સોમનાથ મંદિરની બબાલ ચાલી છે અને હું ના લખું ..?? ના બને ભાઈ ના બને ….મારો આરાધ્ય દેવ મહાદેવ અને મારો અને પરમ મિત્ર કૃષ્ણ , બંને એકસાથે જ્યાં મને મળે ….જમણે હરની ધૂણી અને ડાબે હરી ચરણ રજ ….એવી આ પાવન જગ્યા ..
ત્યાં પાટિયું ચડ્યું … બિન હિન્દુઓએ પ્રવેશ લેવા માટે પરવાનગી લેવી…. શું વાત કરો છો …?? હે બહુ કેહવાય … હવે પરવાનગી વગર બિન હિંદુ પ્રવેશ નહિ કરી શકે …..એ જીવતો રહે વાલા … પાટિયું ચડાવનારા … ઘણી ઘણી તને આશિષ …. આહહાહા….કેટ કેટલા પાળિયાના કોઠે ટાઢક વળી હશે …!!!!! હે ઘોઘા રાણા તારે તો મરીને ભૂત થવું પડ્યું હતું અને સજ્જન ચૌહાણ , વીર હમીરસિંહજી ગોહિલ …કેટલા નામી ,અનામી ,બેનામી માતાઓના લાલ …!!! આ પાટિયું ચડે અને ખરો અમલ થાય એના માટે ખપી ગયા રણમાં …!!! લોહીની તો ધારાઓ …
અરરરર …ઓલી હિરણાવ તો બચારી ભૂલી ગઈ તી કે બ્રહ્માજી એ એનું સર્જન તો પાણી વેહવાડવા કર્યું છે … લોહી નહિ ….પેહલા લોહી અને પછી આંસુ તે સાલ ૧૦૨૫ થી છેક ૧૯૫૨ સુધી અને પછી સંતાપ ……બધું હિરણાવ બચારી મૂંગા મોઢે ખેંચતી ગઈ અને દરિયામાં ઉલેચતી ગઈ …ઇન્દોરની રાણીમાં અહલ્યાબાઈ હોલકર …તારા ચિતા આજે ખરી ટાઢી થઇ.. માં … તારી છત્રીએ આજ માં સાક્ષાત શક્તિ બેઠી ….ભારતવર્ષમાં કોક ને તો થયું કે હાલ સોમનાથને હવે તો જાલિમ વિધર્મીની નજરોથી બચાવું …..
મંદિર ને બેઠું તો કર્યું ,બનાવ્યું , પણ હજી એક મોટું ટાસ્ક માથે છે… એને બચાવી અને ટકાવી રાખવાનું ..Z+ ની સુરક્ષા આપી છે મંદિરને ભારત સરકારે , અને પાછળના ભાગમાં સતત ભારતીય નૌકાદળ , કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ ચાંપતી ફરે છે અરબી સમુદ્રમાં … જમીન રસ્તે તો હવે ગઝનીએ કર્યો એવો મોટો હુમલો હવે શક્ય નથી ,પણ દરિયાઈ માર્ગે આવીને તો , હજી પણ ધર્મઝનૂનીઓને સોમનાથ ફરી ભાંગવું છે ….બુદ્ધની મૂર્તિ જેણે તોડી એને હજી સોમનાથ ખટકે છે .. અને એવા ઘણા તત્વો આ ભારતભૂમિ પર પણ વસે છે ….
કેટલાક સેક્યુલર ચેનલોવાળા બતાડતા હતા કે હવે બિનહિંદુઓથી સોમનાથમાં નહિ જવાય … બકા રડ નહિ જવાશે પણ પરમીશન લઇને જવાશે …હવે હું એમ પૂછું કે બિન હિંદુને સોમનાથ મંદિર માં કેમ જવું છે ..?? શું શિલ્પ શાસ્ત્ર શીખવા ..? તો એવું કોઈ શિલ્પ ત્યાં નથી ..,ઈતિહાસ જાણવા .. ઓકે રાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં જતો રેહજે…હવે બોલ બીજું શું કારણ છે ત્યાં જવા માટેનું ..?
એક કારણ હજી બાકી છે … મારા બાપદાદા ગઝની હતા અને મારી દિલની તમન્ના છે કે એમણે આ મંદિર ને કેવું હતું અને કેવું કરી નાખ્યું હતું …!! અને અત્યારે તમે કેવું કર્યું ..!!!!!!
એકવાર હું દિલ્લીમાં લાલ કિલ્લામાં ફરતો હતો અને બે સજ્જનોની વાત કાને પડી… હમારે બાપદાદા કેસી જગહો પે રેહતે થે ,ઔર અભી હમ દેખો કહા આ ગયે ..!!!
આવું હિન્દુસ્તાનના કેટલા લોકો માને છે ..??? ચોક્કસ આંકડો આપી શકાય ..?? પણ કરોડોમાં જાય … આવી જ વાત કોઈ ક્રિશ્ચિયન કરે છે …?? ના ..પારસી .. ના … યહૂદી … ના
જો ચલા ગયા ઉસે ભૂલ જા … શું આનો સ્વીકાર બધી બાજુ થી થઇ શકે તેમ છે ….??? ના ….તો પછી પાટિયું ચડ્યું છે એ બરાબર છે …એમાં કઈ ખોટું નથી ….
સોમનાથના મંદિરના ઈતિહાસ વિષે ઘણું લખાયું છે .. મને તો આખી નવલકથા લખવી છે ભલે પછી મારે પણ Z+ લેવી પડે .. અત્યારે તો સમયનો જબરજસ્ત અભાવ છે ..પણ લખીશ ચોક્કસ લખીશ .. ઘણી વાર ગઝની અડધી રાતે મને જગાડે છે , અને હું એને ધારી ધારીને જોઉં છું …પણ નહિ … ચોક્કસ …
અત્યારે તો સેજલ બિચારી પ્રેગનેન્ટ છે અને હેરાન થાય છે .. વચ્ચે પશ્મીતા ,કોમલ , પુર્વીભાભી , મનોહરલાલ,બધા વારાફરથી આવીને જતા રહ્યા છે .. ચોક્કસ હવે સેજલ ને છૂટી કરીશ આ મહિનામાં… અને પછી બીના બારણે ટકોરા મારે છે …
અને છેલ્લે ગઝની તારો વારો …
ચાલો સૌને જય સોમનાથ .
શુભ રાત્રી
શૈશવ વોરા