સ્વાભાવિકપણુ…..
કયારે ય વિચાર્યું છે …?? જેટલી સ્વાભાવિકતા વધુ એટલી શાંતિ… કોઇ પણ પરિસ્થિતિ ને એકદમ સ્વાભાવિકતા થી સ્વિકારે.. હા ભાઇ હોય એવુ… વાંધો નહી…. ઠીક છે.. હુ ચલાવી લઇશ …. ના નહિ… સારુ હું ગોઠવી લઇશ તમે ચિંતા ના કરતા…
તમે કોઇ આવી વ્યકિત ને ઓળખો છો ..? હું ઓળખુ છુ.. એમના પિતાજી ના દેહાંત વખતે એકદમ આછુ દુઃખ ચેહરા પર…અને તેમના દિકરા ના લગ્ન વખતે એકદમ આછો આનંદ એમના મોઢા પર…. જીવન માં બધી પરિસ્થિતિ માટે પેહલે થી જ તૈયાર…કોઇ વાત કે લાગણી નો અતિરેક જ નહી…
તદ્દન સ્વાભાવિકતા… સખત સાદુ અને સરળ જીવન…. એવુ નહિ કે કોઇ ઇચ્છા કે આકાંક્ષા નહી… બધુ જ પણ સહજ ભાવે…દુઃખ ,ગ્લાની ,શોક,ભય,અફસોસ,
સુખ,મસ્તી,કીક,મોજ..
આવા બધા શબ્દો તેમની ડીક્ષનેરી માં જ નહી… મને કયારેક આવા લોકો જોડે બેસવુ અને સત્સંગ કરવો ગમે…
આવા લોકો ની વાત મા પણ બહુ ચઢાવ ઉતાર ના હોય…એક સુંદર સહજભાવ કેળવાયેલો હોય છે…. એમના પલ્સ કે બી.પી. કયારેય હાઇ થતા નથી… ઘણી બધી બિમારી થી મુકત રેહતા હોય છે…અને જીવનસાથી જોડે પણ આજ વર્તન….જોકે એમના જીવન સાથી બહુ કચકચીયા કે કકળાટીયા હોય..એમની સરખમણી કરવી હોય તો નરસિંહ મેહતા જોડે થાય..
બહુ દુનિયાદારી ની પડી ના હોય હું ભલો ને મારુ કામ ભલુ…..લગભગ બહુ જ સમાધાન જીવન માં કરેલા હોય….અને વ્યસનો થી જોજન નુ અંતર અને ખુબ નિયમિતતા કેળવેલી હોય…દુનિયા ના ગમે તે ખુણે હોય પણ એમને કોઇ ઝાઝો ફરક ના પડે હિમાલય કે ફ્રીજ ના બરફ માં વધુ અંતર ના રાખે …બહુ ગરમી છે એસી નથી ચાલતુ …ચલો ઠંડા પાણી એ નાહિ લો ઉંઘ આવી જશે…એમના જીવન ના આદર્શ આ વાર્તા ના હીરો જેવા હોય છે…
એક માણસ સરસ મજા ના ગામ ના તળાવ ને કાંઠે ઝાડ નીચે બેસી અને વાંસળી વગાડતો હોય છે…મંદ મંદ પવન ની લેહરખી એને અને એના વાંસળી ના સુર ને સેહલાવતી હોય છે….
ત્યાં એક મારા જેવો અદકપાંસળી આવ્યો … ભાઇ તુ આ શું કરે છે…આમ નવરો બેસી ને જીવન બરબાદ ના કર ચલ ઉભો થા …. ગામ ને છોડ અને નીકળ શહેર ના રસ્તે કંઇ મોટુ કામ કર સરખુ કમાવ.. ધમાવ … પેલા એ પુછયુ પછી શુ કરવાનુ …. અલ્યા સારુ ઘર લેજે .. મોટુ ફાર્મ લેજે … પેલા એ ફરી પુછયુ પછી.. તારા શોખ પુરા કરજે… અને શાંતિ થી જીંદગી કાઢજે… એ
એટલે શાંતીથી પેલા એ જવાબ વાળ્યો….મોટાભાઇ તો હું અત્યારે શુ કરુ છુ…?? આ શાંતિ થી બેઠો બેઠો વાંસળી જ વગાડુ છુ ને મારો શોખ જ પુરો કરુ છુ ને …. આ તો તમને એવુ લાગે છે કે મને શાંતિ નથી બાકી મને તો શાંતિ જ શાંતિ છે….
અદકપાંસળી ચુપચાપ ઉભો થઇ ને જતો રહ્યો….
બસ આવી સ્વભાવિક રીતે જીવે એટલે એને જ શાંતિ હોય… અંત માં નરસિંહ મેહતા નુ ભજન. ..
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં …
સુખદુઃખ
નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી …
સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી …
સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી …
સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી …
સુખદુઃખ
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી …
સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે …
સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી …
સુખદુઃખ
શુભ રાત્રી
– શૈશવ વોરા