારે તમને કોઈ ગણતું નથી … કેહવાતી મસ્ત લાઈફ જીવે છે …અને એ વૃદ્ધ પોતાના ભવ્ય બેસણા ની રાહ જોવે છે બસ ….એકબીજા ને હિમત આપે છે હું પેહલો જાઉં તો તુ તારી જાત ને સાચવજે અને તુ જઈશ તો હું સાચવીશ …. બસ આ જ જીંદગી ચાલતી જાય છે …
મારી ઉમર ના દોસ્તો ક્યાંક મૂકી શકાય તો કોઈક કાપ જાતે જ મુકજો મળેલી સ્વતંત્રતા પર … ઘણું બધું સાચવશે ….
ઊંઘ નથી આવતી વારે વારે એ ચાર આંખો જ યાદ આવે છે …
શૈશવ વોરા