નક્કી કર્યું હતું મનોમન કે આ પેશાવર ના હત્યા કાંડ ઉપર ફરી નહિ લખું , ના પણ આપણા સળંગ ડાહ્યા મીડિયા અને અમુક વધારે પડતા દોઢ ડાહ્યા મિત્રો જે પોતાની જાત ને વધારે પડતા સેન્સીટીવ છે એવું બતાડવા માટે વોટ્સ એપ ના ડીપી બદલવા ની હોડ લાગી …પોતાના ડીપી માં મીણબતી મૂકી એ ડોબાઓ એ , મારું મગજ ફરી ગયું ..
અલ્યા ભાઈ બહુ થયું હવે ૧૪૦ છોકરા મરી ગયા એ વાત સાચી દુખ થાય એ બરાબર , પણ જાણે તમારા દેશ માં મર્યા હોય એમ આ બધું શું માંડ્યું છે…? મુંબઈ અને અક્ષરધામ માં જયારે આતંકવાદી હુમલા થયા અને આટલું માણસ મરી ગયું આપણા દેશ માં ત્યારે કયો પાકિસ્તાની તમારી જેમ મીણબતી લઇ ને નીકળ્યો હતો ? અને આજે તો પાકિસ્તાને ઉપર થી દાઝ્યા પર ડામ આપ્યો, આજે મુંબઈ હુમલા ના આરોપી લખનવી ને જામીન આપી દીધા , અને પેલો હાફીસ સઈદ તો હજી ધમકી ઉપર ધમકી મોકલે છે , આપડા પીએમ નરેન્દ્ર મોદી ને આખી દુનિયા ની સામે ગાળો આપે છે …
બસ મીણબતીઓ સળગાવી ને જ સંવેદના રાખવા થી દેશ ચાલે ..?અલ્યા મુરખો આ તો એમનો પાળેલો સાપ એમને કરડ્યો છે.. લખનવી ને જામીન પર છોડી અને આપણને કહી દીધું કે અમે આતંકવાદ ને તમારી વિરુદ્ધ ચોક્કસ વપરીશું …. જાગવા નો સમય આપણી અંદરના મુરખો નો છે …. કે પશ્ચિમ પાકિસ્તાન માં જે કઈ થાય એ આતંકવાદ નો હુમલો અને આપણી ઉપરએ જ આતંકવાદી હુમલો કરે એને શું કેહશો…..?
વાજપાઇ સાહેબ ની જેમ બહુ સંવેદના રાખો તો આપણને કારગીલ ની જ ભેટ મળે …પાકિસ્તાન ગમે તેટલી સંવેદના કે સહાનુભુતિ કરો એ હિન્દુસ્તાન નું ક્યારેય સારું વિચારી નહિ શકે એ સમજી લેવા ની જરૂર છે , અને આપણે આપણી સિક્યુરીટી વધુ ટાઈટ કરવા ની જરૂર છે , જરૂર અત્યારે એની છે કે જેમ પાકિસ્તાને એમના આર્મી ચીફ ને અફઘાનિસ્તાન કાબુલ મોકલી અને કહી દીધું કે અમને ૧૪૦ છોકરા મારનારા ને સાત દિવસ માં જીવતા કે મુઆ હાજર કરો … રીતસર ધમકી આપી અફઘાનિસ્તાન ને ઇસ્લામાબાદ એ ..
અને આપણે મુંબઈ હુમલા પછી શું કર્યું …? મીણબતી સળગાવી અને રડારોળ કરી, કેમ આપડે આપણા આર્મી ચીફ ને ઇસ્લામાબાદ મોકલી અને કેહવા ની જરૂર નથી ઇસ્લામાબાદ ના હુકમાંરાનો ને ..? કે મુંબઈ હુમલા ના આરોપી અમને જીવતા કે મરેલા આપો નહિ તો પછી અમે પણ કાઉન્ટર એટેક કરીશું …. પણ ના અહિયાં હિન્દુસ્તાન માં પોપાબાઈ ના રાજ છે અને અહી ના જુવાનો ને જાણે એની માં ના જાણ્યા મરી ગયા એમ મીણબતી સળગાવી છે ….
અમને શીખવાડ્યું છે શમે ના વેર વેરથી … પણ તમને હજી કેટલા લાફા ખાવા છે ..? તારા છોકરા ની સ્કુલ માં એ આતંકવાદી પોહચી અને હુમલો કરે ત્યાં સુધી મીણબતી સળગાવીશ…?આજે જે પેશાવર ની માવરુંઓ રડે છે , કાલે હિન્દુસ્તાન ની માવારુંઓ રડશે ,કેમ કે આતંકવાદી ને તો એ સરકાર જામીન આપે છે ,ઉપર થી હાફીઝ સઈદ એમ કહે છે કે આ હુમલો હિન્દુસ્તાન એ કરાવ્યો છે … લો સળગાવો મીણબતી ….
દરેક પાકિસ્તાની એક જ ગીત ગાય છે કે અમે પણ આતંકવાદ ના ભોગ બનાયા છીએ … બોલો દૂધ પાઈ ને સાપ તમે મોટો કર્યો … અને સાપ ને શું ખબર પડે કે ઘરધણી કોણ અને પારકો કોણ ..? એ તો ગમે તેને કરડે ….
દોસ્તો આજે એટલું જ કહીશ કે દુઃખ વ્યક્ત કરવા માં પ્રમાણભાન રાખો , આ બહારવટિયો જોગીદાસ ખુમાણ નથી …આ એક વિવેક,મર્યાદા, નિયમ બધું નેવે મુકેલા આતંકવાદી છે , આ વિષચક્ર છે … એમ પાકિસ્તાન આમાંથી નહિ બહાર આવે .. એક જ રસ્તો છે ફરી એક વાર પાકિસ્તાન ના ટુકડા કરો સિંધ , બલુચ , પંજાબ અને સરહદ પ્રાંત ને છુટા પાડો …..બાંગ્લાદેશ દેશ ની જેમ ત્યારે જ આ આપડા દેશ ના પડખા માં પેઠેલું આ શુળ જશે ….
થોડું આકરું લખું છું પણ અંતર માં બળતરા થાય છે …. મારે પેશાવર ની જેમ હિન્દુસ્તાન ની માતાઓ ને રડતી નથી જોવી , મારે નથી સળગાવી મીણબતી મારા સંતાનો ની પાછળ , આ દેશ નું એક એક બાળક મારું બાળક છે અને જો આ રીતે આપણે ગાંડપણ કે વિચાર્યા વિના આપણા વ્યુ મૂકતા રહીએ અની ઢીલું છોડયું તો એ આતંકવાદી ને સરહદ ઓળંગતા વાર નથી લાગવાની , જરૂર છે સરકાર ઉપર દબાણ કરવા ની અને એકદમ મજબૂતી થી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે લડવા ની …..
શુભ રાત્રી
શૈશવ વોરા