સમજણ …
સોળે સાન અને વિશે વાન આવી તો આવી નહિ તો ગઈ કુતરા ને કાન …ઘણી વાર આવી કેહવતો સાંભળીયે ,પણ સાક્ષાત્કાર ક્યારેક થાય ત્યારે એમ થાય કે આ કેહવત એકદમ સાચી છે , આગળ વધતા પેહલા ચોખવટ કરું રાહુલ ગાંધી ની વાત નથી કરવાનો …..
મને ઘણી વખત એવા અનુભવો થાય છે, કે કેટલાક લોકો આપણા થી અડધી ઉમરના હોય પણ વાત એટલી સરસ અને મેચ્યોર કરી જાણે ,અને અમુક વાર એવું થાય કે આપણાથી ડબલ ઉમર ના લોકો હોય પણ કોઈ દમ વિના ની કે મતલબ વિના ની વાતો કરે … તમને એમ થાય કે આ કાકા કે કાકી હવે અટકે તો સારું…..અને પાછા એવા મોટા વડીલો મોટે ભાગે ઘણા બધા કુટુંબો માં બહુ અગ્રેસર રોલ ભજવતા હોય છે ,…
એક થોડાક દુરના એવા ઓળખીતા ફેમીલી ની વાત કરું તો કુટુંબ માં ત્રણ પેઢી સાથે રહે છે , ત્રીજી પેઢી તો હજી બારમાં ધોરણમાં ભણે છે ,પેહલી પેઢી ના બંને પગ લગભગ કબર માં છે , અને વચલી પેઢી બસ વૈતરા કરે છે ….હવે એકવાર એ પરિવાર માં હું ખાલી મળવા ગયો …ત્યાં એક મુદ્દા પર કૈક ચર્ચા ચાલી બાપ દીકરો સામસામે આવી ગયા …બને જણા એટલી બધી નોનસેન્સ વાતો અને દલીલો કરે …આ નોનસેન્સ એટલે જેઠાલાલ નું નોનસેન્સ સમજવું ….. છેવટે હું શાંતિ થી બેસી ગયો …બંને બાપ દીકરો ચાલુ જ રહ્યા ,..અને પેલો બારમાં ધોરણમાં ભણતો ત્રીજી પેઢીનો છોકરો મારી સામે જોઈ ને મરક મરક હસે …પેલા બે થાક્યા ,છેવટે મુદ્દા નું સમાધાન બારમાં ધોરણ માં ભણતા ના ટેણીયા એ આપ્યું …..પેહલી પેઢી તમને ક્યારેક ક્યાંક થોડીક મોટી થયેલી લાગે બીજી પેઢી તો બસ રાહુલ ગાંધી … પણ ત્રોજી પેઢી વાત સાંભળો પછી એમ થાય કે હાશ …….હવે આ ઘર માં કૈક સારું થશે …..આવી પરિસ્થિતિ માં જયારે જયારે હું ફસાઉં ત્યારે હું વિચારું કે આ બીજી પેઢી આવી કેમ પેદા થાય ..?? અને પેહલી પેઢી નું વર્તન આવું કેમ …??
મોટેભાગે મારી સમજણ માં એટલું આવ્યું કે જે પેહલી પેઢી છે એ આઝાદી ના થોડા સમય પેહલા જન્મેલી કે પછી જન્મેલી ખુબ મેહનત મજુરી કરી અને પૈસે પૈસો બચાવી ને પોતાના ઘર ના ઘર બનાવ્યા, સાથે સાથે પોતાના જીવન માં ઘણા કોમ્પ્રોમાઈઝ કરી ને ઉપર આવ્યા ,એમને તો કદાચ સોળે સાન આવી ગઈ હશે … પણ એમની સાઠે નાઠી હશે.. માટે આવું અનાડી વર્તન આવે છે..!!!
જયારે બીજી પેઢી નો વિચાર કરું તો એ સાહીઠ અને સીતેર ના દાયકા માં જન્મેલી હોય છે , બસ આ પેઢી માં ક્યાંક કુતરા ને કાન ગયેલી જોવા મળે .. કેમ ..? તો કહે બાપા નામ નામની છત્રી .. અમે માં નામનું બહુ મોટું કવર … મારો લાલો મારો લાલો .. બસ છાતીએ બાંધી ને મોટો કરે …બે કે ત્રણ સંતાનો હોય જયારે જયારે લાલો કઈ કરવા જાય તો લાલા ની માં કહે ના બેટા આપણે કઈ કરવું નથી ,અને બાપા કહે શાંતિ રાખ ને …બસ પત્યું લાલા ને વિસે વાન આવી જાય સરસ મજાનો પણ સાન તો જાય કુતરા ને કાન… રૂડો રૂપાળો લાલો બે ત્રણ મીટીંગો કરી એરેન્જ મેરેજ કરે અને એના જેવી જ રૂડી લાલી ઘર માં લાવે પછી જુઓ મજા …ડોસો અને ડોસી જીંદગી આખી ઘરમાં કામ કાર્ય કરે …અને આધેડ ઉમરે પોહચે લાલો લાલી પછી સંઘર્ષ આવે એમના જીવન માં જે ક્યારેય એમને એમના માં બાપે કરવા જ નથી દીધા…
પછી લાલા લાલી ને ઘેર સની જન્મે ….. લાલા ને અને લાલી ને ખબર પડે કે આને બહુ નહિ ફાટવા દેવાય , નહીતર આ આપડા જેવો ડફોળ રહી જશે ,અને નાખે સની બેટાને તડકા માં …આવી જાય લાલા લાલીના સની ને સોળે સાન ….ખીલી જાય સની નો સન સોળે કળા એ … અને વિસે વાન આવે સની ને ત્યારે એક સરસ મજાની પર્સનાલીટી ઉભરે સની બેટાની …..
હા પણ જો જીનેટીકલી ડીફેકટ હોય તો કોઈ ફેર ના પડે તડકા છાયડાની , સાન આવે તો આવે તો નહિ જ , પણ જાય કુતરા ને કાન અને આખા ગામ માં એની સાન કુતરાના કાન પર ચડી ને ભટક્યા કરે…..રાહુલ ગાંધી ની જેમ …હવે એમ ના કેહતા કે રાહુલ ના જીન્સ તો પાવરફુલ છે … હા ભાઈ માન્યું ,પણ એક જ બાજુના પાવરફુલ છે .., બાકી દરેક માણસમાં મોસાળ ના પાંચ ગુણ આવે ….અને એમના મોસાળ માં કઈ બહુ ભલીવાર ……. હવે સમજી જાવ…..કેમ કુતરા ને કાન … ગઈ, પણ એમની સાન વાળું કુતરું તો આખા દેશ માં ભટકે છે …
સુપ્રભાત
શૈશવ વોરા