છેલ્લા બે દિવસ થી મૃત્યુ પર જ લખું છું મારું મગજ ખરાબ થઇ ગયું છે … કાલે સાંજ થી ટીવી ચાલુ કરું છું અને ગજેન્દ્રસિંહ ની આત્મહત્યા ની સ્ટોરી ચાલે છે .. આજે પણ એ જ ચાલે છે ….. કોણ જવાબદાર ..? મીડિયા ની ટ્રાયલ ચાલુ થઇ ગઈ છે .. ગજેન્દ્રસિંહ મોત પર .. તમામ મીડિયા પાછળ પડી ગયું છે .. અરવિંદ કેજરીવાલ ની ..
કુમારવિશ્વાસ ની હાલત ખરાબ થઇ ગઈ છે ..અને ઉપરથી નરેન્દ્ર મોદી નો વિડીયો વાઈરલ થયો …ઇન્ડિયા ટીવી એ કુમાર વિશ્વાસ ને એ વિડીયો બતાવ્યો કે જ્યાં સુધી લોકો ઝાડ પરથી ઉતર્યા નહિ ત્યાં સુધી નરેન્દ્ર મોદી એ ભાષણ ચાલુ ના કર્યું ….. તદ્દન મોઢું ઉતરી ગયું કુમાર વિશ્વાસ નું …પણ હવે કવિ રાજકારણી થઇ ગયા છે … એક્ટિંગ શીખતા જાય છે …પણ છટકવું અઘરું થતું જાય છે..
ભારત વર્ષ ની રાજનીતિ માં અનેકો અનેક આંદોલન થયા અને દરેક આંદોલન ની ચિનગારી કોઈ ને કોઈ મોત થી ભડકી છે … હું અનામત નું અંદોલન યાદ કરું .. મંડલ કમીશન યાદ કરો .. કેટલા સ્ટુડન્ટએ પોલીસ ની સામે પોતાની જાત ને આગ ચાંપી હતી .. અને એમના બલિદાનો પછી આન્દોલનો ને જોમ મળ્યું અને ક્યાંક સરકાર ઝુકી …..દરેક અંદોલન માં …
શા માટે આવા હાદસા થાય છે ..?? કેમ આવી રીતે લોકો જીવ આપી દે છે ..?? કોઈ એનાલીસીસ થયું છે ..?? ગજેન્દ્રસિંહ શું ખરેખર જંતરમંતર પર મરવા જ આવ્યો હતો ..??
મારો જવાબ છે… ના … થોડી ચાલુ ભાષા માં કહું તો ગજેન્દ્રસિંહ સીન ક્રિયેટ કરવા આવ્યો હતો નહો કે મરવા,, દોઢ કલાક સુધી ફાંસી નો ફંદો ગળા માં નાખો ને ગજેન્દ્રસિંહ ઝાડ પર લટકી રહ્યો , છેલ્લા ફોન માં એણે એની બેહન ને કીધું કે ટીવી ચાલુ કર જો હું ટીવી માં આવું છું …અને સાંજે આવી અને ભાણી ના લગ્ન માટે ફર્નીચર લેવા જઈશું ….. આ વાત જ સાબિત કરે છે કે એ ત્યાં જંતરમંતર પર મરવા નોહતો આવ્યો ..
બીજી વાત ગજેન્દ્રસિંહ ને જુદા જુદા સાફા બાંધવા નો શોખ હતો , કૈક મોટા માણસો ને એ સાફા પેહરાવી ચુક્યો હતો …એનો મતલબ કે રાજકારણ ના ગ્લેમર થી એ ભલીભાંતિ પરિચિત હતો ….ખાલી રાજકારણ ના ગ્લેમર થી પરિચિત નહિ પણ એ ગ્લેમરથી અંજાયેલો હતો … એને પોતાને જાહેર મીડિયા માં આવવું પુષ્કળ ગમતું હતું ……જેને આપણે સેન્ટર ઓફ એટ્રેકશન કહીએ ….જેમ કોઈ ના ઘરે જૈયે અને એમનું નાનું બાળક કોઈ ખેલ કરવા માંડે અને બધા નું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરે એમજ ..એમજ રેલીઓ માં ગજેન્દ્રસિંહ ને મીડિયા નું ધ્યાન પોતાની તરફ ખેંચવા ની આદત હોવી જોઈએ …નવા નવા સાફા પેહરી ને એ ધ્યાન ખેંચી લેતો ..આ વખતે ગજેન્દ્રસિંહ ખેલ કરવા માં ભરાઈ ગયો ..
એક બીજી શક્યતા પણ છે .. એ એવી છે કે આમ આદમી પાર્ટી ના નેતાઓ ના ઈમોશનલ ભાષણો સાંભળી ને એ લટકી ગયો … આમ આદમી પાર્ટી ની એક બહુ મોટી ખાસિયત છે એકદમ ઈમોશનલ ભાષણો ઠોકે છે ,અને સામાન્ય માણસ એમાં ઘસડાઈ ને અને વહી જાય છે …અને આ ખાસિયત ખામી પણ છે .. કારણ કે એમને ખબર નથી કે ક્યાં અટકવું … બસ ભાવનાત્મક ભાષણ ઠોક્યા જ કરવાનું … પરિણામ શું થશે એ રામ જાણે …
ભાવનાત્મક ભાષણ નરેન્દ્ર મોદી પણ બહુ જ સારું કરી જાણે છે ,પણ ક્યાં અટકવું અને ક્યાં ચાલુ પડવું એ બહુ જ ચાલાકી થી રમી લે છે ,બીજી બહુ મોટી ખાસિયત એ છે ….નરેન્દ્ર મોદી ગમે તેટલા મોટા ક્રાઉડ ને કંટ્રોલ કરી જાણે છે …લાખો માણસો ના ટોળા ને કંટ્રોલ કરવું , એ ખાવા ના ખેલ નથી કેજરીવાલ ની તાકાત બહાર ની વાત છે … ઇન્દિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી એ ભારત વર્ષ માં બીજા નેતા છે કે જે ગમે તેટલી મોટી જનમેદની ને કંટ્રોલ કરી જાણે છે …
ગજેન્દ્રસિંહ નું મોત એ કેજરીવાલ ની જનમેદની ને કંટ્રોલ કરવાની નિષ્ફળતા છે …જે ચર્ચા ચાલે ચાલવા દો , પણ એક વાત નક્કી નરેન્દ્ર મોદી ના પેગડા માં પગ ઘાલવા ની કેજરીવાલ માં તાકાત નથી ….બહુ દુર છે નરેન્દ્ર મોદી થી કેજરીવાલ …
ફરી એકવાર પ્રભુ ને પ્રાથના ગજેન્દ્રસિંહ ની આત્મા ને શાંતિ અર્પે ..
શૈશવ વોરા